Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla Publisher: Jinagam Prakashan Samiti View full book textPage 5
________________ ઘર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા (સંક્ષિપ્ત પરિચય) કચ્છની ધરતી ઉપર કાંડાગર નામના ગામમાં ધર્મપ્રેમી શ્રી પ્રેમજીભાઈનું કુટુંબ વસે છે. કચ્છની ભૂમિ ઉજજડ છે પરંતુ ત્યાં વસતા માનવીઓના હૈયા માનવતાથી ભરેલા છે. ધમની ભાવનાવાળા છે, માતા પિતામાં ઊંડા ધાર્મિક સંસ્કાર હોવાના કારણે પ્રેમજીભાઈને ધર્મને વાર મળ્યો છે. બાળપણથી જ ધર્મના રંગે રંગાયેલા છે. એટલે આગમ તરફને પ્રેમ અને અભ્યાસ હેય તે સ્વાભાવિક છે. જ્યારે માનવી ધર્મને ધર્મના સાચા સ્વરૂપમાં સમજે છે ત્યારે તેના જીવનમાં ત્યાગવૃત્તિ જાગૃત થાય છે, અને મળેલા આ માનવભવને સાર્થક કરવા પ્રયત્ન કરે છે. પ્રેમજીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ચઉવિહાર કરે છે અને નવ વર્ષથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરેલ છે. પુણ્યશાળી જીવ હોવાના કારણે જીવન સાથી પણ ખૂબ જ સુગ્ય મળ્યા છે. તેમના ધર્મપત્ની પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા છે. એટલે પતિ-પત્ની બંને ધાર્મિક ક્રિયાઓમાં લગભગ સાથે જ રહે છે, અને નાની મોટી તપશ્ચર્યાઓ સાથે કરે છે, પ્રેમજીભાઈનું ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય હેવાના કારણે કુટુમ્બના વડિલ હોવા છતાં પણ સંસારના વ્યવહારે છોકરાઓને સેંપી તે જેટલું બની શકે તેટલે સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ગાળે છે. ભગવાન મહાવીરની વાણું એટલે આપણા સુત્ર-સિધાન્ત, બધા માચ્છી ભાષામાં હોવાને કારણે ગુજરાતીમાં અનુવાદ કરી પ્રગટ કરવામાં આવે તે જિજ્ઞાસુ આત્માઓ વાંચી જીવનમાં કાંઈક મેળવી શકે પરંતુ આ ભગીરથ પુરૂષાર્થ કેણ કરે? ધમપ્રેમી શ્રી જેચંદભાઈ તેજાણી સાથે વિચાર વિનિમય કરતાં ઘાટકેપરમાં ચાલતી શ્રમણી વિદ્યાપીઠ તરફ નજર કરી અને તેઓ પૂજ્ય મહાસતીજી પ્રાણકુંવર બાઈ સ્વામી, પૂ મુક્તાબાઈ મહાસતીજી તથા પૂ. લીલમબાઈ મહાસતીજીના પરિચયમાં આવ્યા. પ્રેમજીભાઈને આવા સુંદર વિચારે જાણે સાધ્વીગણને ખૂબ જ આનંદ થયે, અને ત્યાં અભ્યાસ કરતા સાધ્વીજીઓ તથા દીક્ષાથી બહેનેએ ગુજરાતીમાં અનુવાદ કરી આપશે એમ સહર્ષ સ્વીકાર્યું. સૂત્રોનું ગુજરાતીમાં પ્રકાશન કરવાના ખર્ચની પિતે વ્યવસ્થા કરી આપશે એમ જણાવ્યું. - વિદ્યાપીઠના અધિષ્ઠાતા પંડિતરત્નશભાચંદ્રજી ભારિત્વને પ્રેમજીભાઈની ભાવના ખૂબજ ગમી અને તેની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ગુજરાતીમાં અનુવાદ થયેલા શાસ્ત્રો તપાસી આપવા તેમજ કુફ રીડીંગ કરી આપશે તેમ જણાવ્યું. સૌના સંગના ફળ રૂપે અમે અત્યાર સુધીમાં ૧) આચારંગ. ૨) સૂયગડાંગ, ૩) ઉપાસકદશાંગ, ૪) વિપાકસુત્ર, ૫) અનુત્તરૌપપાતિક દશાંગ, ૬) અંતકૃતદશાંગ સૂત્ર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240