Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર પછી ગ્રંથકારે એક એક વાદનું સચોટ યુક્તિઓ અને શાસ્ત્રપાઠો દ્વારા ખંડન કરી (૧) સદસદ્ અનેકાંતવાદ (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ (૩) સામાન્યવિશેષ અનેકાંતવાદ (૪) અભિલા...અનભિલાપ્ય અનેકાંતવાદ (૫) અનેકાંતવાદમાં જ મુક્તિ. આ પાંચ વાદની સિદ્ધિ કરી અનેકાંતવાદની સ્થાપના કરી છે. અમુક સ્થાનોએ તો પૂર્વપક્ષીના શાસ્ત્રપાઠો દ્વારા જ એકાંતવાદનું ખંડન કરી અનેકાંતવાદનું મંડન કર્યું છે. | મધ્યસ્થષ્ટિથી આ ગ્રંથનો અભ્યાસ કરતા અવશ્ય હૃદયમાં અનેકાંતની પ્રતિષ્ઠા થાય છે. આ મૂળગ્રંથ ઉપર કોઈક પૂર્વાચાર્યએ રચેલ ટિપ્પનક પણ છે. ટિપ્પનકના રચયિતાના નામ વિષે કોઈ વિશેષ જાણકારી નથી. મૂળગ્રંથમાં આવતા અઘરા શબ્દોના અર્થ ટિપ્પનકમાં જણાવ્યા છે. તેમજ ઘણા સ્થાનોએ અધ્યાહારથી લેવાના અર્થો પણ ટિપ્પનકમાં જણાવ્યાં છે. તેથી મૂળગ્રંથને બેસાડવામાં ટિપ્પનક ઘણી ઉપયોગી બને છે. અમુક સ્થાનોએ ટિપ્પનક ત્રુટક છે. ટિપ્પનક સહિત મૂળગ્રંથનું સંશોધન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે કરેલ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 220