Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 13
________________ પ્રકાશકીય નિવેદન સલાહસૂચન અને માર્ગદર્શન પ્રમાણે આગળ વધી રહ્યું છે અને તેઓ પોતે અત્યારે પ્રથમ અંગસૂત્ર શ્રી આચારાંગસૂત્રનું સંશોધન—સંપાદન કરી રહ્યા છે. આ બાબતની સંસ્થાની મૂંઝવણુને દૂર કરવા માટે પોતાનો સક્રિય સહકાર આપવા માટે અમે પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબૂ વિજયજી મહારાજનો અંતઃકરણથી ખૂબ ઉપકાર માનીએ છીએ. ૧૦ (ર) પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થવાથી અને આ ગ્રંથમાળા માટે મુખ્યસંપાદકની જરૂર ન લાગવાથી મુખ્યસંપાદકનું સ્થાન કાઢી નાખવામાં આવ્યું છે, અને સાથે સાથે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, જેઓ આ યોજનામાં શરૂઆતથી જ સક્રિય ભાગ લેતા હતા અને નિઃસ્વાર્થભાવે તેમ જ પૂરી નિષ્ઠાથી સેવા આપતા હતા તેઓ, આ યોજનામાંથી છૂટા થયા છે. અને પોતે આ રીતે છૂટા થયા હોવા છતાં, આ યોજના મુજબ કામ કરનાર સૌ કોઈને, જરાય સંકોચ રાખ્યા વગર, પૂરી ઉદારતાથી, હંમેશાં જરૂરી સહાય આપતા જ રહે છે. શ્રી દલસુખભાઈના આવા ખેલદિલી અને ઉદારતાભર્યા સહકાર બદલ સંસ્થા તેઓ પ્રત્યે ઊંડી આભારની લાગણી વ્યક્ત કરે છે. (૩) પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતે જ જે વિદ્વાનોને જે આગમસૂત્રના સંશોધનસંપાદનનું કામ સોંપ્યું હતું, તેઓ તે કામ આગળ વધારી રહ્યા છે. એની વિગતો આ પ્રમાણે છે : (અ) પંચમ-અંગ શ્રી ભગવતીસૂત્ર : પંડિતવર્ય શ્રી ખેચરદાસભાઈ જીવરાજ દોશી. (આ) શ્રી દશવૈકાલિકસૂત્રનું સંશોધન-સંપાદન પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતે જ કરીને એની પ્રેસકૉપી તૈયાર કરી રાખી હતી. (૪) પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે સૂચવેલી પ્રાચીનપ્રાચીનતમપ્રતિઓ તથા તેઓશ્રીએ શોધેલી ચૂર્ણિ અને પાયટીકાના આધારે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું સંશોધન-સંપાદન પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે કર્યું છે. (ઈ ) શ્રી ઉપાસકદશાંગસૂત્રનું સંશોધન-સંપાદન પંડિતવર્ષે શ્રી ખેચરદાસભાઈ દોશીએ કરીને સંસ્થાને ધણા વખત પહેલાં સોંપ્યું છે; પણ એની સાથે એક જ ગ્રંથમાં આપવાનાં ખીજાં ચાર સૂત્રોનું સંશોધન-સંપાદન પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયાર કરી રાખેલી સામગ્રીના આધારે ૫૦ શ્રી અમૃતલાલ ભોજક કરશે. આગમપ્રકાશન ગ્રંથમાળાના છઠ્ઠા ગ્રંથાંકમાં આ પાંચ આગમસૂત્રો આ પ્રમાણે છે—૧. ઉવાસગદ્યસંગસુત્ત (ઉપાસકદશાંગસૂત્ર), ૨. અંતગઽસંગસુત્ત (અન્તકૃદ્દશાંગસૂત્ર), ૩. અણુત્તરોવવાયસંગસુત્ત (અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર), ૪. પણ્ડાવાગરણુદસંગસુત્ત (પ્રશ્નવ્યાકરણદશાંગસૂત્ર), અને ૫. વિવાગદસંગસુત્ત (વિપાકદશાંગસૂત્ર). (૩) ખધાં પ્રકીર્ણકોનું સંશોધન-સંપાદન પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતે જ, તેઓની મુંબઇની સ્થિરતા દરમ્યાન કરેલ છે. એને પ્રેસમાં આપતાં પહેલાં એની પ્રેસકૉપી વગેરે કરવું જરૂરી હોઈ એને મુદ્રણ માટે આપતાં વખત લાગશે. સંશોધિત થએલ શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને શ્રી આવશ્યકસૂત્રનું મુદ્રણ શરૂ થયું છે. શ્રી ભગવતીસૂત્રના ખીજા ભાગનું મુદ્રણ થોડા વખત પછી થશે. શ્રી ભગવતીસૂત્ર ભાગ ૨ અને ૩નો પ્રકાશન ખર્ચ ૩૦ ૬૫,૮૩૦] શેઠ અમીચંદ પનાલાલ આદીશ્વર ટેમ્પલ ચૅરિટેબલ ટ્રસ્ટ (મુંબઈ ) તરફથી મળેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 548