Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકાશકીય નિવેદન
જૈન આગમસૂત્રો અને આગમ-પંચાંગીન પાયો અથવા મૂળ સ્ત્રોત અંગસૂત્રો ગણાય છે. આ અંગસૂત્રો મૂળે બાર હતાં. અને તેથી જૈન સાહિત્યમાં “દ્વાદશાંગી” શબ્દ ખૂબ પ્રચલિત છે. આ બાર અંગસૂત્રોમાંનું દષ્ટિવાદ નામનું છેલ્લું–બારમું અંગ વિચ્છિન્ન થતાં હવે જૈન સાહિત્યના ભંડારમાંથી અગિયાર અંગસૂત્રો જ ઉપલબ્ધ થાય છે. જે “એકાદશાંગી” નામથી પ્રચલિત છે.
આમ તો શ્રમણ ભગવાન મહાવીરની દેશના અને વાણીના સંગ્રહરૂપે શ્રી શ્વેતાંબર જૈન સંઘમાં શ્રી આચારાંગસૂત્ર, શ્રી સૂત્રકૃદંગસૂત્ર વગેરે અગિયારે અંગસૂત્રોની ખૂબ નામના અને પ્રતિષ્ઠા છે, અને એમના તરફ ઘણું આદર-ભક્તિ-શ્રદ્ધાની લાગણું દર્શાવવામાં આવે છે. આમ છતાં પાંચમાં અંગસૂત્ર શ્રી ભગવતીસૂત્ર અપરનામ શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર તરફની શ્રી સંઘની શ્રદ્ધાભક્તિ અનોખી કહી શકાય એવી છે, એ સુવિદિત છે. પંચમ-અંગ શ્રી ભગવતીસૂત્રનું નામ પડે છે, અને જાણે આપણું અંતર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીની પુનિત સ્મૃતિથી તેમ જ એ ગ્રંથમાં સચવાયેલ, એ બે મહાન ધર્મપુરુષોના અનેકાનેક વિષયોને સ્પર્શતા પ્રશ્નોત્તરીના સંગ્રહથી ભક્તિભીનું બની જાય છે. તેથી જ ચાતુર્માસમાં કે બીજા કોઈ સમુચિત સમયે, જ્યારે પણ શ્રી ભગવતીસૂત્રનું વાચન-વિવેચન કરવામાં આવે છે ત્યારે, એ પ્રસંગને એક પવિત્ર અને અનોખા અવસર તરીકે વધાવી લેવામાં આવે છે. શ્રી ભગવતીસૂત્ર પ્રત્યેની શ્રી સંઘની ભક્તિ આવી ઊંડી અને અવિહડ છે.
અમારી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પરમપૂજ્યપાદ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી અને તેઓશ્રીના તથા અમારા મિત્ર પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયાના મુખ્યસંપાદપણું નીચે, આપણે બધાં પવિત્ર મૂળ આગમસૂત્રોને સંશોધિત-સંપાદિત કરીને પ્રકાશિત કરવા માટે “નૈન-માન-ગ્રન્થમા” નામે ગ્રન્થમાળા શરૂ કરી છે, તે સુવિદિત છે. આ ગ્રન્થમાલાની યોજના પ્રમાણે, એના ચોથા ગ્રંથાંકના પ્રથમ ભાગ રૂપે વિયાપurઉત્તમુત્તે પ્રથમ માપ:” નામે ગ્રંથને, શ્રી સંધ અને જિજ્ઞાસુઓ તથા વિદ્વાનો સમક્ષ ભેટ ધરતાં અમે હર્ષ, ગૌરવ અને કૃતકૃત્યતાની ઊંડી લાગણી અનુભવીએ છીએ.
આ પંથમાળામાં અત્યાર સુધીમાં આ પ્રમાણે ત્રણ આગમસૂત્રો પ્રગટ થયાં છે; (૧) નહિકુત્ત, (૨) મજુમોદારવું (બન્ને એક જ ગ્રંથમાં), અને (૩) gupવાયુરં (બે ભાગમાં). એમાં છેલો ગ્રંથ વUવાતુરંના બીજા ભાગનું પ્રકાશન, ત્રણ વર્ષ પહેલાં, તા. ૧૪-૩-૧૯૭૧ને રવિવારના રોજ, મુંબઈમાં ભાયખલાના સુપ્રસિદ્ધ જિનમંદિરના સભામંડપમાં, પૂજ્યપાદ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની હાજરીમાં, દિગંબર જૈન સંધના જાણીતા વિદ્વાન સ્વર્ગસ્થ ડૉ. હીરાલાલજી જૈનના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પછી બરાબર ત્રણ મહિને, તા. ૧૪-૬-૧૯૭૧ ને સોમવારના રોજ, પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજ સ્વર્ગવાસી થતાં આ ગ્રંથમાળાનું કામ હવે આગળ કેવી રીતે ચાલુ રાખવું એની મોટી વિમાસણુ અને મુશ્કેલી અમારા માટે ઊભી થઈ હતી.
આ પછી કેટલીક વાતો અને વિચારણાઓને અંતે આ ગ્રંથમાળાના પ્રકાશનનું કાર્ય ચાલુ રાખવા માટે નીચે મુજબ ગોઠવણ નક્કી કરવામાં આવી –
(૧) પરમપૂજ્ય વિદર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજે આ કાર્યમાં પૂરો સાથ અને સહાકર આપવાની અમારી વિનતિનો સ્વીકાર કર્યો એટલે અત્યારે આ કાર્ય મુખ્યત્વે તેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org