Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 11
________________ सीमाधरस्स वंदे ९ ब तीर्थपूर्विका अर्हता, प्रवचनविषयाभ्यासवशतस्तीर्थ करत्व प्राप्तेः । यश्च यत उपजायते स तं प्रणमतीति भगवान् तीर्थे प्रणमति । " -- आवश्यक मलयगिरीया वृत्ति. पृ० ३०६ ॥ ', વર્તમાન કાળે ઉપલબ્ધ એકાદશાંગીમાં અને એકંદરે સમગ્ર જૈન આગમોમાં સૌથી મોટું પ્રમાણ શ્રી ભગવતીસૂત્રનું છે. ઉપરાંત, મુખ્યતયા અનંત લબ્ધિનિધાન ગુરુશ્રી ગૌતમસ્વાસીએ અને પ્રાસંગિક રીતે અન્ય શ્રમણ ભગવંત આદિએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ શ્રીમુખે આપેલા ૩૬૦૦૦ ઉત્તરોનો સંગ્રહ આ ભગવતીસૂત્રમાં થયેલો છે. તેથી પંચમ અંગ ભગવતીસૂત્રનો અપાર મહિમા શ્રી સંધમાં વર્ષોથી ચાલ્યો આવે છે. પ્રભુની વાણીમાં સમગ્ર જીવનને પરિવર્તિત કરવાનું અને પાવન કરવાનું અદ્ભુત સામર્થ્ય ભરેલું છે. તેથી ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીને સંબોધીને જિનેશ્વર ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જે શબ્દો ઉચ્ચારેલા તે શબ્દોને તે જ રૂપે સાંભળતાં ભાવિક ભક્તોનું હૃદય આનંદથી નાચી ઊઠે છે અને હર્ષથી તેમનાં રોમાંચ ખડાં થઈ જાય છે. માટે જ ભૂતકાળમાં ૩૯૦૦૦ સોના મહોરો આદિથી પૂજન કરવા પૂર્વક ભગવતીસૂત્રનું ગુરુમુખે શ્રવણુ કરવાના પ્રસંગો પણ ઇતિહાસમાં નોંધાયેલા છે. ભગવતીસૂત્રનું ગુરુમુખે શ્રવણુ કરવું એ પણ જીવનનો અમૂલ્ય લ્હાવો શ્રીસંધમાં ગણાય છે. ભગવતીસૂત્રનું મૂળ નામ તો વિયાવળત્તિ (વ્યવ્યાપ્રાંત) છે. પરંતુ તેનો અતિશય મહિમા હોવાને લીધે મળવતી વિયાાત્તી એમ વિશેષણરૂપે ‘ભગવતી’શબ્દનો મૂળમાં પ્રયોગ શરૂ થયેલો. આગળ જતાં એ વિશેષણ જ ‘ ભગવતીસૂત્ર’ એવા નામરૂપે શ્રીસંધમાં વર્ષોથી ઢ થયેલું છે. આગમપ્રભાકર સ્વ॰ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સર્વ આગમોના પ્રકાશનની યોજના વિચારેલી હતી, અને તે માટે જીવનમાં અનેકાનેક વર્ષો સુધી એ અંગે અનેકાનેક દુર્લભ ગ્રંથોની સામગ્રી અદ્ભુત પરિશ્રમ પૂર્વક તેમણે સંચિત કરી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી થઈ રહેલી આ આગમગ્રંથમાલાના મુખ્ય અને મૂલ સૂત્રધાર તેઓ છે. . જૈન દર્શનમાં, ‘ શબ્દાર્થ જાણવો ' કે ‘ ભાવાર્થ જાણવો' એટલો જ સંકુચિત અર્થ જ્ઞાન’ શબ્દનો કરવામાં આવ્યો નથી. જૈનશાસનમાં ‘જ્ઞાન' શબ્દ વિશાળ અર્થમાં પ્રયોજવામાં આવેલો છે. વિધિપૂર્વક સમ્યગ્નાનથી (નરેનાથી) જાણવું અને (પ્રત્યાખ્યાનપરિસાથી) જાણેલાને જીવનમાં ઉતારવું એ ‘જ્ઞાન ’ શબ્દનો પરિપૂર્ણ—સફળ અર્થ છે. માટે જ શાસ્ત્રોના અધ્યયનનો શો ઉદ્દેશ છે અને તે તે શાસ્ત્રોના પઠન-પાઠનના શ્રવણુ–શ્રાવણના અધિકારી કોણ હોઈ શકે, એનું વિસ્તૃતરીતે વિવેચન અને વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવે છે. પોતપોતાના અધિકાર પ્રમાણે ભાવિક આત્માઓ પરમપૂજ્યશ્રી ભગવતીસૂત્રનું આવું પરિપૂર્ણ—સફળ નાન સંપાદન કરીને સ્વ-પર-કલ્યાણને સાથે એ જ શુભેચ્છા. ટ્રુથળી (જિ૰ મહેસાણા) વિક્રમસંવત ૨૦૩૦ વીરનિર્વાણસઁવત્ ૨૫૦૦ જેવિદે ૧૨. Jain Education International પૂજ્યગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજયાતેવાસી મુનિ મૂવિ જ ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 548