Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૨/૨૩ ઉચ, પાછળથી વરાહ જેવું, ચાકુક્ષિ, અલંબકુક્ષિ, લાંબા હોઠ અને સુંઢવાળો, મુકુલાવસ્થા પ્રાપ્ત મોગરા જેવી વિમલ ધવલ દાંતવાળો, સોનાની ખોલીમાં પ્રવિષ્ટ દાંતવાળો, અનામિત ચય લલિત સંવલિત અગ્ર સુંઢવાળો, કાચબા જેવા પરિપૂર્ણ ચરણ, વીશ નખવાળો, લીન-પ્રમાણયુકત પુચ્છવાળો, મg, મેઘની જેમ ગર્જના કરતો, મન અને પવનને જિતનાર વેગવાળા દિવ્ય હાથીરૂપને વિકુવ્યું. - પછી પૌષધશાળામાં કામદેવ પાસે આવ્યો, આવીને કામદેવ શ્રાવકને કહ્યું - હે કામદેવા ઈત્યાદિ ચાવતું શીલાદિ ભાંગીશ નહીં, તો આજે તને સુંઢથી ગ્રહીને પૌષધશાળાથી બહાર લઈ જઈશ, પછી ઉચે આકાશમાં ફેંકીશ, ફેંકીને તીર્ણ દંતકુશલ વડે ગ્રહણ કરીશ, પછી પૃવીતલે ત્રણ વખત પગ વડે રોળીશ. જેથી તું આધ્યાનથી પરાધીન થઈ અકાળે જીવિતથી રહિત થઈશ. ત્યારે તે હાતિરૂપ દેવે આમ કહેતા, કામદેવ શ્રાવક નિભય યાવત રહે છે. ત્યારે તે હાવીરૂપ દેવે કામદેવને નિર્ભય યાવત રહેલો જાણીને, બીજી-સ્ત્રીજી વખત કામદેવને કહ્યું - ઓ કામદેવ! આદિ પૂર્વવત યાવતું તે પણ વિચરે છે, ત્યારે હાથીરૂપ દેવે કામદેવને નિર્ભય ચાવત્ વિચરતો જોઈને, અતિ ક્રોધિત થઈને કામદેવને સુંઢ વડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળ્યો, ઉછાળીને તીણ તમરાળ વડે ગ્રહણ કરીને નીચે ધરણિતલમાં પણ વડે ત્રણ વખત રોળ છે. ત્યારે કામદેવ શ્રાવકે ઉજ્જવલ વેદનાને યાવતું સહન કરી. • વિવેચન-૨૩ : શ્રાંત આદિ સમાનાર્યા છે. સપ્તાંગ - ચાર પગ, સુંઢ, પુચ્છ, શિશ્ન એ સાત ભૂમિને સ્પર્શતા હતા. [M - માંસોપચયથી સંસ્થિત, કથિત • હાથીના લક્ષણ સહિત ગોપાંગયુક્ત. ગુજ્ઞાતિ - પુરા દિવસે જન્મેલ, પુરો - આગળ, ઉદગ્ર-ઉચ્ચ, પૃષ્ઠd:પુષ્ઠ ભાગે વરાહના જેવું. અજાકુક્ષિ-બકરી જેવું પેટ, - X • પ્રલંબ-દીધ, લંબોદરગણપતિની જેવું, અધર-હોઠ, કસુંઢ. અભ્યર્ગતમુકુલા-મુકુલાવસ્થા પ્રાપ્ત, મલ્લિકામોગરો, તેના જેવા વિમલ ોત દંત. - X • કોશી-પ્રતિમા, આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેના જેવી વિલાસવાળી, સંકુચિત સુંઢાગ્ર ઈત્યાદિ. • સૂત્ર-૨૪ : તે હક્તિરૂપ દેવ, કામદેવ શ્રાવકને જ્યારે યાવત શક્તિમાન ન થયો, ત્યારે ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને દિવ્ય હતિરૂપ તજીને એક મહાન દિવ્ય સપનું રૂપ વિકવ્યું. તે ઉગ્ર-ચંડ-ઘોર વિવાળો, મહાકાય, મણી-મૂળ જેવો કાળો, નયન વિષ અને રોષ પૂર્ણ, જનપુંસમૂહ પેઠે પ્રકાશયુક્ત, કૃતાક્ષ, લોહિત લોચન, યમલ-યુગલચંચળ જિલ્લા, ધરણિતલ વેણીરૂપ, ઉકર-પષ્ટ, કુટિલ-જટિલન્કર્કશશ્કઠોર-વિકટ-ટાટોપ કરવામાં દt, લોઢાની ભઠી પેઠે ‘ધમધમ’ શબ્દ કરતો, અનાકલિત તીવ્ર ચંડરોષયુકત સપપ વિકુવ્યું. ૪૦ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પછી પૌષધશાળામાં કામદેવ શ્રાવક પાસે આવ્યો, આવીને કામદેવને કહ્યું - ઓ કામદેવ યાવતું શીલાદિને ભાંગીશ નહીં તો આજે હું સરસર કરતો તારા શરીરે ચડીશ, પછી પુંછડાના ભાગથી ત્રણ વખત ડોકને વીંટી દઈશ, તીણ-વિષયુક્ત દાઢ વડે, તારી છાતીમાં પ્રહાર કરીશ, તેનાથી તું આધ્યિાનથી રવશ-પીડિત થઈ કાલે જીવનરહિત થઈશ. ત્યારે તે કામદેવ તે સરૂપ દેવને આમ કહેતો સાંભળીને નિર્ભય થઈ યાવ4 વિચરે છે. તેણે પણ બીજી-સ્ત્રીજી વખત કહ્યું, કામદેવ પણ યાવતું વિચારે છે. ત્યારે સપપ દેવ, કામદેવને નિર્ભય ચાવત જોઈને અતિ ક્રોધિત થઈ, કામદેવના શરીર સરસર કરતો ચડે છે. પુંછડેથી ડોકને ત્રણ વખત વીંટીને તીeણ-વિષયુક્ત દાઢ વડે છાતીમાં પ્રહાર કરે છે. ત્યારે કામદેવ શ્રાવકે તે ઉજ્જવલ ચાવતુ વેદના સહન કરી. • વિવેચન-૨૪ : ઉગ્રવિષ આદિ સર્પરૂપના વિશેષણ છે. -x• ઉગ્રવિષ-અસહ્ય વિષ, ચંડવિષગાકાળમાં જ શરીરમાં વ્યાપતું વિષ, ઘોર વિષ-માકપણાથી, મહાકાય-મહાશરીર, નયનવિપ-દૈષ્ટિવિષ - X • અંજનકુંજ-કાજળનો ઢગલો, નિક-સમૂહ X - યમલસાથે રહેલ, યુગલ-બે, ચંચળ-અતિ ચપળ જિહા. વેણી-કેશબંધ વિશેષ. * * * ફૂટ-વ્યક્ત, વક હોવાથી કુટિલ. કર્કશ-નિષ્ઠુર, નમ્રતાનો અભાવ. વિકટ-વિસ્તીર્ણ, ફટાટોપ-ફેણનો આડંબર કરવામાં દક્ષ તથા નોટા”TR ૦ લોઢાની ભઠ્ઠી માફક બાયમાનધમણના વાયુ વડે ઉદ્દીપન કરાતી, ધમધમ એવો શબ્દ કરતી. અણાગલિય-અપમિત કે અનર્ગલિત, રોકવાને અશક્ય, તીવ્ર પ્રચંડ-અતિ પ્રકૃષ્ટ રોષ, સરસર-લૌકિક અનુકરણ ભાષા, પચ્છિમભાય-પંછડા વડે. નિકુટેમિપ્રહાર કરીશ. - X - વિપુલ-શરીર વ્યાપી, કર્કશ-કઠોર દ્રવ્ય માફક અનિષ્ટ. પ્રગાઢઅત્યંત, ચંડ-રૌદ્ર ઈત્યાદિ - x - • સૂત્ર-૫ : ત્યારે તે સપરૂપ દેવે, કામદેવ શ્રાવકને નિર્ભય ચાવતું જોઈને, જ્યારે કામદેવને નિન્ય પ્રવાનને ચલિત-મ્ભભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો,. ત્યારે શાંત થઈને ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને દિવ્ય સરૂિપ છોડીને એક મહાન દિવ્ય દેવરૂપ વિકુ, હાર વડે વિરાજિત વક્ષસ્થળ ચાવતુ દશે દિશાને ઉધોતિત-ભાસિત કરતો, પ્રાસાદીયદર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ દિવ્ય દેવરૂપ વિકવ્યું. વિકુવીને કામદેવની પૌષધશાળામાં પ્રવેશ્યો, પવેશીને આકાશમાં રહીને, ઘુઘરી સહિત પંચવર્ણ વઓ પહેરીને કામદેવને કહ્યું - ઓ કામદેવ શ્રાવક! દેવાનુપિય! તું ધન્ય છે, સપુચકૃતાકૃતલtણ છે, મનુષ્યના જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે તને નિન્ય પ્રવચનને વિશે આવી પતિપત્તિ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43