Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 56
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ૪૭ તમાં કાયમી ટકી જગતને લાભ ન આપી શક્યા તે પછી આ મહાપુરૂષ પણ જગતના પાપ જીવનને વધુ વખત શા કારણે જોવામાટે રહી શકે? તેઓશ્રીના શરીરને પણું દૂનીયાના ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ તત્ત્વત્રયીએ પ્રભાવ દેખાડે, અને તેમનું શરીર દીનપ્રતિદીન ક્ષીણ થવા લાગ્યું આખરે ગુરૂ મહારાજ (રાજનગર) અમદાવાદમાં આવેલ નિજામપુરમાં પધાર્યા બાદ દિવસે દિવસે ખૂબજ અશક્ત બન્યા. શ્રી સંઘે ગુરૂભક્તિને લઈને ગુરૂવર્યના ખુબખુબ ઉપચાર કરી ગુરૂભક્તિ દેખાડી પણ અટલ નિયમ આગળ સૌ અશક્ત હતા અને આખરે જીર્ણ થયેલ દેહને છે તેમાં બીરાજતે જળહળતો ન્યાતવાળ આત્મા દેવલોકના દેને મનુષ્યલોકની માફક લાભ આપવા માટે નવ ઉપવાસના અનશન પૂર્વક વિક્રમ સંવત ૧૫૯૬ના ચૈત્ર સુદિ ઉના પ્રભાત સમયે ચાલ્યો ગયો. પ્રકૃતિ અને વિકૃતિના સ્વરૂપને સારી રીતે સમજતો હોવા છતાં તેમને શિષ્ય પ્રશિષ્યાદિ વર્ગ અને શ્રી સકળસંઘ મહાપુરૂષના સ્વર્ગ વાસથી લાભવંચિત થવાને લઈ ખુબ ખુબ તે મહાપુરૂષની પ્રશંસા કરવા સાથે પિતાની નિંદના પૂર્વક દુઃખી થયા. આખા રાજનગરમાં હાહાકાર વર્તા, શ્રીસંઘના નયનમાંથી ધાર અશ્રુધારા વહી રહી હતી, સૌના મુખ આજે દુઃખરૂપી વાદળથી ઘેરાયેલાં જણાતાં હતાં, ગુરૂદેવના વિરહથી તેઓ દુઃખના સાગરમાં ડૂખ્યા હતા. આજે જૈન શાસનને સૂર્યદેવ અસ્ત થયે હતો ને સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો, જ્યારે ગુરૂદેવના સ્વર્ગવાસની વાત દરેક દિશામાં દેશદેશામાં ફેલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62