Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Jaykirtisuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય “દુષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા”...!! આગમગ્રંથોમાં પ્રથમ ગ્રંથ “ઉત્તરાધ્યયન' છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર એટલે સાધનામાર્ગનો સંદર્શક એક અદ્ભુત ગ્રંથ !! સાધુ-સાધ્વીજી ભગવંતો માટે આચારપાલનનો માર્ગદર્શક ગ્રંથ !! ઉત્તમ પ્રકારના આચારો અને ઉત્તમ પ્રકારના આચારપાલકોના દૃષ્ટાંતોથી ભરપૂર પરમાત્માની દેશનાનો આ ગ્રંથ !! ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પૂર્વના મહર્ષિઓએ ઘણી ટીકાઓ રચી છે, તેમાંથી અમારી સંસ્થા દ્વારા અગાઉ “લક્ષ્મીવલ્લભીય’ ટીકાયુક્ત ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત થયેલ છે. ત્યારપછી ભાષાંતર માટે પ્રેરણા થતાં મૂલ, સંસ્કૃતછાયાનુવાદ, ગુર્જરભાષાનુવાદ અને કથાસમેત ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૧-૨ પ્રકાશિત કરવામાં આવેલ છે, ત્યારપછી પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીકમલવિજયમહારાજ દ્વારા રચિત અને પરમપૂજય મુનિ શ્રીજયંતવિજયમહારાજ દ્વારા સંશોધિત “સર્વાર્થસિદ્ધિ ટીકાયુક્ત ઉત્તરજ્જયણાણિ ભાગ ૧-૨ પ્રકાશિત કરવામાં આવેલ છે, ત્યારપછી હવે પરમપૂજય આચાર્યવર્ય શ્રી જયકીર્તિસૂરિમહારાજ રચિત “દીપિકા ટીકાયુક્ત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨ પ્રકાશિત કરતાં અને અત્યંત આનંદનો અનુભવ કરીએ છીએ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પરમપૂજ્ય શાજ્યાચાર્યમહારાજરચિત “શિષ્યહિતા'નામક બૃહટ્ટીકાની રચના થયેલ છે એ બૃહદ્દીકા અને “ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની નિયુક્તિના આધારે, વિધિપક્ષીય પરમપૂજ્ય આચાર્ય જયકીર્તિસૂરિમહારાજે “દીપિકા'વૃત્તિની રચના કરેલ છે. ઘણા વર્ષો પૂર્વે પંડિત શ્રી હીરાલાલ હંસરાજ–જામનગરવાળાએ આ ટીકા પ્રકાશિત કરેલ છે, તે વર્ષો પૂર્વેની પ્રત કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી અત્યંત જીર્ણશીર્ણ હાલતમાં પ્રાપ્ત થતાં આ ટીકા પૂ.સાધુ-સાધ્વી ભગવંતોને વાંચન માટે ઉપયોગી બને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 350