Book Title: Anekarth Sangraha Satik Part 02
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
કરે
પૂર્ણ રૌયાર નથી તેમ અહીં મુકતાં દળ વધી જાય તેથી મુકેલ નથી પરંતુ ભવિષ્યમાં સ્વતંત્ર પ્રકાશન પ્રગટ કરાય તેવી ધારણા છે.
ટીકાકાર મહર્ષિશ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના છઠ્ઠા શિષ્યરત્ન છે. ગ્રન્થકારના મુખ્ય શિષ્યમાં પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. શ્રી ગુણચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. શ્રી. યશશ્ચંદ્રસુરીશ્વરજી મ, પૂ. શ્રી બાલચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. શ્રી ઉદયચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યશ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મુખ્ય છે. કુમારવિહારની પ્રશસ્તિમાં વર્ધભાન ગણિ નામના સાતમાં મુખ્ય શિષ્ય પણ જણાવાયા છે.
ગ્રન્થકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જગપ્રસિદ્ધ મહાન પુરુષ હતા તે સાથે ટીકાકાર પૂજ્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ મહાન વિદ્વાન, પરમ ગુરુભક્ત અને સમર્થ આચાર્યપ્રવર હતા. આ મહાન સર્જન દ્વારા તેઓશ્રીએ વિશ્વ ઉપર મહાન ઉપકાર કર્યો છે તેઓશ્રીને કટિકટિ નમસ્કાર કરી ધન્ય બનું છું.
આજે આઠ વર્ષ બાદ તેઓશ્રીને આ અમૂલ્ય ગ્રન્થરત્નનું સંશોધન તથા સંપાદન કરવાને મને અવસર પ્રાપ્ત થયો તે માટે ધન્યતા અનુભવું છુ.
શ્રી હા. વી. એ. તપગરણ જૈન ઉપાશ્રય, ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર વિ.સં. ૨૦૩૭ કારતક સુદ-૧૫ શનિવાર તા. ૨૨-૧૧-૮૦
પરમપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદવિજયેઅમતસૂરીશ્વર
ચરણ કિંકર પં. જિનેન્દ્ર વિજય ગણી