________________
ઢજી પણ ચેત, કેમ ચેતતો નથી? હારિત, પક્ષી જેમ લાકડીને પકડી રાખે, એમ ટેક પકડી રાખી છે. ‘આનંદઘન’ સ્વરૂપ જે હીરો છે, તેને મનુષ્ય છોડી દે છે અને તે માયારૂપી કાંકરા પર મોહ પામી ગયો છે. ||૩||
| એક નદી પર ક્ષતિગ્રસ્ત પુલ હતો. તેને તોડીને નવો પુલ બનાવવાનો હતો. પુલ તોડવા માટે સુરંગ ગોઠવવામાં આવી. નિયત ક્ષણો પછી મોટા ધડાકા સાથે સુરંગ ફૂટે અને પુલના ફુરચે ફુરચા ઉડી જાય, એવી ગોઠવણી કરાઈ. બંને બાજુ લોકોને ચેતવણી આપવામાં આવી. માણસો દૂર દૂર જતા રહ્યા, એ સમયે એક પુરુષ ત્યાં ફરવા માટે આવ્યો. ‘સાવધાન' ‘પ્રવેશનિષેધ’ ‘ખતરા’ જેવા અનેક બોર્ડ વટાવીને એ ચાલતો જ રહ્યો. નદીના પુલમાં એ આગળ ને આગળ વધી રહ્યો હતો. સુરંગ ફૂટવાની તૈયારી જ હતી.
અચાનક એનો ફોન રણકી ઉઠ્યો. ફોન કર્યો હતો એના કોઇ મિત્રે. હા, એણે દૂરથી એને જોઇ લીધો હતો. એણે એને ખૂબ ઝડપથી પરિસ્થિતિ સમજાવી. દોડીને પાછા આવી જવા માટે સ્પષ્ટ સૂચના આપી. નહીં તો આખા શરીરના કુરચા ઉડી જશે, એવી ચેતવણી આપી.
પણ આ શું? એ માણસ તો એ જ રીતે આગળ વધતો જાય છે. એને રસ છે ત્યાંના પ્રાકૃતિક સૌન્દર્યમાં એને ગમે છે ખળખળ વહેતી નદીનું સંગીત. એને આકર્ષે છે સોળે કળાએ ખીલેલી કુદરત. પેલો મિત્ર હવે બરાબરનો અકળાયો છે. ‘ભાગી છૂટ, નહી તો મરી જઇશ. એક હાડકું ય સરખું નહી રહે, હજી સમજી શકે તો સમજ...”
NA
अजहु चेत कछु चेतत नाहि. पकरी टेक हारिल लकरीरी: आनंदघन हीरो जन छारत, નર મોહ્યો માયા વછરીરી...૩ जीय जाने मेरी सफल घरीरी...