________________ ગાથા- 0 જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોને પણ બુદ્ધિમાન પુરૂષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચારિત્રનો હેતુ છે, [૭૧]જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે, એટલે કે ધર્મના સાધનભૂત એ બન્ને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય છે. ૭િરજ્ઞાન વિનાનું એકલું ચારિત્ર (ક્રિયા) અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. પરંતુ (ક્રિયા) સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [૭૩]જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન ન બની શકે. * [૭૪]અસંયમ અને આજ્ઞાનદોષથી ઘણા ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મ મલને જ્ઞાની ચારિત્રના પાલન વડે સમૂલ ખપાવી નાંખે છે. [૭પોશસ્ત્ર વિનાનો એકલો સૈનિક, કે સૈનિક વિનાના એકલા શસ્ત્રોની જેમ જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચારિત્ર વિનાનું જ્ઞાન મોક્ષ સાધક બનતું નથી. * [૬]મિથ્યાદષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્રના ગુણો હોતા નથી, ગુણ વિના સંપૂર્ણક્ષય રુપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિવણ-પરમ શાંતિનો અનુભવ થતો નથી. [૭૭]જે જ્ઞાન છે, એ જ કરણ-ચારિત્ર છે, જે ચારિત્ર છે, એ જ પ્રવચનનો સાર છે. અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે. એમ જાણવું. [૩૮]પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરૂષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓ જ પુરાતન-જુનાં કર્મોનો ક્ષય કરે છે.' ૭૯]જ્ઞાનથી સમ્યક ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્ય ક્રિયાના યોગથી ભાવ ચારિત્ર ની વિશુદ્ધિ થાય છે. [૮]જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિન શાસનમાં મોક્ષ કહ્યો છે. [૧]જગતના લોકો ચન્દ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પુરૂષના મુખને વારંવાર જુએ છે. એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્ય કારક અને અતિશય સુંદર કયી વસ્તુ છે ? 82 ચન્દ્રથી જેમ શીતલ - સ્નાનનિકળે છે, અને તે સર્વ લોકોને આનંદિત-આલ્હાદિત કરે છે. એમ ગીતાર્થ-જ્ઞાની પુરૂષોના મુખથી ચંદન જેવા શીતલ જિનવચનો નિકળે છે, જે સાંભળીને મનુષ્યો ભવાટવીનો પાર પામી જાય છે. 8i3] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮૪]જેમ દોરા વિના સોય નજરમાં નહિં આવતાં ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ત્ર બોધ વિના મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. [૮૫]શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું યથાર્થદર્શન થવાથી, તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે. Jai EScaton International For Private & Personal Use Only www.jainelibrary.org