Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
( ૧૧ ).
તેમાં વાદિવેતાલ પૂ૦ શ્રી શાન્તિસૂરિજી મહારાજની ટીકા તો સર્વશ્રેષ્ઠ સર્વ દર્શનેના જ્ઞાનની સાથે જૈનદર્શનનું દટીકરણ કરવા માટે અમોદ્ય શસ્ત્ર જેવી છે. આમ તે આ ગ્રન્થ કથાનુગમાં પ્રવિષ્ટ છે, પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણું તે પીરસી જાય છે, એ તો એના અધ્યયનશીલોને વિદિત જ છે.
“સાજ સમો તો નOિ” શ્રી જૈનશાસનમાં સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સ્વાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનને દેવોને સાગરોપમોને કાળ તત્ત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવોનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આમાથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જેવો માનીને તેને સ્વાધ્યાયમાં ઉપયોગ કરી રહ્યા છે. મૂલ ગ્રન્થને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તેવો રસ નથી જન્માવતી. એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાનો શુભાશય પેદા થયે અને એ સ્વન, આ ગ્રન્થ પ્રથમ ભાગ તરીકે પ્રગટ થતાં આકાર લઈ રહ્યું છે એમ કેમ ન મનાય ?
આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનમૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે–સ્વાધ્યાયરસિક પુણ્યાત્માઓ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રકૃતિ પ્રવાસને સાર્થક બનાવશે જ.
શાસનરક્ષક, રિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, -વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ–પ્રશમ–શાન્ત-રસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org