Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જ્ઞાનભક્તિની અનુમોદના પ્રસ્તુત પંચમ અંગ શ્રી વિયાહપણુત્તિસુત્ત–શ્રી ભગવતીસૂત્રમાં મુખ્યતયા પરમ તારક ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી વીરવદ્ધમાનસ્વામીને તેમના પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા અનેકાનેક હકીકતોને આવરી લેતા પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તરો છે.
સાથે સાથે શ્રી અગ્નિભૂતિ આદિ અન્ય ગણધર ભગવંતોના તથા પુરુષાદાનીય પ્રકટપ્રભાવી ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીની પરંપરામાં થયેલા (પાર્થાપત્યય) કેટલાક શ્રમણ ભગવંતોના તેમ જ કેટલાક અન્ય યુથિક ત્યાગી મહાત્માઓના પ્રશ્નોના ભગવાન શ્રી વિરવર્લ્ડમાનસ્વામીએ આપેલા ઉત્તરો પણ પ્રસ્તુત ભગવતીસૂત્રમાં છે.
આ દષ્ટિએ સમગ્ર વિશ્વ અને વિશેષ કરીને શ્રી જૈન સંઘને માટે આ આગમ ગ્રંથ બહુમાનનીય છે.
આવા ઉપકારક ગ્રંથના આ પ્રથમ ભાગના પ્રકાશન ખર્ચ માટે પાટણનિવાસી સ્વ. શ્રી મફતલાલ જવાચંદ શાહ, સ્વ. શ્રી ચીમનલાલ લહેરચંદ શાહ અને સ્વ. શ્રી નેમચંદ જેસિંગલાલ શાહના શ્રેયોથે પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી તેઓના સુપુત્રો તરફથી રૂ. ૩૫૦૦૦/– અંકે પાંત્રીસ હજાર રૂપિયા મળેલ છે.
આ ભાઈઓને તેમની જ્ઞાનભક્તિની આંતરિક અનુમોદનાપૂર્વક, અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ.
જયંતીલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org