Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 14
________________ પ્રથમ સમવાયમાં આત્મા, અનાત્મા, દંડ, અદંડ, કિયા, અક્રિયા, લેક, અલોક, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર વેદના અને નિર્જરે આ અઢાર પદાર્થો એક એક કહ્યા છે તથા જંબુદ્વીપ, અપ્રતિષ્ઠાન નામને નરકાવાસ, પાલક વિમાન, સર્વાર્થકસિદ્ધ વિમાન એક લાખ એજનના કહ્યા છે. આદ્ર, ચિત્રા અને સ્વાતિ આ ત્રણ નક્ષત્રો એક એક તારાવાળા કહ્યા છે. એક પલ્યોપમને એક સાગરેપમ સ્થિતિ દેવમાં ને નારકીમાં કેની કેની છે? તે જણાવ્યું છે, તેમ જ એક પલ્યપની સ્થિતિવાળા મનુષ્ય તિર્યંચે પણ કહ્યા છે. બીજા સમવાયમાં બે દંડ, બે રાશિ અને બે બંધન કહ્યા છે. ત્રીજા સમવાયમાં ત્રણ દંડ, ત્રણ ગુપ્ત, ત્રણ શલ્ય, ત્રણ ગૌરવ અને ત્રણ વિરાધના કહી છે, તથા સાત નક્ષત્રો ત્રણ તારાવાળા કહ્યા છે. કેટલાક દે, નારકી જીવે, મનુષ્ય ને તિયાની સ્થિતિ ત્રણ પાપમની હેાય છે ને કેટલાકની સ્થિતિ ત્રણ સાગરોપમની છે ઈત્યાદિ. ચેથા સમવાયમાં ચાર કષાય, ચાર ધ્યાન, ચાર વિકથા ચાર સંજ્ઞા અને ચાર પ્રકારે બંધ કહ્યા છે. ત્રણ નક્ષત્રો ચાર તારાવાળા કહ્યા છે. કેટલાક દેવેને નારકી જીવ ચાર પલ્યોપમને ચાર સાગરોપમની સ્થિતિવાળા હોય છે. પાંચમાં સમવાયમાં પાંચ કિયા, પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આશ્રદ્વાર, પાંચ સંવરદ્વાર, પાંચ નિર્જરાસ્થાન, પાંચ સમિતિ અને પાંચ અસ્તિકાય ઈત્યાદિનું વર્ણન છે. - છઠ્ઠા સમવાયમાં છ લેશ્યા, છ જવનિકાય, છ પ્રકારના બાધતપ છ પ્રકારના આત્યંતર તપ, છ છાઘસ્થિક સમુદ્ધાત અને છ પ્રકારના અર્થાવગ્રહ કહ્યા છે. - સાતમાં સમવાયમાં સાત ભયસ્થાન સાત સમુદ્ધાત, મહાવીર સ્વામીની સાત હાથની ઉંચાઈ આ જંબુદ્વીપમાં સાત વર્ષઘર પર્વત અને સાતક્ષેત્ર, ક્ષીણમેહી ભગવાન મેહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિઓને વેદે છે, ઈત્યાદિ વિસ્તાર છે. આઠમાં સમવાયમાં આઠ સદસ્થાને અને આઠ પ્રવચન માતાઓ છે. વાણુવ્યંતર દેના ચૈત્યવૃક્ષો, સુદર્શન નામને જંબૂવૃક્ષ, ગરુડદેવને કુટશામેલી વૃક્ષ અને જંબુદ્વિપની જગતી આ સર્વે આઠ યેાજન ઉંચા છે. કેવલી સમુદ્ધાત આઠ સમયને છે. પાર્શ્વનાથ પ્રભુને આઠ ગણ તથા આઠ ગણધરે હતા ઈત્યાદિ વિસ્તાર છે. નવમાં સમવાયમાં નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, નવ બ્રહ્મચર્ય અગુપ્તિ અને નવ બ્રહ્મચર્ય અધ્યયને કહ્યા છે. પાર્શ્વનાથ પ્રભુ નવ હાથ ઉંચા હતા ઈત્યાદિને વિસ્તાર છે. દશમાં સમવાયમાં દશ પ્રકારને સાધુધર્મ અને દશ ચિત્તની સમાધિના સ્થાને કહ્યા છે. મેરુપર્વતને મૂળમાં (પૃથ્વીતલ ઉપર) વિષ્કભ દશ હજાર એજનનો છે, અરિષ્ટનેમિ પ્રભુનીદશ ધનુષની ઉંચાઈ હતી. કૃષ્ણ વાસુદેવ અને રામ બળદેવ ધનુષ ઉંચા હતા. દશ નક્ષત્રે જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે, દશ પ્રકારના કલ્પવૃક્ષો છે. રત્નપ્રભ પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે ઇત્યાદિ વર્ણન છે. અગ્યારમાં સમવાયમાં અગ્યાર શ્રાવકની પ્રતિમાઓ છે. લોકાંતથી અગ્યાર સે ને અગ્યાર જન અંદર આવીએ ત્યાંથી તિષની શરુઆત થાય છે. આ જંબુદ્વીપના મેરુથી અગ્યાર સેને એકવીશ પેજન દૂર જ્યોતિષચક્ર રહેલું છે. મહાવીર સ્વામીને અગ્યાર ગણધર હતા. મૂળ નક્ષત્રના અગ્યાર તારાઓ છે. નીચેના ત્રણ રૈવેયકમાં એકસે અગ્યાર વિમાને છે ઈત્યાદિ વિસ્તૃત વર્ણન છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 240