Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 80 ચંદાઝયં- [5] કૃતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વ કમને ખપાવી દે છે. પિપી જે પુરૂષ વિનયવહે અવિનય ને જીતી લે છે, શીલસદાચાર વડે નિશીલત્વ-દુરાચાર ને જીતી લે છે, અને અપાપ-ધર્મવડે પાપ ને જીતી લે છે, તે ત્રણે લોકને જીતી લે છે. પિક-પ૭પુરૂષ-મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો કૃતધર-ગીતાર્થ પુરૂષો તેની પ્રશંસા કરતા નથી. બહુ મૃત પુરૂષ પણ ગુણહીન, વિનયહીન અને ચારિત્રયોગમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરૂષો તેને અલ્પશ્રુત વાળો માને છે. પ૮]જે તપ, નિયમ અને શીલથી યુક્ત હોય, જ્ઞાન દર્શન અને ચારિત્રયોગમાં સદા ઉઘત-તત્પર હોય તે અલ્પ મુતવાળો હોય તો પણ જ્ઞાની પુરૂષો તેને બહુશ્રુતનું સ્થાન-માન આપે છે. પ૯]સમ્યકત્વમાં જ્ઞાન સમાયેલું છે ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બનેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળવડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ-સ્વાધીન બને છે [0]મોક્ષ ફળ ને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો. વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિષ્ફળ-નિરર્થક બને છે [૬૧]અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મ ભૂમિઓ માં મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા સર્વ પ્રથમ વિનયનો જ ઉપદેશ આપ્યો છે. [2] જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે. કારણ કે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરુપ જાણી શકાય છે. [૬૩મનુષ્યોના સંપૂર્ણ ચારિત્રનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત આથી વિનય-હોન મુનિની પ્રશંસા નિગ્રંથ મહર્ષિઓ કરતા નથી. ઈ૬૪ બહુશ્રુત હોવા છતાં જે અવિનીત અને અલ્ય શ્રદ્ધા-સંવેગવાળો છે, તે ચારિત્રને આરાધી શકતો નથી અને ચારિત્ર-ભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. * [૬૫]જે મુનિ થોડા પણ શ્રુતજ્ઞાનથી સંતુષ્ટ ચિત્તવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે તથા પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે, તે અવશ્ય ચારિત્રની આરાધક થાય છે. દિઘણા શાસ્ત્રોનો અભયાસ પણ વિનય રહિત સાધુને શું લાભ કરી શકે? લાખો કરોડો ઝગમગતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ! [૭]આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે વિનય પૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો-લાભોનું વર્ણન કરું છું. તે સાંભળો. [૬૮]શ્રી જિનેશવર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શકય નથી. માટે તે પુરૂષો ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની અને ચારિત્ર સંપન્ન છે. [૬૯-૭૦સુર, અસુર, મનુષ્ય, ગરુડફુમાર, નાગકુમાર તથા ગંધવદિવો વગેરે સહિત ઉર્ધ્વલોક, અધોલોક અને તિછલોકનું વિશદ સ્વરુપ શ્રુતજ્ઞાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23