Book Title: Anekantvad Pravesh Author(s): Haribhadrasuri, Hemchandrasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજા વિરચિત “અનેકાંતવાદ-પ્રવેશ' ગ્રંથને પ્રકાશિત કરતા અનેરો આનંદ અનુભવીએ છીએ. યથાર્થનામવાળો આ ગ્રંથ અનેકાંતવાદના અભ્યાસમાં પ્રવેશ કરવા માટે ખુબ ઉપયોગી છે. અમારા હાથમાં આ ગ્રંથ (મૂળ અને અનુવાદ) આવ્યો ત્યારે ખુબ જીર્ણ અવસ્થામાં હતો. ભવિષ્યમાં આ ગ્રંથ અભ્યાસિઓને વર્ષો સુધી ઉપયોગી બની રહે એ ભાવના સાથે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરીએ છીએ. આ મૂળ ગ્રંથ પૂર્વે વિ.સં. ૧૯૭૬માં પાટણમાં રહેલી હેમચંદ્રાચાર્યસભાના સેક્રેટરી શાહ લહેરચંદ ભોગીલાલે પ્રકાશિત કરેલ. અનુવાદ ગ્રંથ પૂર્વે વિ.સં. ૧૯૫૫માં પ્રકાશિત થયો હતો. આ પુન: પ્રકાશન પ્રસંગે પૂર્વ-પ્રકાશકોને કૃતજ્ઞતાભાવે યાદ કરી અમે તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. આજથી ૨૫ વર્ષ પૂર્વે પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી પ્રાચીન ગ્રંથોના જીર્ણોદ્ધારનું કાર્ય અમારી સંસ્થાએ શરુ કર્યું. આજ સુધીમાં લગભગ ૩૫૦ ગ્રંથોનું પુનઃપ્રકાશન થયું છે. આગળ પણ આ ક્ષેત્રે અમારી સંસ્થા ખુબ પ્રગતિ સાધે તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીગણ : ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા, પુંડરિકભાઈ અંબાલાલ શાહ, લલિતભાઈ રતનચંદ કોઠારી. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 220