Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ૮દ ચંદાઝયં-૧૪૭] નિમમત્વ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે છે. ૧૪૮]મોક્ષમાર્ગમાં લીન-તત્પર બનેલા જે મહામુનિઓ, અવિરહિતગુણોવાળા બનીને આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ ક્ય વિના વિચારે છે તેઓને ધન્ય છે. [૧૪]બુદ્ધિમાન પુરૂષે મરણ સમુદ્ધાતના સમયે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા, પ્રબળ પુરૂષાર્થ અવશ્ય કરવો જોઈએ. [૧૫]ખેદની વાત છે કે મહાન ધીર પુરૂષો પણ બળવાન મરણ ઉપસ્થિત થાય, ત્યારે મરણસમુઘાતની તીવ્ર વેદનાથી વ્યાકુલ બની મિથ્યાત્વ દશા પામે છે. [૧પ૧તે કારણને લઈને બુદ્ધિશાલી મુનિએ ગુરૂની પાસે દીક્ષા દિવસથી થયેલા સર્વ પાપોને યાદ કરીને, તેની આલોચના, નિંદા-ગહ કરવા દ્વારા તે ઋણ-પાપની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. [૧૫ર તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત આપે તેની ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે અને ગુરુનો અનુગ્રહ માનતો કહે છે કે “ભગવનું ! આપનું આપેલું પ્રાયશ્ચિત-તપ હું કરવાને ઈચ્છું છું, આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવ સાગરથી પાર ઉતાર્યો છે. [૧પ૩પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ અપરાધ થઈ જાય-અતિચાર સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરી લેવું જોઈએ. [૧૫૪પ્રમાદની બહુલતાવાળા જીવને વિશુદ્ધિ પ્રાયશ્ચિતથી જ થઈ શકે છે, ચારિત્રની રક્ષા માટે તેના અંકુશભૂત પ્રાયશ્ચિતનું અવશ્ય આચરણ કરવું જોઈએ. [૧પપશલ્યવાળા જીવોની કદાપિ શુદ્ધિ થતી નથી. એમ સર્વભાવદર્શી શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની છે. [૧૫]એક વાર પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનેક જન્મ અને મરણ કરતાં ભમે છે. " [૧પ૭]જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ચિરકાલ સુધી વિચારીને પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરે તો તેને જ્ઞાની પુરૂષોએ અનારાધક-આરાધના રહિત કહ્યો છે. [૧૫૮-૧૫૯]ઘણા સમય પર્યત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જો સંવૃત્ત બની મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેવરોએ આરાધક કહ્યો છે. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાન્તિ રહિત બની સંથારો-સ્વીકારી રહેલો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. [૧૬૦-૧૩મા આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. શેષ સવે-દહાદિ બાહ્ય પદાર્થો સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એક છું, મારું કોઈ નથી, અથવા હું કોઈનો નથી. જેનો હું છું તેને હું જોઈ શકતો નથી. તેમજ એવો કોઈ પદાર્થ નથી કે જે મારો હોય. પૂર્વે ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર દેવ-પણું મનુષ્યપણું, તિર્યંચયોનિ અને નરકગતિ પ્રાપ્ત કરી ચુક્યો છું. પરંતુ દુઃખના હેતુ ભૂત એવા પોતાના જ કર્મો વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23