Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ શંકા :- પરદ્રવ્ય તરીકે તો માટી, સોનું કે સ્ત્રી બધું સમાન જ છે. માટીની આસક્તિ પણ એટલા માટે છોડવાની છે કે એ પરદ્રવ્ય છે, એમ સ્ત્રીની આસક્તિ પણ એટલા માટે છોડવાની છે, કે એ પરદ્રવ્ય છે. તો પછી ‘સ્ત્રી’ જેવું બીજું કોઇ દુઃખનું કારણ નથી, એવું કેમ કહી શકાય? સમાધાન :- પરદ્રવ્યો અનંત છે. તે અનંત પરદ્રવ્યોમાં ‘પર'પણું તો સમાન જ છે. પણ આત્માને અનાદિકાલીન કુસંસ્કારોને કારણે પ્રાયઃ ‘સ્ત્રી’ પ્રત્યે અત્યધિક આસક્તિ થાય છે. વસ્તુતઃ પરદ્રવ્ય ખરાબ છે એવું પણ નથી. કારણ કે પદ્રવ્યમાં શુભાશુભત્વ તો આરોપિત તથા આપેક્ષિક છે. ખરાબ તો છે આસક્તિ, કારણ કે એ આત્મસ્વરૂપને કલુષિત કરે છે. એ આસક્તિ જેના પર વધુ થતી હોય, તેને પણ ઉપચારથી વધુ ખરાબ કહી શકાય. એ રીતે ‘સ્ત્રી’ અત્યધિક આસક્તિનું કારણ હોવાથી આત્માનું અત્યંત અહિત કરવામાં નિમિત્ત બને છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે - मोक्खाभिकंखिस्स उ माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे। णेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोरमाओ।। મનુષ્ય મોક્ષાભિલાષી હોય, ભવભીરુ હોય, તથા ધાર્મિક હોય, તેને પણ દુનિયામાં બીજું કાંઈ જ એવું દસ્તર નથી, કે જેવી દુસ્તર છે સ્ત્રી. સ્ત્રીની આસક્તિ એવો દરિયો છે કે જેને પાર કરતાં કરતાં ભલભલા હાંફી ગયા છે. સ્ત્રી મનોહર છે, એવું નથી. સ્ત્રી મનોહર લાગે છે બાળજીવોને = અન્નજીવોને. દ્રવ્યથી સ્ત્રીનું સ્વરૂપ છે તદ્દન અશુચિમય. શરીરના બાર છિદ્રો દ્વારા તે સતત અશુચિનું સ્રાવણ કરતી રહે છે. શરીરમાં સૌથી ઉપર રુંવાટા, તે ‘વાળ’મય અશુચિ. તેની નીચે ચામડી, તે ય અશુચિ, તેની નીચે ચરબી અને સ્નાયઓ. તે ય મહા દુર્ગધી અશુચિ, તેની નીચે લોહી અને માંસ, તે ય છી... છી.. થઇ જાય તેવી જુગુપ્સનીય અશુચિ. તેની સાથે હાડકાનો માળો... જોઈને ય ઉદ્વિગ્ન થઈ જવાય તેવી અશુચિ. ઇન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે – मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइयणिज्जरंत। एयं अणिच्चं किमियाण वासं, पासं णराणं मइबाहिराण।।५२।। એક તો માંસ સ્વયં જુગુપ્સાજનક છે. એમાં પાછા મૂત્ર અને વિષ્ટા પણ સાથે ભળ્યા છે. આંખ-કાન-નાકના મેલ અવિરતપણે ઐવી રહ્યા છે. રે... એ શરીરની અંદર કેટકેટલા કીડાઓ ખદબદી રહ્યા છે. બાહ્યદૃષ્ટિથી જે સુંદરતા લાગે છે, તે ય ક્યાં સુધી? રાતો રાત એક સુંદરી શાકિની બની શકે છે. રોગ - અકસ્માતુની તલવાર સતત માથે લટકી રહી છે. પ્રત્યેક ક્ષણે ઘડપણ વધુ ને વધુ નજીક આવતું જાય છે. વીશ વર્ષની જે સ્ત્રી મનોહર લાગતી હતી. તે જ સ્ત્રી ૫૦-૬૦-૭૦૭૫ વર્ષે જોવી કે ન ગમે, તેવી જુગુપ્સનીય બને છે. આવી અનિત્ય અને અશુચિમય સ્ત્રીમાં કોણ રાગ કરે? આવી પણ સ્ત્રી બંધનરૂપ બને છે મૂર્ખ લોકોને. જેમની પાસે વિવેકચક્ષુ નથી, જેમની પાસે તત્ત્વદૃષ્ટિ નથી, જેમના નેત્રો મોહથી આવૃત છે. તેમને આ ગટરમાં ય સુધાસરોવરના દર્શન થાય છે. યોગશતકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યુ છે – थीरागम्मि तत्तं तासिं चिंतेज्ज।

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28