Book Title: Anekarth Sangraha Satik Part 02
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
જ્ઞાન ભંડારની મૂળ પ્રત ઉપરથી મૂળ ક્ષેકની પ્રસકેપી પણ અમારી પાસે છે જે ઉપગમાં લીધી છે.
આ હૈમી અનેકાર્થ સંગ્રહ બીજા કે કરતાં વિશિષ્ટ છે. જેમાં શબ્દ વધુ છે અને અત્યારે અનુપલબ્ધ એવા કેષોને પણ તેમાં આધાર લીધા છે તેમ ટીકામાં આપેલા પ્રમાણેથી જાણી શકાય છે.
આ ગ્રન્થની રચના ત્રણ ક્રમથી છે: (૧) એક સ્વર આદિ ક્રમથી કાંડ છે. (૨) દરેક કાંડમાં કાન્ત આદિ ક્રમથી શબ્દ ક્રમ છે (૩) એ કાન્ત આદિ શબ્દ કમમાં અકાર આદિના ક્રમથી શબ્દ આપેલ છે તેથી આ કેષમાંથી શબ્દ (૧) કાંડ (૨) અંત (૩) આદિ-એમ ત્રણ મથી જોવામાં આવે તે તરત શબ્દ પ્રાપ્ત થશે. ગ્રન્થની અંતે શબ્દમ આપેલ છે તેમાં એજ કુમથી શબ્દને અનુક્રમ આપેલ છે. કેરવાકરકૌમુદી ટીકા : આ ગ્રન્થકાર પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ અનેકાર્થ સંગ્રહની ટીકા રચી છે. જેનું નામ કૈરવાકરકૌમુદી આપેલ છે. ગુરુભક્તિથી તેમણે આ ટીકા ગ્રન્થર્તા પિતાના ગુરુદેવ પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને નામે સ્થાપી છે.
ટીકા ૧૪૦૦૦ લેક પ્રમાણ વિસ્તૃત છે. ટીકાની રચના જોતાં ટીકાકાર મહર્ષિ સમર્થ વિદ્વાન છે. ટીકાની રચના માટે તેમણે ર-૩ શ્લોકમાં તે કાલના કોષોની યાદી પણ જણાવી છે જેમાં વિશ્વપ્રકાશ, શાશ્વત, રસ, અમરસિંહ, મંખ, હુન્ન, વ્યાડિ, ધનપાલ, ભાગુરિ, વાચસ્પતિ, યાદવ, ધન્વન્તરિ આદિ કેવો જોયા છે તેમજ બીજા સેંકડો ગ્રન્થ ધરા ટીકામાં દષ્ટાંતે મૂકીને ટીકાને સુદઢ બનાવી છે. આ બ્રહદ્દટીકા સિવાય અનેકાર્થ સંગ્રહની અવરિ પણ છે જેની પ્રાચીન પડિમાત્રાની પંચપાટી પ્રતિ અમારી પાસે છે. ટકાના વિશિષ્ટતાઃ
ટીકામાં શબ્દના લિંગની વ્યવસ્થા માટે પ્રત્યય વડે જાણી લેવા જણાવ્યું છે અને વિશેષ હોય ત્યાં ખુલાસા કરેલ છે. વળી દરેક શબ્દ માટે તેમણે ચાર ચાર વાતની અપેક્ષા જણાવી છે: (૧) શબ્દની વ્યુત્પત્તિ (૨) લિંગ નિર્ણય (૩) વિષમ અર્થનું પ્રકટીકરણ (૪) તે તે શબ્દના ઉપયોગના વાક્ય પ્રયોગ–દષ્ટાંત. મૂળ લેકમાં શબ્દના અન્ય અર્થે જ્યાં કહ્યા નથી ત્યાં – શબ્દ વડે એન્ય