Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 17
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર તો કાલરાત્રિ જેવી લાગતી હતી. “દેવિ આજે કેમ ઉદાસીન જણાય છે. શરીર બરાબર નથી?” પતિદેવે આવીને દેવીને ઉદાસીન જોઈને પૂછ્યું. “તમે જાણો છેને આપણે બધુંય છે, લક્ષ્મી છે. વ્યાપાર છે. ઈજજત આબરૂ છે. ખાવાને ભાતભાતના અન્ન અને પહેરવાને મનમાન્યા વસ્ત્ર પણ છે. છતાં પરમાત્મા એક કુલ, એક બાળક, કુળભૂષણ એક રત્ન, એક મારા જીવને આરામ, કંકુપગલી પાડનાર આનંદ વૃદ્ધિ કરનાર બાલ નથી આપતે, હા! શાં શાં કર્મબંધન કર્યો હશે.” એમ બોલતાં બોલતાં તે દેવીને મૂછ આવી ગઈ. થોડીવારે જરા શાંતિ વળી એટલે મેઘાજી શેઠે માણેક દેવીને કહ્યું. “દેવિ ! આમ ચિંતા કરવાથી શું? દેવગુરૂ ધર્મનું શુદ્ધ રીતે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરીએ જેથી જરૂર આપણને પુણ્ય ફળ ફળશે. ધીરજ ધર, ચિંતા ન કર, ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થા. સૌ સારૂ થશે.” માણેકદેવી આજે ઉલ્લાસમાં છે, હર્ષ માતો નથી, પ્રાત:કાળમાં ઉઠીને પ્રાતઃક્રિયા જલદી જન્મ જલદી પૂરી કરી સ્નાન કરી પાસેના ગૃહમંદિરમાં પૂજન કરવા જાય છે, આજે તે પ્રફૂલ્લ અને આનંદિત જણાય છે. સુંદર વસ્ત્રો ભૂષણે પહેરી, પૂજાને થાળ, પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે લઈને પ્રભુપૂજન વિધિ પૂર્વક કર્યું. અને આજના દિવસને ધન્ય ધન્ય માનવા લાગી. ઘેર આવી પતિદેવને પ્રણામ કરી બેલી, હે નાથ ! આજ મારૂં મન હર્ષથી ઉભરાઈ જાય છે, મારું હૃદય આનંદથી પ્રકુલિત બન્યું છે, આજે રાત્રે મને એક મનહર સ્વપ્ન આવ્યું, ને તેમાં “હું એક પુત્ર રત્નની માતા બની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62