Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ચંદાઝયં [8] [૮]જેમ વૈદ્ય વૈદક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચારિત્રની શુદ્ધિ કેમ કરવી, તે સારી રીતે જાણે છે. (૮૭)વૈદક ગ્રન્થોના અભ્યાસ વિના જેમ વૈધ વ્યાધિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. [88] તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ શ્રીતીર્થંકર પ્રપિતા આગમોના અર્થ પૂર્વકના અભ્યાસમાં સતત ઉદ્યમ કરવો જોઈએ. [89 શ્રી જિનેશવર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અત્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ નથી અને થશે પણ નહિં [૯]જ્ઞાનાભ્યાસની. રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉદ્યમ અવશ્ય કરવો જોઈએ. કેમકે બુદ્ધિ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. [૧]અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલા કર્મને ઉપયોગ યુક્ત આત્મા પ્રતિ સમય ખપાવે છે પણ સ્વાધ્યાયથી ઘણા ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપાવે છે. [૨]તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય. કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છવસ્થ જીવો કેવલી ભગવાન ને પૂછે, એટલે કે લોકમાં છમસ્થ જીવોને પોતાની જિજ્ઞાસાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. ૩િ-૯૪ોજે કોઈ એક પદના શ્રવણ-ચિંતનથી મનુષ્ય સતત છે. વૈરાગ્યને પામે છે તે એક પદ પણ સમ્યગુ જ્ઞાન છે. કારણ કે–જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તેજ તેનું સાચું જ્ઞાન છે. વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, તે પદને મરણ સુધી પણ મુકવું ન જોઈએ. 1 [5] જિન શાસનના જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તેજ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મ-યોગની આરાધના દ્વારાવિશિષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાખે છે. ૯િ૭મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન-થવું એ અત્યન્ત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શકય નથી. તેથી તે દેશ-કાલમાં એક પણ પદ નું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે તેને જિનેશ્વરે આરાધક કહ્યો છે. [૯૮]સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિ પૂર્વક કાળ કરી ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે. અથતું નિવણ-શાશ્વત પામે છે. [૯]આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો- મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવ્યા. છે. હવે ચારિત્રના વિશિષ્ટ ગુણો એકાગ્ર ચિત્તવાળા બનીને સાંભળો. [10] જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સર્વ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે. [૧૦૧]વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરૂષો જિનવચનનું પાલન કરે છે, તે ગુણ-સમૃદ્ધ મુનિઓ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સ્ટેજ પણ વિષાદ-ગ્લાનિ અનુભવતા નથી. [૧૦૨]દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર નથી કર્યો, તે દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સદાય છે. [13] જે દઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23