Book Title: Anekarth Sangraha Satik Part 02
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ કેષકારે આદિના આધારે નવા નવા અર્થે જણાવ્યા છે. તેમજ અનેકાર્થ સંગ્રહ કરતાં બીજા ગ્રન્થામાં કંઈ લિંગ બુત્પિત્તિ આદિ ફેરફાર હોય અગર તેવા દષ્ટ હોય તે તે પણ તે તે ગ્રન્થ કે ગ્રન્થકારોના ઉલ્લેખ સાથે જણાવ્યું છે. આવા ઉલ્લેખો – નીચે મુજબ ગ્રન્થ કે ગ્રન્થકાર આદિના છે :- પંખ, ગૌડ વિજયન્તી, વ્યાડિ, અજય, શાશ્વત, કાત્ય, વાત્સ્યાયન, શ્રુતિ, વાચસ્પતિ, મય, કૌટિલ્ય, મનુ, અમરકેષ, ભરત, વલ્લભી ટીકા વિગેરે. ટીકામા નિર્દેશ કરાએલા કોષોમાં ધનવંતરિ, વ્યાડિ, અને ધનપાલ કે નષ્ટ થયા છે તેમ તેમસમીક્ષામાં જણાવ્યું છે જ્યારે ચૌખમ્બા પ્રકાશનમાં વ્યાડિના કેષિની શોધ કરીએ છીએ તેમ જણાવ્યું છે. સંશાધન સંપાદન : આ ગ્રન્થનું લખાણ પૂજ્ય પરમ ઉપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજશ્રી પાર્શ્વવિજ્યજી મહારાજે રાજસ્થાનમાં ૧૯૯૬માં પ્રાય: શરૂ કરાવેલ અને સં. ૨૦૦૩માં પુરૂં થએલ. પૂ. ગુરુદેવ આદિ આ ગ્રંથ પ્રગટ થાય તે માટે પ્રેરણા કરતા અને સં. ૨૦૦૯માં જામનગર પ્લેટ શાંતિભવનમાં ચાતુમસ તેઓશ્રીએ કરેલ તે વખતે શ્રેષ્ટિવેર્યશ્રી પ્રેમચંદ વ્રજપાલભાઈ સાથે આ ગ્રન્થ પ્રગટ કરવા વાતચીત થએલ–તે વખતે હું સામે શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન બોર્ડિગમાં ભણતો અને પૂજ્યશ્રી પાસે આવતે તેમણે આ ગ્રન્થની મહત્તા સમજાવી હતી, પરંતુ તે વખતે પ્રકાશિત થઈ શકયું નહિ, પરંતુ ૨૦૨૪માં અમે જામનગર પ્લેટમાં ચાતુર્માસ કર્યું ત્યારે શ્રી હાલારી વિશા ઓસવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મ સ્થાનક ટ્રસ્ટના પ્રાથમિક સહકારથી મુદ્રણ કરાવવાનું ચાલુ થયું. દેઢેક વર્ષમાં આખા ગ્રન્થનું સંશોધન કરીને તૈયાર કર્યો. સં. ૨૦૨૮માં બે કાંડ સુધીને પહેલે ભાગ પ્રગટ થયો અને આ ૨૦૩૭માં બીજો ભાગ પ્રગટ થાય છે. ગ્રન્થના મૂળ શ્લોકાને પાઠાંતરો ટીપ્પણીમાં અને ટીકાના પાઠાંતરે ત્યાં જ ટીકામાં આપ્યા છે. ટીકામાં નિર્દેશ કરેલ સિદ્ધહેમ તથા ઉણદિના સૂત્રોના અંક મેળવીને તે સૂત્રની જોડે કૌસમાં આપ્યા છે. મૂળ લેકના પાઠો પુનઃ ટીકામાં પણ આપ્યા છે તેથી ટીકા વાંચનારને કયા શબ્દની વ્યુત્પત્તિ આદિ ચાલે છે વિ. ખ્યાલ તરત આવે. ટીકાકાર મહર્ષિએ ટીકામાં આપેલ દષ્ટાંતના મૂળ ગ્રન્થ શોધીને ત્યાં તે તે ગ્રન્થને નામ નિર્દેશ કરવાની ભાવના હતી અને પ્રયત્ન પણ કર્યો પરંતુ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 542