Book Title: Amrutdhara Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ રામાન નોમ આ ગ્રંથલેખનમાં મારું કંઈ નથી. છતાં જે કંઈ છે તે એમાં થયેલી ક્ષતિઓ મારી છે. દેવગુરુકૃપાએ સશાસ્ત્રો અને ગુરુજનોના વાચનનો અને શ્રવણનો યોગ મળતો રહ્યો છે. સવિશેષ જે જે વંચાયું તેનું તે સમયે નોંધપોથીમાં અવતરણ થતું રહ્યું. વળી ત્યારે ચિત્ત પ્રસન્નતા પામતું. ઘણી વાર એ મહાવાક્યોનું, જિનવાણીનું અવતરણ આત્મભાવે ઘૂંટાતું રહેતું. તેથી થયું કે આ લાભ અન્યને ભલે હો. “વહેંચીને ખાવું એવી ભાવનાએ ગ્રંથનું નિર્માણ થયું. આ ગ્રંથનું લેખન વિશેષપણે અધ્યાત્મ-સ્વરૂપલક્ષી છે. તેથી પ્રારંભમાં વાચન અઘરું લાગે ત્યારે ખાસ તદ્દન છેલ્લું જ પાનું વાંચીને પછી પુનઃ શરૂ કરજો. અઘરું લાગતું વિસ્મૃત થયેલું વર્તમાનમાં ચિત્તપટ પર લાવી આપણે આ જન્મ સાર્થક કરવો છે. નિશ્ચયદૃષ્ટિના લક્ષ્યવાળું તે દૃષ્ટિએ વાંચજો-વિચારજો. વ્યવહારધર્મના પ્રયોજનવાળું તે દૃષ્ટિએ વાંચજો વિચારજો. આનંદ આવશે, લાભ થશે, બોધ મળશે. છતાં જ્યાં જ્યાં સરળ લાગે ત્યાં ત્યાં પ્રેમથી-આદરથી પ્રથમ વાંચજો. સ્વાત્માનું સંવેદન ઝીલજો. જ્ઞાની-ગુરુજનોએ ખરેખર કરુણા જ વરસાવી છે. નહિ તો આવું અમૂલુ તત્ત્વ ક્યાંથી આપણી નજરે ચઢે કે શ્રવણે પડે? આવા મહાપુયયોગને આગળ ધપાવજો. કઠણ લાગે તો સંસારને કઠણ લગાડજો. તત્ત્વ તો સ્વનું છે સ્વ. હંમેશાં સરળ અને સમીપ હોય. લેખન સંગ્રહ વિવિધ ગ્રંથોનો છે. તેમાં શ્વેતાંબરીયગ્રંથો દિગંબરીયગ્રંથો, જૈનેતર ગ્રંથોનો સમાવેશ છે. દરેક વાક્ય તેનો ઉલ્લેખ કર્યો નથી. આ ગ્રંથનું નામ પૂ. આચાર્યશ્રી જેમના આશિષ મળ્યા છે તેઓશ્રીએ દર્શાવ્યું છે અમૃતધારા. તે ધારા ૧૦૦૮ કળશોમાંથી જાણે છલકાઈ રહી છે, તેમ માની ઝીલજો. અર્થાત્ આ સંપાદનમાં ૧૦૦૮ વાક્યોની રચના થઈ છે. તે પંચપરમેષ્ટિના ગુણોની દ્યોતક છે. વળી આ લેખનમાં જે કંઈ ક્ષતિ રહી હોય તે વિદ્વજનો સુધારે અને ક્ષમા કરે તેવી વિનંતી છે. વીતરાગની આજ્ઞા-પ્રણાલિથી અલ્પતાને કારણે કંઈ વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા યાચના છે. જે જે ગ્રંથોનું અવતરણ થયું છે તે સૌની ઋણી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282