Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 85 ગાથા - 133 [133] સંસારનો બંધ કરાવવાળા, જીવ સંબંધી રાગ અને દ્વેષ રુપ બે પાપોને જે પુરૂષ રોકે - દૂર કરે તે મરણ સમયે અવશ્ય અપ્રમત્ત-સમાધિયુક્ત બને છે. [૧૩૪]જે પુરૂષ જીવ સાથેના ત્રણે દડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે, તે મરણ સમયે કૃત યોગી-એટલે અપ્રમત્ત રહી સમાધિ રાખી શકે છે. [૧૩પજિનેશ્વર ભગવંતોથી ગહિંત, સ્વ શરીર માં ઉત્પન્ન થતાં, ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરૂષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સિદ્ધ કરે છે. [૧૩૬]જે જ્ઞાની પુરૂષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઇન્દ્રિયોનો જ્ઞાન રુપ * અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩૭છ જીવ નિકાયનો હિતસ્વી, ઈહલોકાદિ સાતે ભયોથી રહિત, અત્યન્ત મૃદુ-નમ્ર સ્વભાવવાળો મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતો મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારી બને છે. [૧૩]જેને આઠે મદોને જીત્યા છે, જે બ્રહ્મચર્યની નવ-ગુપ્તિથી ગુપ્તસુરક્ષિત છે, ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલનમાં ઉદ્યત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમતા-સમાધિભાવ પામે છે. [13] જે અત્યન્ત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધનાને ઈચ્છતો હોય, દેવ, ગુરુ વગેરેની આશાતનાને વર્જતો હોય તથા ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુકલ-ધ્યાનને સન્મુખ થયો હોય, તે મરણમાં અવશ્ય સમાધિ પ્રાપ્ત કરે છે. [ ૧૦જે મુનિ બાવીસ પરીષહો અને દુઃસહ એવા ઉપસર્ગોને શુન્ય- સ્થાનો કે ગામ નગર આદિમાં સહન કરે છે, તે મરણકાલે સમાધિમાં ઝીલી શકે છે. [૧૪૧ધન્ય પુરૂષોના કષાયો બીજાના ક્રોધાદિક કષાયોથી અથડાવા છતાં-સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી [૧૪]શ્રમણ ધર્મને આચરનારા સાધુને જો કષાયો ઉત્કટ કોટિના હોય તો. તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિષ્ફળ છે, એમ મારું માનવું છે. [૧૪૩]કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ ચારિત્ર પણ કષાયથી કલુષિત ચિત્તવાળો પુરૂષ એક મુહૂર્ત માત્રમાં હારી જાય છે. [૧૪]અનંતકાલથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલા કને, રાગ-દ્વેષને પરાસ્ત કરનાર-હણી નાખનાર મુનિ માત્ર કોટિ પૂર્વ વષોંમાં જ ખપાવી દે છે. [૧૪]જો ઉપશાંત કષાયવાળો- ઉપશમ શ્રેણીમાં આરુઢ થયેલો યોગી પણ અનંત વાર પતન પામે છે. તો બાકી રહેલા થોડાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય? [૧૪]જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમકુશળ છે, એમ જાણે, ને કષાયો જીતાયા હોય તો સાચો જ જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે અને જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો, અવિનાશી સુખ અવશ્ય મળવાનું છે, એમ જાણે. [૧૪૭]ધન્ય છે, તે સાધુ ભગવંતોને-જે હંમેશા જિન-વચનમાં રક્ત રહે છે, કષાયો ઉપર કાબૂ-જય મેળવે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે જેને રાગ નથી અને નિરસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23