Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સંપાદકીય
પ્રસ્તુત શ્રી વિવાહપણુત્તિસુત્ત–શ્રી ભગવતીસૂત્ર–ના સંશોધનમાં કાગળ ઉપર લખાયેલી ચાર પ્રાચીન પ્રતિઓનો ઉપયોગ ક્યાં છે. આ ગ્રન્થના પ્રાયઃ અર્ધા ભાગ સુધી મેળવતાં આ ચાર પ્રતિઓના પાઠભેદોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ ફરક ન આવવાથી શેષ અર્ધો ભાગ કેવળ એક જ ૧ સંસક પ્રતિની સાથે અક્ષરશઃ મેળવેલ છે. અને જ્યાં જ્યાં પાઠભેદ આવ્યા છે ત્યાં ત્યાં સંદિગ્ધ સ્થાનો અન્ય પ્રતિઓમાં તપાસેલ છે. આ ચાર પ્રતિઓ ઉપરાંત એક મુદ્રિત પ્રતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉક્ત ચાર પ્રતિઓ ઉપરાંત પરમ પૂજ્ય સ્વ. આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે લખાવેલ, જેસલમેરના લોંકાગચ્છ જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિની, પાંચમા શતકના ત્રીજા ઉદ્દેશક પર્યન્તની અપૂર્ણ નકલનો પ્રસ્તુત સંપાદનમાં ઉપયોગ કર્યો છે અને તેની છ સંજ્ઞા આપી છે. તથા આર્ય શ્રી જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ આગમમંદિરસત્ક આચાર્ય શ્રી વિજયરૈવતસૂરિસંગૃહીત પૂ આચાર્ય શ્રી વિજયજંબુસૂરિસંગૃહીત હસ્તલિખિતચિટૂંજનકોશ-ડભોઈમાં સુરક્ષિત શ્રી ભગવતીસૂત્રની પ્રાચીનતમ ત્રુટક તાડપત્રીય પ્રતિ ઉપરથી પૂજ્ય આગમપ્રભાકરજીએ કરાવેલી નકલનો પણ અહીં પ્રારંભના ભાગમાં ઉપયોગ કર્યો છે, જેથી શ્રી ભગવતીસૂત્રની ટીકા રચાયા પહેલાંની આ પ્રતિની વાચના અને પ્રાચીન પ્રયોગોનો વાચકોને સામાન્ય ખ્યાલ આવશે. આની સંજ્ઞા નં રાખી છે.
અહીં પ્રારંભમાં જણાવેલી કાગળ ઉપર લખાયેલી ચાર પ્રતિઓ, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત વિવિધ જૈન ભંડારોની છે. અહીં તે તે પ્રતિનો ક્રમાંક અને અંતમાં લેખકે લખેલી પુપિકા આપવામાં આવે છે –
૨ પ્રતિ– શેઠ શ્રી આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર નં. ૨ ની આ પ્રતિ છે. તેનાં પત્ર ૩૦૮ છે. શ્રી લા ૬૦ ભા૦ સં૦ વિદ્યામંદિરની સૂચિમાં આનો જુનો ક્રમાંક ૬ છે. પ્રતિન અંતમાં લેખકલિખિત પુપિકા આ પ્રમાણે છે–વં. ૨૬૦૦૦ ૪ શ્રીમવતી સહિત सुप्रीता शांतिदा वरदास्तु मे ॥छ॥ छ । श्रीः॥छ॥ संवत् १५५२ वर्षे ज्येष्ठवदि ४ सोमे भगवत्या सह #વિરાજ સમર્થિતા છ શ્રીસંઘસ્થ મ છ મંછું મહાશ્રી || શ્રી || R. ઝાઝા છો. આ પુપિકા ઉપરથી જાણી શકાય છે કે આ પ્રતિ લખાવનારે અગિયાર અંગસૂત્ર લખાવ્યાં હતાં.
શા ૨ પ્રતિ–આચાર્ય શ્રી કીર્તિસૂરિ જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. તેનાં પત્ર ૩૧૩ છે. શ્રી લાદ. ભા. સં. વિદ્યામંદિરની સૂચિમાં આનો ક્રમાંક ૧૦૦ ૮૦ છે. પ્રતિના અંતમાં લેખકલિખિત પુપિકા આ પ્રમાણે છે–તિ શ્રીમકાવતીસૂત્રરંવમાન સમાપ્તાનિ ગ્રંથા ગ્રંથ ૨૭q સંથાનિ | ગુમ મૂયાત છ | (૪)Hઠો [] || ચામડુ | શ્રી છ | પ્રતિના અંતમાં લેખનસંવત લખ્યો નથી. આમ છતાં લિપિ અને આકાર-પ્રકારથી અનુમાન કરી શકાય છે કે આ પ્રતિ વિક્રમના ૧૭મા શતકમાં લખાયેલી હોવી જોઈએ.
હા પ્રતિ–આગમપ્રભાકર પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના હસ્તલિખિતગ્રંથસંગ્રહની આ પ્રતિ છે. તેનાં પત્ર ૩૭૮ છે. શ્રી લા દ૦ ભાસં. વિદ્યામંદિરની પ્રકાશિત સૂચિમાં આનો ક્રમાંક ૩૬૦૪ છે. અંતમાં લેખકલિખિત પુલ્પિકા અને પ્રતિ લખાયા પછી ૧૩૮ વર્ષ બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org