________________ []. नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ક ૩૦ચંદાવેજુયં પSણયો Lizzzzzzzzzzzz સાતમું પ્રકિર્ણક-ગુર્જર છાયા) views વિલોક પુરૂષ ના મસ્તક [સિદ્ધશિલા] ઉપર સદા વિરાજમાન વિકસિત-પૂર્ણ, શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [2] આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રોજનાગમો ના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેને ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો [૩]વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, અને મરણ ગુણ. ને હું કહીશ. [૪]જેમની પાસેથી વિદ્યા-શિક્ષા મેળવે છે, તે આચાર્ય-ગુરૂનો જે મનુષ્ય પરાભવ તિરસ્કાર કરે છે, તેની વિદ્યા ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી હોય તો પણ નિષ્ફળ થાય છે પિકની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડ અભિમાની અને વિનયહીન જીવ જગતમાં કયાંય યશ કે કિતિ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ પામે છે. [5]ગુરુજનોએ ઉપદેશેલી વિદ્યાને જે મનુષ્ય વિનય પૂર્વક પ્રહણ કરે છે, તે , સર્વત્ર આશ્રય, વિશ્વાસ અને યશ-કીર્તિ પ્રાપ્ત કરે છે. [૭]અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિદ્યા ગુરુજનો ના પરાભવ કરવાની બુદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮-૯]વિદ્યા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે. દુર્વિનીત-અપાત્રને આપવા યોગ્ય નથી. કેમકે દુર્વિનીત વિદ્યા અને વિદ્યાદાતા ગુરૂ-બનેનો પરાભવ કરે છે. વિદ્યાનો પરાભવ કરતો અને વિદ્યાદાતા આચાર્યના ગુણોને પ્રગટ નહીં કરતો-પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનીત જીવ ઋષિઘાતકની ગતિ એટલે નરકાદિ દુર્ગતિનો ભોગ બને છે. [૧૦]વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાલી પુરૂષવડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org