Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૧/૧૦ પરિગૃહીત અરહંત ચૈત્યને વાંદ-નમવું ન કરે. પૂર્વે અનાલાપિત સાથે આલાપ સંલાપ, તેમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે વારંવાર આપવા ન કલ્પે. સિવાય કે રાજા-ગણ-બલ-દેવતાના અભિયોગ કે ગુરુનિગ્રહથી તથા આજીવિકા અભાવે [કરવું પડે] • • મારે શ્રમણ નિગ્રન્થને પામુક, એપણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછણ, પીઠ-ફલક, શય્યા-સંતારક, ઔષધ, ભૈષજથી પ્રતિલાભતા વિહરવું ક૨ે. આવો અભિગ્રહ સ્વીકારી, પ્રશ્નો પૂછી, અર્થ ગ્રહણ કરે છે. ત્યારપછી ભગવંતને ત્રણ વખત વાંદીને ભગવંત પાસેથી તિપલાશક ચૈત્યથી નીકળે છે, નીકળીને વાણિજ્ય ગ્રામ નગરે, પોતાના ઘેર આવે છે, આવીને શિવાનંદા પત્નીને કહ્યું – મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ મને ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરુચિક છે. તો તું પણ ભગવંત પાસે જઈ, વાંદી, પપ્પા, ભગવંત પાસે યાવત્ બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. • વિવેચન-૧૦ : ૨૯ મવંત - ભગવન્ ! અપ્રવૃત્તિ - આજથી, સમ્યકત્વ સ્વીકારના દિવસથી, નિરતિચાર સમ્યકત્વ પાલન માટે, તેની સતનાને આશ્રીને, અન્યતીર્થિક-જૈન સંઘ સિવાયના બીજા તીર્થવાળા, ચસ્ક આદિ કુતીર્થિક, અન્યયૂથિક દેવતા-હરિહર આદિ, ચૈત્ય-અરિહંત પ્રતિમા, જેમકે શૈવોએ ગ્રહણ કરેલ વીરભદ્ર-મહાકાલાદિ, વંદિતુંઅભિવાદન કરવાને, નમસ્કર્તુ-પ્રણામ પૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણકીર્તન કરવું, કેમકે તેથી તેના ભક્તોને મિથ્યાવાદી પ્રસંગ બને. પૂર્વમ્-પહેલા, - ૪ - આલપિતુ-એક વાર બોલાવવા, સંલર્પિતુ-પુનઃ પુનઃ વાત કરવી. કેમકે તેઓ લોઢાના ગોળા સમાન છે - x - તે નિમિત્તે કર્મબંધ થાય. તથા આલાપાદિ વડે તેના પરિચયથી મિથ્યાત્વ પ્રાપ્તિ થાય. પહેલા બોલાવેલ હોય તો લોક અપવાદ ભયથી સંભ્રમ સિવાય “તમે કેવા છો ?’” આદિ કહેવું તથા અન્યતીર્થિકોને અશનાદિ આ૫વા નહીં, આ નિષેધ ધર્મબુદ્ધિથી જ છે, કરુણા વડે તો આપે પણ ખરો આ વિષયમાં અપવાદ કહે છે - X મૈં - કલ્પતું નથી, રાજાના અભિયોગ-પરાધીનતા સિવાય, 7 - સમુદાય, વન - રાજા અને ગણ સિવાયના બળવાન્. દેવતાભિયોગ-દેવપરતંત્રતા, ગુરુનિગ્રહમાતા, પિતાની પરવશતા અથવા ચૈત્ય અને સાધુઓનો નિગ્રહ-શત્રુકૃત્ ઉપદ્રવ. - વિત્તિકતાર - વૃત્તિ - જીવિકા, તેના અરણ્ય જેવું ક્ષેત્ર અને કાળ, તે નિર્વાહનો અભાવ. તેથી બીજે દાન અને પ્રણામાદિનો નિષેધ છે. પડિગ્ગહ-પાત્ર, પીઢ-પાટ, ફલક-ટેકા માટે પાટિયું આદિ. - સૂત્ર-૧૧ - ત્યારે શિવાનંદા, આનંદ શ્રાવકને આમ કહેતા સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી લઘુકરણ યાવત્ પયુપાસે છે, ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, શીવાનંદા અને તે મોટી પર્પદાને ધર્મ કહ્યો. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે શિવાનંદા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી યાવત્ ગૃહીધર્મ સ્વીકાર્યો. તે જ ધાર્મિકયાનપવરમાં બેસીને, જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછી ગઈ. • વિવેચન-૧૧ : નકુળ - શીઘ્ર ગમન ક્રિયામાં દક્ષ ઈત્યાદિ. - સૂત્ર-૧૨ થી ૧૪ -- [૧૨] ભંતે ! એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને કહ્યું – હે ભગવન્ ! આનંદ શ્રાવક આપની પાસે મુંડ યાવત્ દીક્ષિત થવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. આનંદ શ્રાવક ઘણાં વર્ષ શ્રાવક પર્યાય પાળીને યાવત્ સૌધર્મકો અરુણ વિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં આનંદ શ્રાવકની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે. 30 પછી ભગવંત અન્ય કોઈ દિવસે બાહ્ય યાવત્ વિચરે છે. [૧૩] પછી આનંદ, શ્રાવક થયો. જીવાજીવનો જ્ઞાતા યાવત્ પ્રતિલાભિત કરતો વિચરે છે. શિવાનંદા પણ શ્રાવિકા થઈ યાવત્ વિચરે છે. [૧૪] ત્યારપછી, તે આનંદને અનેક શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષી ગયા. પંદરમાં વર્ષમાં મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજગરિકા કરતા આવા પ્રકારે અધ્યવસાય, વિચાર, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં રાજા, ઈશ્વર સાવત્ પોતાના કુટુંબનો યાવત્ આધાર છું, આ વિક્ષેપોથી હું ભગવંત મહાવીર પાસે સ્વીકારેલ ધર્મપ્રાપ્તિને કરવાને સમર્થ નથી. મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી વિપુલ અશાંત “પૂરણ” માફક યાવત્ જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્ર યાવત્ જ્યેષ્ઠ પુત્રને પૂછીને કોલ્લાગ સંનિવેશમાં જ્ઞાતકુલમાં પૌષધશાળા પ્રતિલેખીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરવું. આમ વિચારી, બીજે દિવસે પૂર્વવત્ જમીને, ભોજન બાદ તે મિત્ર ચાવત્ વિપુલ પુષ્પાદિથી સત્કારી, સન્માની, તે જ મિત્ર યાવત્ આગળ મોટા પુત્રને બોલાવીને કહ્યું – હે પુત્ર ! હું વાણિજ્યગ્રામમાં ઘણાં રાજા, ઈશ્વર આદિ યાવત્ વિચરું. તો મારે ઉચિત છે કે હાલ તને પોતાના કુટુંબના આલંબનાદિ સ્થાપીને યાવર્તી વિસરું. મોટા પુત્રે “તહત્તિ” કહીને આ અર્થને વિનયથી સ્વીકાર્યો. ત્યારે આનંદે તે જ મિત્ર યાવત્ આગળ મોટાપુત્રને કુટુંબમાં સ્થાપીને કહ્યું – તમે આજથી મને બહુ કાર્યોમાં યાવત્ એક કે વધુ વખત પૂછશો નહીં, માટે અશનાદિ ન કરાવશો, ન સંસ્કારશો. પછી આનંદે મોટાપુત્ર, મિત્રાદિને પૂછીને પોતાના ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામ મધ્યેથી જઈને, કોલ્લાગ સંનિવેશમાં, જ્ઞાતકુલમાં પૌષધશાળા પાસે આવી, તેને પ્રમાઈ, ઉચ્ચાર-પાવહ ભૂમિ પ્રતિલેખીને દર્ભ સંસ્તાક પાથરી,

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43