Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust
View full book text
________________
********** **(શ્રવણ ઝૂ મ ) * * *** *** ** લોકોમાં જૈનધર્મની પ્રશંસા થાય કે- અહો! જૈન સાધુઓ નિઃસ્પૃહી છે. અને તેથી ઉતરવાની જગ્યા મળે. પણ કોઈ ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એકજ ઘર હોય, તો તે શ્રાવકને ઘેર સાધુ રાતના ચાર પહોર જાગતા રહે, પ્રભાતનું પડિકમણું-પડિલેહણ બીજે સ્થાને કરે, તો તે શ્રાવક શય્યાતર કહેવાય નહીં, એટલે તેના ઘરનું આહારપાણી વિગેરે કલ્પે, તેને ઘેરથી આહાર પાણી લે તો દોષ ન લાગે. શય્યાતર ની પણ આટલી વસ્તુઓ સાધુઓને કલ્પતૃણ, માટીનું ઢેડું, રાખ, માત્રુ (પેશાબ) કરવાની કુંડી, પાટલો, પાટ, પાટિયું, શય્યા, સંથારો, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિખ ૩.
૪. રાજપિંડ એટલે સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજયભિષેક કરેલ જે રાજા, તેનો આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ “એ આઠ પ્રકારનો પિંડ પહેલા અને છેલ્લાં તીર્થકરના સાધુને કહ્યું નહીં. કારણ કે, તેને ઘેર જતાં આવતાં સાધુને ખોટી થવું પડે, અને તેથી સ્વાધ્યાયધ્યાનમાં વ્યાઘાત થાય. સાધુને અમંગલિક માને તો અપમાન કરે, શરીરે નુકશાન પણ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ ઘોડા હાથી વિગેરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય. વળી લોકોમાં નિંદા થાય કે સાધુઓ રાજપિંડ લે છે ઇત્યાદિ ઘણા દોષોનો સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જિનના સાધુને રાજપિંડ કહ્યું નહીં. પણ શ્રી અજિતનાથ વિગેરે બાવીશ સાધુને રાજપિંડ કહ્યું. કારણ કે તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન-ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા દોષોનો તેમને અભાવ હોવાથી રાજપિંડ કહ્યું. પહેલા જિનના સાધુ ઋજુ અને જડ-મૂર્ખ હોય છે, તથા છેલ્લા જિનના સાધુ વક્ર એટલે વાંકા અને જડ-મૂર્ખ હોય છે, તેથી રાજપિંડ કહ્યું નહીં. ૪.
૫. કૃતિકર્મ એટલે વંદન. સર્વ તીર્થકર સાધુઓ દીક્ષા પર્યાયન ક્રમથી પરસ્પર વંદન કરે. પરંતુ સાધ્વી ઘણા વરસની દીક્ષિત હોય, અને સાધુ નવો દીક્ષિત હોય, તો પણ સાધ્વી સાધુને વાંદે, કારણ કે- ધર્મમાં પુરુષ પ્રધાન છે. જો સાધુ સાધ્વીને વાંદે તો લોકમાં નિંદા હોય કે, “જૈન ધર્મ તો ઉત્તમ છે, પણ તે ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધ્વીને પગે લાગે છે' આવી રીતે ઘણા લોક કર્મ બાંધે. વળી સાધ્વી સ્ત્રી જાતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વાંદે છે. ઇત્યાદિ ઘણ દોષનો સંભવ છે, તેથી આજના દીક્ષિત સાધુને પણ સાધ્વી વંદન કરે ૫.
૬. વ્રત એટલે મહાવ્રત. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજિતનાથ પ્રમુખ બાવીશ જિનના સાધુને ચાર મહાવ્રત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં જ થઈ જાય છે, કારણ કે-તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે કે સ્ત્રી પણ પરિગ્રહજ છે, તેથી પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચખાણ થઈ જ ગયું. પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞા નહીં હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાંચ મહાવ્રત છે.
૭.જયેષ્ટ કલ્પ એટલે વૃદ્ધ-લઘુપણાનો વ્યવહાર . પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુની વડી દીક્ષાથી માંડીને વૃદ્ધ લઘુપણાની ગણના કરવી, અને અજીતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થંકરના સાધુને તો અતિચાર રહિત ચારિત્ર હોવીથી દીક્ષાના દિવસથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી. પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વિગેરે સંઘાતે યોગ વહન કરે, અને સંઘાતે વડી દીક્ષા લે તો તેમને ક્રમ પ્રમાણ વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જો પુત્ર વડી દીક્ષા લેવાને યોગ્ય થયો હોય, પિતા ન થયો હોય, તો થોડા દિવસ વિલંબ કરીને પિતાને જવૃદ્ધ સ્થાપવો. જો તેમ ન કરીએ, અને પુત્રને મોટો સ્થાપીએ, તો પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું મોટું આંતરું હોય, તો ગુરુમહારાજ પિતાને સમજાવે કે - “હે મહાભાગ્યવંત! તમારો પુત્ર મોટો થશે તો તમોનેજ મોટાઈ છે, તમે કહો તો તમારા પુત્રને વડી દીક્ષા આપીએ'. એવી રીતે સમજાવાથી
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 304