________________
૧/૯
૨૪
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
આપતિલેખિત-૬પતિલેખિત અને (૪) અપમાર્જિd-દુમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ, (૫) પૌષધોપવાસની સમ્યફ અનનુપાલના. પછી યથાસંવિભાગ દ્વતની પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - સચિત્તનિક્ષેપણા, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરન્યપદેશ, મારિતા. - - પછી અપશ્ચિમ મારણાંતિક સંaખણા ઝોષણા આરાધનાના પાંચ અતિચર જાણવા પણ ન આચરવા – ઈહલોક, પરલોક, જીવિત મરણ અને કામભોગ આશંસાપયોગ.
• વિવેચન-૯ :
મારા - ‘આનંદ’ આમંત્રણ વચન છે. - X - માર - મિથ્યાત્વ મોર્નીય ઉદય વિશેષથી અશુભ પરિણામ વિશેષ, જે સમ્યકત્વને દૂષિત કરે છે, તે ગુણીની પ્રશંસા ન કસ્વી આદિ અનેક પ્રકારે છે. વાત - સારભૂત, પ્રધાન, સ્થલપણે જેનો
વ્યવહાર થાય છે. તેમાં શંકા- સંશય કરણ, કાંક્ષા-અન્ય અન્ય દર્શનગ્રહણેચ્છા. વિચિકિત્સા - ફળ વિશે શંકા અથવા સાધુની જાત્યાદિની નિંદા, પરપાખંડ-પરદર્શનીની પ્રશંસા, સંસ્તવ-પશ્ચિય.
તથા વન્ય - દ્વિપદાદિને દોરડાથી બાંધવા. થઈ • લાકડી આદિથી મારવું. છવછે - શરીરના અવયવોનો છેદ. માર - અતિસાર આરોપણ, તથાવિઘ શક્તિરહિતને મહાભાર ભરવો. મત્તાપાવો છે - શન-પાન આદિ ન આપવા. પૂજ્યોએ કહ્યું છે - ક્રોધાદિ વડે દૂષિત મનવાળો ગાય - મનુષ્યાદિના બંધ, વધ આદિ ન કરે. “હું મારીશ નહી” આ પ્રમાણે વ્રતકતને મૃત્યુ વિના શો અતિચાર છે ? પણ જે ક્રોધિત થઈને વધ-બંધાદિ કરે, તે વ્રતી વ્રતથી નિપેક્ષ થાય છે. કાયાથી વ્રત ન ભાંગવાથી તે વ્રતી છે, પણ કોપ કરવાથી દયાહીનતાથી વ્રત ભંગ કહેવાય. તે દેશ ભંગ “અતિયાર' કહેવાય છે, હે ધીમાના આ ક્રમ બધે યોજવો.
Hસા - વગર વિચાર્યું, અભ્યાખ્યા-ખોટો દોષ ચડાવવો, જેમકે “તું ચોર છે.” અહીં તીવ્રઅંકલેશથી નહીં પણ સહસા કહેવાયું. માટે અતિચાર છે. રક્ષા - એકાંત, તે નિમિતે ખોટો આરોપ મૂકવો. જેમકે - આ લોકો એકાંતમાં રજવિરુદ્ધ મંત્રણા કરે છે. અનાભોગપણાથી આ અતિચાર છે. એકાંતના નિમિતે તે પૂર્વ અતિયારથી જુદો છે અથવા સંભવિત અર્થ કથનથી અતિયાર છે. પણ વ્રતભંગ નથી. - - સવારમંતા - સ્વ પત્ની સંબંધી વિશ્વાસનીય વાતને પ્રકાશવી. અહીં સ્ત્રીએ કહેલ પ્રકાશનીયને પ્રકાશતા લજ્જાદિ વડે મરણાદિ અનર્થ પરંપરાનો સંભવ હોવાથી પરમાર્થથી અસત્ય છે.
નવસ - બીજાને સહસા કે અનાભોગથી કે કપટથી અસત્યનો ઉપદેશ, “અમે અસત્ય બોલી બીજાને જીત્યા” એમ કહી અસત્ય બોલવા બોધ કરવો. અહીં સાક્ષાત અસત્ય પ્રવર્તન નથી. વડનૈક્ષિUT - ખોટા લેખ કરવા, પ્રમાદ કે દુર્વિવેકથી અતિયાર છે, * * બીજી વાચનામાં “કન્યાલિક, ગવાલિક, ભૂમાલિક, નાસાપહાર, કટસાક્ષિક” એવો પાઠ છે. તેને આવશ્યકાદિમાં સ્થૂલ મૃષાવાદના ભેદો કહ્યા છે. તેનો આ અર્થ સંભવે છે - તે પ્રમાદ, સહસાકાર, નાભોગાદિ વડે કહેવાતા તે
મૃષાવાદ વિરતિના અતિચાર થાય છે, બુદ્ધિપૂર્વક કહેવાતા તે વ્રત ભંગ છે, તેનું સ્વરૂપ આ છે –
વાચા - અપરિણિતા , તે માટે અસત્ય તે કન્યાલીક. અહીં કન્યાલીક વડે સર્વ મનુષ્યજાતિ જાણવું. એ રીતે ગવાલિક-ચતુષ્પદ જાતિ સંબંધી અલીક, ભૂમિ અલિક-તે સચેતન અચેતન વસ્તુ સંબંધી અપદ લક્ષણ છે. ચાસ - થાપણ, બીજાએ મૂકેલ તેનો અમલાપ કરવો. ફૂટમ્ - અસત્ય અર્થ સંવાદન વડે સાક્ષિ આપવી. - x • અહીં ન્યાસાપહાર આદિ બેમાં પહેલાં ત્રણ સમાવિષ્ટ છે, પણ પ્રાધાન્ય વિવાથી જુદા કહ્યાં.
તેનાઈડ- ચોરે લાવેલ વસ્તુ સસ્તી જાણી લોભથી ખરીદવી તે - x · અતિચાર છે. સાક્ષાત ચોરી અભાવે તે અતિચાર છે. તUોન - ચોરને ચોરી કરવા પ્રેરવા, “તમે ચોરો', અનાભોગથી તે અતિચાર છે. વિ TvrJNA • વિરુદ્ધ રાજાના રાજ્યનું ઉલ્લંઘન, અહીં રાજાની અનુજ્ઞા નથી અને ચોરીની બુદ્ધિ પણ નથી તેથી અનાભોગવી અતિચાર છે.
કુડતુલવૂડમાણે - તેમાં માન - કુડવ, કૂટવ-જૂનાધિકપણું. અનાભોગાદિથી આ અતિયાર છે. અથવા “હું ચોર નથી" કેમકે ખાતર પાડવું આદિ કર્યું નથી, તે વ્રત સાપેક્ષ હોવાથી અતિયાર છે. તત્પતિરૂપક વ્યવહા-મૂળ વસ્તુના સમાન વસ્તુનો વ્યવહાર-મૂળ વસ્તુમાં પ્રક્ષેપ, જેમકે ઘીમાં ચરબી આદિ મેળવવી અથવા ચરબીનો વૃતાદિરૂપે વ્યવહાર, તે અતિયાર,
સદાર સંતોસી - સ્વપત્ની સંતુષ્ટ. ઇવકાલ પરિંગૃહીતા-ભાડું આપીને કેટલાક કાળ-દિવસાદિ માટે સ્વવશીકૃત. ગમન-મૈથુન સેવન. અહીં અતિક્રમાદિ વડે અતિચાર છે. મuffતા • બીજા પાસેથી પરિગૃહીત અથવા પતિ વિનાની કુલાંગના શ્રી, અહીં અતિક્રમાદિથી અતિચાર છે. અા વદ - મૈથુન કાર્યની અપેક્ષાએ અનંગ-સ્તન, કાંખ, સાથળ, વદનાદિ વિશે ક્રીડા કરવી. સ્વ શ્રી સિવાયની અન્ય સાથે મૈથુનનો ત્યાગ કરી અનાણથી આલિંગનાદિથી પ્રતમાલિન્ય થાય. પરવિવાદ્વિજપા - પોતાની, પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા. અહીં બીજાના વિવાહ થકી મૈથુનની પ્રેરણા કરવી અયોગ્ય છે. -x - કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ. તેના વિશે તીવ્ર અભિલાષ, તે કામભોગ તીવાભિલપ. gિ dદાસ સંતોષી એ વિશિષ્ટ વિરતિવાળો છે, તેટલું જ મૈથુનસેવન ઉચિત છે, જેનાથી વેદ જનિત બાધા શાંત થાય છે, વાજિકરણાદિ વડે, કામશાસ્ત્ર વિહિત પ્રયોગ વડે અધિક ઈચ્છા ઉત્પન્ન કરી, સતત સુરત સુખને ઈચ્છે છે, તે પરમાર્થથી મૈથુન વિરમણવ્રતને મલિન કરે છે - X • માટે તે અતિચાર છે.
ફોન વસ્તુ પ્રમાણાતિકમ-પ્રત્યાખ્યાન કાળે ગૃહીત પ્રમાણને ઉલ્લંઘવું. અનાભોગ કે અતિકમથી અતિચાર છે, એક ક્ષેત્રાદિનું પરિમાણકતનિ અન્ય ક્ષેત્રની વાડ આદિ દૂર કરીને પૂર્વ ક્ષેત્રમાં જોડવી. તે વ્રત સાપેક્ષત્વથી અતિચાર છે. ઉદરપUસુવUT૦ પૂર્વવત્ અથવા રાજાદિ દd હિરણ્યાદિ અભિગ્રહ પૂરો થતાં સુધી બીજાને આપે,