Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ ગાથા -164 છે ન સમ્યકત્વથી યુક્ત વિશુદ્ધ બુદ્ધિ મળી છે. [ ૧૪]દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરે છે. [15] દઢ-બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વ-પુરૂષોએ આચરેલા જિન-વચનના માર્ગને છોડતા નથી, તેઓ સર્વ દુઃખોનો પાર પામી જાય છે. [16] જે ઉદ્યમી પુરૂષો ક્રોધ, માન, માયા, લોભ, તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે, તેઓ પરમ-શાશ્વત સુખ રુપ મોક્ષને અવશ્ય સાધે છે. [૧૭]પુરૂષના મરણ સમયે માતા, પિતા, બધુઓ, કે પ્રિય મિત્રો કોઈપણ જરાએ આલંબન રુપ બનતા નથી અર્થાતુ મરણથી બચાવી શકતા નથી. [૧૬૮ીચાંદી, સોનું, દાસ, દાસી રથ-ગાડાં તથા પાલખી વગેરે કોઈપણ બાહ્ય વસ્તુઓ પુરૂષને મરણ સમયે કામ આવતાં નથી, આલંબન આપી શકતા નથી. [૧૬]અશ્વબળ, હસ્તીબળ, સૈનિકબળ, ધનુર્બળ, કે રબળ આદિ કોઈ બાહ્ય સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી. [૧૭]આ રીતે સંકુલેશને દૂર કરી, ભાવશલ્યનો ઉદ્ધાર કરનાર આત્મા જિનોતિ સમાધિમરણની આરાધના કરતો શુદ્ધ થાય છે. | [૧૭૧]વ્રતોમાં લાગતા અતિચારો-દોષોની શુદ્ધિના ઉપાયને જાણનાર મુનિ પણ પોતાના ભાવશલ્ય ની વિશુદ્ધિ ગુરુ આદિ પસાક્ષીએ જ કરવી જોઈએ. [૧૨]જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈદ્ય પણ પોતાના રોગની વાત બીજા કુશળ વૈદ્યને કરે છે, અને તેની બતાવેલી ચિકિત્સા કરે છે. તેમ સાધુ પણ યોગ્ય ગુરુની આગળ પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે. ૧૭૩]આ રીતે મરણકાલના સમયે મુનિને વિશુદ્ધ પ્રવ્રજયા-ચારિત્ર ઉત્પન્ન થાય છે, જે સાધુ મરણ સમયે મોહ પામતો નથી, તેને આરાધક કહ્યો છે. ૧૭૪-૧૭પોહે મુમુક્ષ આત્માઓ ! વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચરણ-ગુણ અને મરણગુણની વિધિને સાંભળીને, તમે એવી રીતે વર્તે- કે જેથી ગર્ભવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતન થી સર્વથા મુક્ત બની શકાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ | 30 ચંદાઝય પયનો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયનો (2) ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23