Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સંપાદકીય
જે ટિપ્પણીના અંતમાં કોઈ પણ સંકેત–સંજ્ઞા ન હોય તે ટિપ્પણી તથા જે ટિપ્પણીના અંતમાં ૪૦ અથવા સMા સંજ્ઞા હોય તે ટિપ્પણી સંપાદકની લખેલી છે, એમ જાણવું. જે ટિપ્પણીના અંતમાં સટ્ટુ અથવા વૃત્તી સંજ્ઞા આપી છે તે ટિપ્પણીનો પાઠ આચાર્ય શ્રી અભયદેવસૂરિત ભગવતીસૂત્રવૃત્તિનો છે, એમ સમજવું. અને જે કોઈક ટિપ્પણી આચાર્ય શ્રી અભયદેવસૂરિક્ત ભગવતીસૂત્રવૃત્તિના પાઠને અનુસરીને લખી છે તે ટિપ્પણીના અંતમાં “નૃત્યનુસાળ' લખીને સ્પષ્ટતા કરી છે.
શ્રી વિયાહપણભુત્તિસુત્ત-શ્રી ભગવતીસૂત્ર–ના નવમા શતક સુધીનો આ પ્રથમ ભાગ અહીં જણાવેલી સામગ્રીના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે.
ગ્રન્થગત વિષયને વિષયાનુક્રમણિકાના આધારે અભ્યાસી વિદ્વાનોને જાણી લેવા ભલામણ છે.
વિ. સં. ૧૯૭૪માં મેં શ્રી ભગવતીસૂત્ર અને તેની વૃત્તિના અનુવાદનું કાર્ય કરેલું તેને તથા મારા આજીવન અર્ધમાગધિ-પ્રાકૃત આદિ ભાષાઓના વિદ્યાવ્યાસંગને લક્ષમાં લઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમપ્રકાશન ગ્રન્થમાળાના મુખ્ય સંપાદકો–રવ૦ આગમપ્રભાકર પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ તથા ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયાજીએ તેમજ તેમને અનુસરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીઓ–શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી અને શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી તથા આગમપ્રકાશન ગ્રન્થમાળાની સમિતિના સગૃહસ્થોએ મને શ્રી ભગવતીસૂત્રના સંપાદનનું કાર્ય સોંપ્યું તે બદલ હું સર્વની પ્રત્યે તજ્ઞતાપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું.
આ પ્રસંગે મારા સંપાદનકાર્યમાં સંપૂર્ણ રીતે સહકાર શ્રી પં૦ અમૃતલાલ મોહનલાલ ભોજકે આપ્યો છે. પ્રેસકોપીને અંતિમ રૂપ આપવામાં તેમણે જે પરિશ્રમ કર્યો છે તે માટે અને ગ્રન્થનાં પ્રફો તપાસવાની પૂરી જવાબદારી તેમણે ઉઠાવી છે તે માટે તેમનો આભાર હૃદયપૂર્વક માનું છું. આ કાર્યમાં તેમના તરફથી આ પ્રકારનો સહકાર ન મળ્યો હોત તો મારી નબળી આંખોને કારણે મારા સંપાદનમાં જે પ્રગતિ થઈ છે તે સંભવિત ન હતી.
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય નિયામક શ્રી દલસુખભાઈ માલવણિયાએ પ્રસ્તુત સંપાદનકાર્યમાં ઉપયોગ કરવા માટે અનેક હસ્તલિખિત પ્રતિઓ આપી છે તથા અનેક સ્થળે પરામર્શ કરીને જે સમય આપ્યો છે તે બદલ તેમના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.
શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા (મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ પોતાની જાત દેખરેખથી મુદ્રણ સંબંધિત સમગ્ર કાર્યમાં નિરંતર વ્યવસ્થા કરી આપી છે. તથા ડૉ. શ્રી નગીનદાસ જીવણલાલ શાહ (ઉપાધ્યક્ષ, શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ) પ્રસ્તુત “સંપાદકીય”નો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ્યો છે. આ બન્ને મહાનુભાવો પ્રત્યે મારી આભારની લાગણું વ્યક્ત કરું છું.
૫. શ્રી હરિશંકરભાઈ પંડ્યાએ પ્રસ્તુત ગ્રંથની મુદ્રણાહ નકલ તૈયાર કરી છે તથા પ્રફ-પત્રાદિ વાંચવામાં તેમણે તથા શ્રી નગીનદાસ કેવલદાસ શાહે પણ સહયોગ આપ્યો છે. આ બંને ભાઈઓના સહકાર બદલ ધન્યવાદ.
અંતે મુંબઈના સુખ્યાત મૌજ પ્રિન્ટિગ ન્યૂરોના સંચાલક શ્રી વિપુ. ભાગવત આદિ સજ્જનોએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સુવિધા આપી છે તે બદલ તેઓ મારે માટે ચિરસ્મરણીય બની રહ્યા છે.
બેચરદાસ જીવરાજ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org