Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ સૂત્ર-૪ અભાવ કહ્યો. તથા ઘણાં દાસી-દાસ-બળદ-ગાય-ઘેટા છે, તેના યંત્ર, કોશ, કોષ્ઠાગાર ભરેલા છે. શારીકિ-માનસિક બળ જેનામાં છે તે. દુર્બળોનો અકારણ વત્સલ છે, આવો થઈ રાજ્ય ચલાવે છે. ૨૩ કેવું રાજ્ય ? તે કહે છે – દેશ ઉપદ્રવકારી કંટકને અપહરેલ - ૪ - ઉપદ્રવ કરનારા માન-મ્લાનિમ આપાદિત કંટક જેમાં છે તે મલિન કંટક, સ્વદેશ કે જીવિતના ત્યાગ વડે કંટકો જેમાં ઉદ્ધૃત કરાયા છે, તે ઉદ્ધૃત કંટક, પ્રતિમલ્લ રૂપ કંટક જેમાં વિધમાન નથી તે પ્રતિમલ્લ કંટક, પ્રત્યેનીક-શત્રુ રાજા અપહૃત કરાયેલ છે, સ્વ અવકાશમાં અપ્રાપ્ત કરાયેલ છે તે અપહતશત્રુ, રણાંગણમાં શત્રુને પાડી દીધેલ છે તે નિહતશત્રુ, તેના સૈન્યના ત્રાસને દૂર કરીને-માનાદિ દૂર કરીને શત્રુ નિવાર્યા છે, તે મલિન શત્રુ. - x - આ બંને વિશેષણને નિર્જિત શત્રુ, પરાજિત શત્રુપણે પણ કહ્યા છે. દુર્ભિક્ષ, દોષ, મારી જેમાંથી ચાલ્યા ગયા છે તે. સ્વદેશસ્થ કે પરશત્રુકૃત્ ભયથી વિમુક્ત કરેલ, તેથી જ નિરુપદ્રવ, શાંત, દીન-અનાયાદિને શુભ-ભિક્ષા પ્રાપ્ત કરાવેલ છે. તથા વિઘ્ન, રાજકુમારાદિ કૃ વિડ્વર જેમાં પ્રશાંત કરાયા છે તેવું રાજ્ય. હવે દેવી વર્ણન-સુકુમાર હાથ-પગવાળી, અન્યન, સ્વરૂપથી પ્રતિપૂર્ણ લક્ષણથી પાંચે ઈન્દ્રિયો જેમાં છે તેવા શરીરવાળી. લક્ષણ-સ્વસ્તિક, ચક્રાદિ. વ્યંજન-મષી, તિલકાદિ. ગુણ-સૌભાગ્ય આદિ, તેનાથી યુક્ત. તે રીતે માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત. [આ ત્રણે શબ્દોની વ્યાખ્યા ઉવવાઈ સૂત્ર મુજબ જાણી લેવી. અચૂન, જન્મદોષ રહિત સર્વે અંગો-મસ્તકાદિ જેના છે તેવી સુંદરાંગી. તથા ચંદ્રવત્ સૌમ્ય આકારવાળી, કમનીય, જોનારને આનંદ ઉપજાવનાર દર્શનવાળી, તેથી જ સુરૂપા. મુઠ્ઠીમાં ગ્રાહ્ય એવા પ્રશસ્ત લક્ષણયુક્ત ત્રણ વલિ-રેખા યુક્ત કમરવાળી... તથા કુંડલો વડે ધૃષ્ટ કપોલ વિરચિત મૃગમદાદિ રેખાયુક્ત. કારતક પૂનમના ચંદ્રવત્ નિર્મળ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી, શ્રૃંગાર રસના ઘર જેવી અથવા મંડનઆભૂષણના આટોપથી પ્રધાન આકૃતિવાળી, સુંદર વેશભૂષાયુક્ત, સંગત એવા ગમનહસિત-ભણિત-ચેષ્ટિત-વિલાસ-લલિત-સંલાપ-નિપુણ ચુક્તોપચાર કુશળ એવી. તેમાં સંગત-અગુપ્તપણે તેના ગૃહમાં અંતર્ગમન પણ બહાર સ્વેચ્છાચારીપણે નહીં તે, હસિત-માત્ર મૃદુહાસ્ય પણ અટ્ટહાસ્ય નહીં. પ્રયોજન ઉત્પન્ન થતાં જે માત્ર વિવક્ષિત અર્થનું પ્રતિપાદન રૂપ ભણિત, ચેષ્ટિત-જે સ્તન, જઘનાદિ અવયવ આચ્છાદન પરત બેસવું, સુવું આદિ. વિલાસ-સ્વકુલોચિત શ્રૃંગારાદિકરણ, સુંદર સ્તન, જઘન, વદન આદિના વિલાસથી યુક્ત અથવા સ્થાન, આસન, ગમનાદિ રૂપ ચેષ્ટા વિશેષ - <x - વિલાસ તે નેત્રજન્ય વિકાર. - - તે કાળે તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર ચાવત્ ચોત્રીશ બુદ્ધવચનાતિશય સંપ્રાપ્ત, પાત્રીશ સત્ય વચનાતિશય સંપ્રાપ્ત, આકાશગત ચક્ર-છત્ર-શ્વેતયામર-સ્ફટિકમય પાદપીઠ સહિતનું સીંહાસન, આગળ ચાલતો ધર્મધ્વજ, ૧૪,૦૦૦ શ્રમણો, ૩૬,૦૦૦ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ શ્રમણીથી સંપવૃિત્ત, અનુક્રમે વિચરતા, ગામથી ગામ જતાં, સુખે સુખે વિહાર કરતા આમલકલ્પા નગરીના વનખંડમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટકે આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહની યાચના કરીને ત્યાં પૂર્વાભિમુખ રહી, પદ્માસને બેસી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. ર અહીં યાવત્ શબ્દથી આદિકર, તિર્થંકર ઈત્યાદિ સમસ્ત વર્ણન ‘ઉવવાઈ’ સૂત્રાનુસાર કહેવું, તે અહીં લખેલ નથી. અરહંત ભગવંતના ચોત્રીશ વચનાદિ - બધાંને સ્વ ભાષામાં અનુગત ધર્મ અવબોધકર વચન ઈત્યાદિ ઉક્ત સ્વરૂપ જે અતિશય, તેને પ્રાપ્ત. અહીં વચનાતિશયનું ઉપાદાન અત્યંત ઉપકારીપણાથી પ્રાધાન્ય જણાવવા માટે છે. અન્યથા દેહની વિમલતા આદિ તે કહેવાય છે. જેમકે વિમલ સુગંધી દેહાદિ. પાત્રીશ સત્ય વચનાતિશય સંપ્રાપ્ત, તે આ પ્રમાણે – (૧) સંસ્કારવત્વસંસ્કારાદિ લક્ષણ યુક્ત, (૨) ઉદાત્તત્વ-ઉચપણે વર્તિત, (૩) ઉપચારોપેતત્વ-અગ્રામ્યતા (૪) ગંભીર શબ્દવ-મેઘની માફક, (૫) અનુનાદિત્વ-પડઘા યુક્ત, (૬) દક્ષિણત્વસરળતા, (૭) ઉ૫નીત રાગત્વ-શ્રોતાજનમાં સ્વવિષય બહુમાન ઉત્પાદક. આ સાત શબ્દાપેક્ષ અતિશયો છે. હવે અર્થ આશ્રિત અતિશયો – (૮) મહાત્વ-પરિપુષ્ટ અર્થ અભિધાયિતા, (૯) અવ્યાહતૌર્વા પર્યત્વ-પૂર્વાપર વાક્યમાં અવિરોધ, (૧૦) શિષ્ટત્વ-વક્તાનું શિષ્ટત્વ સૂચક, (૧૧) અસંદિગ્ધત્વ-પરિસ્ક્રૂટ અર્થના પ્રતિપાદનથી, (૧૨) અપહત અન્યોત્તત્વપરદૂષણના વિષય રહિત, (૧૩) હૃદયગ્રાહિત્વ-દુર્ગમ અર્થનો બીજાના હૃદયમાં પ્રવેશ કરાવવાથી, (૧૪) દેશકાળ અવ્યતીત્વ-પ્રસ્તાવ ઉચિતતા, (૧૫) તત્ત્વાનુરૂપ-વિવક્ષિત વસ્તુ સ્વરૂ૫ અનુસારિતા, (૧૬) પ્રકીર્ણ પ્રસૃતત્વ-સંબંધાધિકાર પરિમિતપણું, (૧૭) અન્યોન્ય ગૃહીતત્વ-પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતા, (૧૮) અભિજાતત્વ-યયા વિવક્ષિત અર્થની અભિધાનશીલતા. (૧૯) અતિ સ્નિગ્ધમધુત્વ-ભુખ્યાને ઘી-ગોળની જેમ ઉપકારી. (૨૦) અપરમર્મવધિત્વ-બીજાના મર્મોને ન ઉઘાડવા રૂપ, (૨૧) અર્થધર્માભ્યાસ અનપેતત્વ - અર્થ-ધર્મની પ્રતિબદ્ધતા, (૨૨) ઉદારત્વ-અતિ વિશિષ્ટ ગુંફગુણયુક્તતા અથવા અતુચ્છ અર્થ પ્રતિપાદકતા, (૨૩) પરનિંદા આત્મોત્કર્ષ વિપ્રમુક્તત્વ-પરનિંદા કે અહંકારથી રહિત. (૨૪) ઉપગતશ્લાધવ-ઉક્તગુણયોગથી પ્રાપ્ત પ્રશંસા, (૨૫) અનુપનીતત્વ – કારક, કાલ, વચન, લિંગાદિ વ્યત્યયરૂપ વચનદોષ રહિતતા. (૨૬) ઉત્પાદિતાવિચ્છિન્નૌતુહલવ-શ્રોતાને સ્વવિષયમાં જનિત અવિચ્છિન્ન કૌતુક જેના વડે છે તે, તદ્ભાવ તત્ત્વ, (૨૭) અદ્ભુતત્વ-શ્રોતાને સ્વ વિષયમાં અદ્ભૂત વિસ્મયકારી, (૨૮) અનતિવિલંબિતત્વ-વધુ વિલંબ રહિત, (૨૯) વિભ્રમવિક્ષેપ કિલિકિંચિતાદિ વિમુક્તત્વ-વક્તાની ભ્રાંત મનસ્કતા, વક્તાની જ અભિધેય અર્થ પ્રતિ અનાસક્તત્વ, રોષમય લોભાદિ ભાવને સાથે કરવા ઈત્યાદિથી રહિત.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86