Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ गृहीत इव केशेन मृत्युना धर्ममाचरेत्। મૃત્યુએ જાણે તમને વાળથી પકડ્યા હોય, એ રીતે, જાણે આ તમારી છેલ્લી ઘડી હોય, એ રીતે ધર્મનું આચરણ કરો. आई अचानक काल तोपची પ્રત્યેક આત્મસાધકે પ્રતિદિન પ્રભાત એટલો વિચાર કરવો જોઇએ, કે ‘‘શક્ય છે, આજનો દિવસ મારા જીવનનો અંતિમ દિવસ હોય.” શક્ય છે કે નથી? આજે મૃત્યુ ૧૦૦% છે, એવું તો ન કહી શકાય, પણ આજે મૃત્યુની શક્યતા ૧૦૦% છે, એવું તો કહી શકાય ને? એ તો એક નરી વાસ્તવિકતા છે ને? | શ્વાસોચ્છવાસની આ ધમણ ક્યાં સુધી ચાલતી રહેશે? હૃદયના આ ધબકારા ક્યાં સુધી સ્પંદન કર્યા કરશે? એકાંત અને નીરવ શાંતિમાં આ શારીરિક ક્રિયાઓ પર ચિંતન કરીએ, તો એવું લાગે, કે આ બધું તંત્ર ચાલી રહ્યું છે, એ આશ્ચર્ય છે, ગમે તે ક્ષણે આ તંત્ર ખોરવાઇ જાય, અટકી જાય, તો એમાં કોઈ આશ્ચર્ય નથી. | આનાથી મોટું વૈરાગ્યનું આલંબન બીજું શું હોઇ શકે? પણ તો ય મન માનતું નથી. હજી એને કર્તવ્યની સંવેદના થતી નથી. કેટલી વિચિત્ર અને દુ:ખદ છે આ ઘટના! અંતિમ કડીમાં આ જ ઘટનાનું શબ્દચિત્ર રજુ થઇ રહ્યું છે... Deatho has so many doors to let out Le

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28