Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ શુક્ર અને રુધિરના સંયોગથી સ્ત્રીની કુક્ષિમાં જાત જાતના કીડા પણ ઉત્પન્ન થતા હોય છે. તેમના પર નથી સ્ત્રીને રાગ થતો, કે નથી તો પુરુષને રાગ થતો. તો પછી તે જ શુક્ર-રુધિરથી ઉત્પન્ન થયેલા પુત્રો પર કેમ રાગ થાય છે? મોહાધીન પિતા પુત્રની અશુચિને પણ શુચિ સમજે છે. હોંશે હોંશે એને લાડ કોડથી ઉછેરે છે. એની ઇચ્છાઓ પૂરી કરવા માટે મજૂરી કરે છે. એને ખભે ઉંચકીને ફરે છે. પરસેવાની કમાણી એના મોજ-શોખ ખાતર વેડફી નાખે છે, અને પરિણામ? એ જ પુત્ર કદાચ પિતાને મણ મણની સંભળાવે છે. આઘાતો અને પ્રત્યાઘાતોથી જર્જરિત કરે છે, પોતાના જ ઘરેથી એની હકાલપટ્ટી કરે છે - રે... ક્યાંક તો મારપીટ પણ થાય છે, ને ક્યાંક તો મોતને ઘાટ ઉતારવા સુધીના કાળા કરતૂતો પણ... सुत वनिता यौवन धन मातो, આમાં ક્યાં રાગ કરવો? આ તો માત્ર આ લોકના દુર્વિપાકોની વાત કરી, પરલોકમાં પણ મોહોદય કાળે બાંધેલા કર્મોના ઉદયથી દુર્ગતિની પરંપરા ઊભી થાય છે. આ છે પુત્રનું સ્વરૂપ. એનો વિચાર કરવો, એની વાસ્તવિકતાનું અવલોકન કરવું, એનું નામ તત્ત્વદર્શન. એક વાર તત્ત્વદર્શન થાય, એટલે રાગને ગયે જ છૂટકો છે. અને તત્ત્વદર્શન ન થાય, ત્યાં સુધી રાગનો વિલય થાય એવી કોઈ શક્યતા નથી. ફરીથી અણગાર બનવાના શમણા પર પુત્રમોહનું તોફાન ફરી વળ્યું. કાચા સૂતરના એ તાંતણાઓ ગણ્યા. બાર વાર એ પગમાં વીં-ટાળેલો હતાં. આત્માનુભૂતિની અણમોલ તકને બાર વર્ષ માટે પાછી ઠેલી દીધી. વૈરાગ્યશતકમાં કહ્યું છે - मा चिंतसु जीव तुमं, पुत्तकलत्ताई मम सुहहेऊ। णिउणबंधणमेयं, संसारे संसरंताणं ।।२४।। જીવ ! પુત્ર, પત્ની વગેરે મારા સુખના કારણ છે, એવી ગેરસમજમાં ન રહેતો. આ તો એવા સૂક્ષ્મ બંધન છે, જેનાથી બંધાયેલો આત્મા સતત સંસારમાં ભટકતો જ રહે છે. કદાચ પ્રશ્ન થાય કે સંસારમાં બીજે ક્યાંય રાગ ન હોય, સુંદર વિષયોનો પણ ત્યાગ કરતાં હોઇએ. પણ માત્ર ‘પુત્ર’ પર જ કે એકાદ સ્વજન પર જ રાગ હોય તો એમાં ખોટું શું? જવાબ એ છે કે એક વ્યક્તિ પર કે વસ્તુ પર જ રાગ હોય, તે પણ ભયાનક છે. કારણ કે સમગ્ર સંસારનો રાગ ત્યાં કેન્દ્રિત થયો છે. એવી રાગપાત્ર વ્યક્તિ કે વસ્તુનો વિનાશ થતા જ ભયંકર આર્દ્રધ્યાન આદિ થાય છે, તે પણ તે રાગના હેયત્વને પુરવાર કરે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28