Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ એક સ્વપ્ન આંખો ખુલે અને પૂરું થાય છે, બીજું સ્વપ્ન આંખો મીંચાય અને પૂરું થાય છે. શાંતસુધારસમાં કહ્યું છે - मित्र-स्त्री-स्वजनादिसङ्गमसुखं, स्वप्नेन्द्रजालोपमं, तत् किं वस्तु भवे भवेदिह मुदा-मालम्बनं यत् सताम् ? ||१-२।। - મિત્ર, પત્ની, સ્વજનો, સાધન-સામગ્રીઓ આ બધા સાથે જે સંયોગ થયો, જે સુખ અનુભવાયું, એ બધું જ સ્વપ્ન જેવું છે, ઈન્દ્રજાળની માયા જેવું છે. આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી, કે જેના આધારે કોઇ બુદ્ધિશાળી વ્યક્તિ રાજીની રેડ થઈ જાય. એ કામ છે અજ્ઞાનીનું... મૂર્ખનું... सुपन को राज साच करी माचत રડે છે તે, જે સ્વપ્નને સત્ય માની લે છે. જે સ્વપ્નને સ્વપ્નરૂપે જ જાણે છે, તે જ્ઞાની છે. તે પ્રત્યેક પરિસ્થિતિમાં પૂર્ણપણે સ્વસ્થ રહી શકે છે. આત્માને રાગ-દ્વેષની પરિણતિથી મુક્ત રાખી શકે છે. જ્યારે પાંચમી યોગદૃષ્ટિનો ઉઘાડ થાય છે. ત્યારે આ કક્ષાની પ્રાપ્તિ થાય છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે – बालधूलिगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम्। तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि।।१५५।। मायामरीचिगन्धर्व-नगरस्वप्नसन्निभान्। बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः।।१५६।। એક વાર અજ્ઞાન-ગ્રંથિ ભેદાઇ જાય, શ્રતવિવેકનો ઉદય થાય, તાત્ત્વિક દૃષ્ટિનો ઉઘાડ થાય, એટલે સમસ્ત સાંસારિક ચેષ્ટાઓ એવી લાગે, કે જાણે એક બાળક ધૂળનું ઘર બનાવી રહ્યો છે... જાણે ઇન્દ્રજાળનો પ્રયોગ ચાલી રહ્યો છે... જાણે વાદળાઓમાં ગંધર્વનગરની રચના થઈ રહી છે... જાણે એક દીર્ઘ સ્વપ્ન ચાલી રહ્યું છે. સ્વપ્નમાં રાજાની સેના છે, મંત્રીઓ છે, વૈભવ છે, રાજ્ય છે, રાણીઓ છે, રાજકુમારો છે, તેમ સંસારમાં પણ ઘર છે, સંપત્તિ છે, મિલકત છે, પત્ની છે, પુત્રો છે. સ્વપ્ન પૂરું થાય, તેની સાથે જ આખી ય પરિસ્થિતિ બદલાઈ જાય છે, તે જ રીતે આ જીવન પૂરું થાય, એટલે બધી પરિસ્થિતિ બદલાઇ જાય છે. ના, આને સત્ય માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ તો એવી મૂર્ખતા છે કે... राहत छांह गगन बदरीरी આકાશમાં વાદળી છે. તેની નાનકડી છાંયડી છે. પણ એ છાંયડીની સ્થિરતા ક્યાં સુધી? પવનની એક લહેર આવી નથી ત્યાં સુધી. અરે, થોડો વેગીલો પવન આવી જાય, તો વાદળીનું ય નામોનિશાન ન રહે, છાંયડીની તો વાત જ ક્યાં રહે છે? એવી છાયામાં કોણ રાચે? - જેમ વાદળીનું અસ્તિત્વ પવન પર નિર્ભર છે, તેમ જીવનનું અસ્તિત્વ પણ પવન પર નિર્ભર છે. કારણ કે જીવન પ્રાણવાયુને આધારે ચાલે છે. કદી મનમાં વિચાર પણ આવ્યો છે? વિશ્વની સૌથી ચંચળ વસ્તુ છે પવન, અને પવન ઉપર આ શરીર નભે છે. ખરેખર, પત્તાના મહેલ પર નૃત્ય કરવું અને આ સંસારમાં રાચવું... આ બંને ચેષ્ટા તુલ્ય છે. ન જાણે... કઈ ક્ષણે યમરાજ ત્રાટકશે... आई अचानक काल तोपची મૃત્યુ અચાનક અને અણધાર્યું આવે છે. નથી એ ઉંમર જોતું કે નથી તો સમય જોતું... णत्थि कालस्स णागमो એવો કોઈ સમય નથી, કે જે સમયે મૃત્યુ ન થઈ શકે. | to & Fersonal

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28