Book Title: Anekarth Sangraha Satik Part 02
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ ટીકાકાર મહર્ષિના વિશાળ અગાધ જ્ઞાનની દષ્ટિએ મેળવેલા બધા દષ્ટાંતના મૂળ ગ્રન્થ સેંકડો ગ્રન્થો જોતાં પણ મળવા કઠીન હતા જેથી એ કાર્ય મુલત્વી રાખ્યું. થડી નેધ કરી છે પણ તે પણ વચ્ચે વચ્ચે અપૂર્ણ હોવાથી આ પ્રકાશનમાં મૂકી નથી. પ્રથમ જ પ્રકાશન પામતા આ સટીક ગ્રન્થમાં ઘણી ક્ષતિઓ રહી ગઈ છે તે વિબુધજન ક્ષન્તવ્ય ગણુને આ કાર્યને વધાવી લેશે એવી આશા છે. અને ભવિષ્યમાં વધુ સંશોધન અધ્યયનમાં ઉપયોગી થાય તે રીતે આ દિશામાં આગળ. વધશે એવી અભિલાષા છે. - અનેકાર્થ સંગ્રહ મૂળનું ભાષાંતર મુંબઈમાં સં. ૨૦૩૦-૩૧માં કર્યું છે. અને તે પણ મુદ્રણ થાય તે માટે ભૂમિકા રચાઈ છે. જેથી મૂળ લોકો કંઠસ્થ. કરનાર માટે તથા સરળતાથી તેને ઉપયોગ થાય તે માટે આદરણીય બનશે. આ ગ્રન્થના પ્રકાશનમાં મારા પરમ ઉપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદ મુનિરાજશ્રી પાર્શ્વવિજયજી મહારાજને સૌ પ્રથમ ઉપકાર છે અને આ પ્રકાશન પ્રથમ પ્રકાશિત થાય છે તે. તેઓશ્રીને જ આભારી છે. આ ગ્રન્થના મહાન કાર્ય માટે જે જે પૂજ્ય આચાર્ય દેવાદિ મુનિરાજેએ પ્રેરણા આપી છે તથા જે જે સંઘે એ જ્ઞાનખાતાથી તથા ભાવિકેએ ભક્તિથી. રકમ આપી છે તે સર્વની લાગણી અનુમોદન કરું છું. ગ્રન્થના ૧૭ ફરમા કીરચંદભાઈ શેઠવઢવાણ શહેરવાળાએ, એક ફાર્મશાને દયા પ્રેસ પીંડવાડા અને બાકીના ફાર્મ રામાનંદ પ્રેસ અમદાવાદમાં શ્રી બાબુલાલ. હાલચંદભાઈ તથા શ્રી સરસ્વતી પુસ્તક ભંડારવાળા શ્રી અશ્વિનભાઈની ખાસ કાળજીથી છપાયા છે. તેમણે આ કાર્યમાં રાખેલ કાળજી માટે નોંધ લઉં છું. ગ્રંથકાર ટીકાકાર : ગ્રન્થકાર પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થ દ્વારા સંસ્કૃત ભાષાને સમૃદ્ધ બનાવી છે. તેઓશ્રીજીના જીવન અંગે પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, કુમારપાળ ચરિત્ર વિગેરે ગ્રન્થમાં સારી સામગ્રી છે તેમજ ડે. બુલ્લર નિબંધ, શ્રી પીટર્સન રિપેર્ટ, હેમસમીક્ષા, શ્રી હેમચન્દ્રાચાર્ય વિગેરે પુસ્તકે પણ પ્રગટ થયેલા છે. મેં પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું જીવન ચરિત્ર ચિત્રમય બનાવવા આટસ્ટ પાસે ચિત્ર આલેખાવ્યા છે પરંતુ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 542