________________ ચંદાવર્ષ-૨૭] અને ભાવના જાણકા, ત્વરા વિનાના-કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહિં કરનાર, ભ્રાંતિરહિત, આશ્રિત શિષ્યાદિને સંયમ-સ્વાધ્યાયાદિ માં પ્રેરક અને માયા વિનાના, લૌકિક, વૈદિક અને સામાજિક-શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે, તથા સ્વસમય-જિનાગમ અને પર સમય-અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અન્તમાં પૂર્વે વ્યવસ્થિત છે, એવી દ્વાદશાંગીના અર્થો જેમણે મેળવ્યા છે. ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોના વિદ્વજનો પંડિતો-ગીતાથ સદા પ્રશંસા કરે છે. [૨૮]અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ-કામ ધંધા શિલ્પકળાં તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા-ઉપદેષ્ટા હજારો આચાર્ય પ્રાપ્ત કર્યા છે. [૨૯૩૧)સર્વજ્ઞ કથિત નિર્ઝન્ય પ્રવચનમાં જે આચાર્યો છે. તેઓ સંસાર અને મોક્ષ-બન્નેનાં યથાર્થ સ્વરુપને જણાવનારા હોવાથી જેમ એક પ્રદીપ્ત દવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે, છતાં તે દીવો પ્રદીપ્ત-પ્રકાશમાન જ રહે છે, તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વઅને પર-પોતાના અને બીજા આત્માઓના પ્રકાશક-ઉદ્ધારક હોય છે. સૂર્ય જેવા પ્રતાપી, ચન્દ્ર જેવા સૌમ્ય-શીતલ અને ક્રાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્ય ભગવંતોના ચરણોમાં જે પુણ્યશાલીઓ નિત્ય પ્રણામ કરે છે, તેઓ ધન્ય છે. [૩૨]આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગવડે આ લોકમાં કિતિ, પરલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનુત્તર-અનન્ય બોધિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય [૩૩દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશા તેમના ગુણોનું સ્મરણ કરતા પોતાના આસન-શયનાદિ મુકી દે છે. [૩૪]દેવલોકમાં ક્ષમતી અપ્સરાઓના મધ્યમાં રહેલા દેવો પણ નિર્ગસ્થ પ્રવચનનું સ્મરણ કરતાં તે અપ્સરાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે. [૩૫]જે સાધુઓ છ8, અઠ્ઠમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં ગુરૂ વચનનું પાલન કરતા નથી. તેઓ અનંત સંસારી બને છે. 36 અહિં ગણાવ્યા છે અને બીજા પણ ઘણા આચાર્ય ભગવંતોના ગુણો હોવાથી તેની સંખ્યાનું પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને સંક્ષેપમાં કહીશ. [૩૭]જે હમેશા નમ્રવૃત્તિ વાળો, વિનીત, મદ્રહિત, ગુણને જાણનારો, સુજન-સજ્જન અને આચાર્ય ભગવંતના અભિપ્રાય-આશયને સમજનારો હોય છે, તે, શિષ્યની પ્રશંસા પંડિત પુરૂષો પણ કરે છે. (અર્થાત્ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે. [૩૮]શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા- અનુકૂળતા વિગેરેને સહી લેનાર-ખમી ખાનાર શિષ્યને કુશલ પુરૂષો વખાણે છે. [૩૯]લાભ કે અલાભ ના પ્રસંગમાં પણ જેના મુખનો ભાવ બદલાતો નથી અથાત્ હર્ષ કે ખેદ યુક્ત બનતો નથી, તેમજ જે અલ્પ ઈચ્છાઓ વાળો અને સદા સંતુષ્ટ હોય છે, તેવા શિષ્યની પંડિત પુરૂષો પ્રશંસા કરે છે. [40] જે છ પ્રકારના વિનયની વિધિ ને જાણનારો તથા આત્મિક હિતની રુચિ દ: ખ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org