________________
- અહં -
સમવાયાંગ સૂત્ર પ્રસ્તાવના
જૈન પરંપરાનુસાર આગમોના પ્રણેતા અર્થ રૂપમાં તીર્થકર મહાપ્રભુ અને શબ્દ રૂપમાં ગણધર પ્રભુ હોય છે. તીર્થકરોની વાણીને ચાર ગણધર શબ્દ રૂપમાં ગૂંથે છે. એટલે એમ કહી શકાય કે આગમ અર્થ રૂપે ભગવાનના, અને સૂત્ર રૂપે ગણધરોના. ઉપર્યુક્ત કથનને ફલિતાર્થ એ થયો કે અગમના પ્રણેતા તીર્થકરો હોય છે અને શબ્દાગમના પ્રણેતા ગણધરો હોય છે.
તીર્થકરો સર્વ પ્રથમ ગણધરો પાસે માત્ર ઉપજોવા, વિગમેવા, ધુવેવા એ ત્રિપદીને જ કહે છે અને એનું વિસ્તૃત વિવેચન દ્વાદશાંગી રૂપે ગણધરો રચે છે. તેમાં મુખ્યત્વે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષના ઉપાય રૂપ હોવાથી તેનું જ વર્ણન કરવામાં આવ્યું છે અને તેની જ પ્રાપ્તિ માટે દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ અને ધર્મકથાગ એ ચાર અનુગ કહેવામાં આવે છે. તેમાં કઈ અંગમાં દ્રવ્યાનુગ છે કઈમાં બે-ત્રણ અને ચારે અનુગ કહેવામાં આવ્યા છે. તે પ્રમાણે સમવાયાંગસૂત્રમાં કથાનુયોગ અલ૫માત્રામાં છે, દ્રવ્યાનુગ અને ચરણુકરણાનુયોગ મધ્યમ વિસ્તારથી કહે છે. આમ ચારે વેગથી આ સૂત્ર સંજીત બનેલું છે. નામની સાર્થકતા
પ્રસ્તુત આગમ સ્થાનાંગની શૈલીમાં રચાયેલું જણાય છે. કારણ કે સ્થાનાંગસૂત્રમાં એકથી લઈને દશ સંખ્યા સુધી જીવ-અજીવના ભેદ તથા એના ગુણ પર્યાનું વર્ણન છે. આ સંખ્યાના સમુદાયને સમવાય સંજ્ઞા દેવામાં આવી છે. એતદર્થ આ આગમનુનામ સમવાય અથવા સમવાએ રાખવામાં આવ્યું છે.
વિષય વસ્તુ
નંદીસૂત્રમાં સમવાયાંગની વિયષ સૂચી આ પ્રમાણે છે: ૧) જીવ, અજીવ, લેક, અલેક અને સ્વ-સમય, પર–સમયને સમાવતાર. ૨) એકથી લઈને સો સુધીની સંખ્યાને વિકાશ. ૩) દ્વાદશાંગ ગણિપિટક પરિચય.'
સમવાયાંગ સૂત્રમાં જે સમવાયની વિષય-સૂચી આપવામાં આવી છે તેમાં ઉપર્યુક્ત ૩ અંકની સમાનતા છે અને વધારામાં જે પ્રમાણે તે નિરૂપે આપવામાં આવી છે.
૧) આહાર, ૨) ઉશ્વાસ, ૩) વેશ્યા, ૪) આવાસ, ૫) ઉપપાત, ૬) અવન ૭) અવગાહ ૮) વેદના ૯) વિધાન ૧૦) ઉપગ ૧૧) ગ ૧૨) ઈન્દ્રિય ૧૩) કષાય ૧૪) નિ ૧૫) કુલકર ૧૬) તીર્થંકર ૧૭) ગણધર ૧૮) ચક્રવતી ૧૯) બલદેવ-વાસુદેવ.
બને વિષય-સૂચિ અભ્યાસ કર્યા બાદ એટલું સ્પષ્ટ થાય છે કે નંદીસૂત્રની સૂચિ સંક્ષિપ્ત છે અને સમવાયાંગની વિસ્તૃત છે.
૧. નન્દીસૂત્ર, સૂત્ર ૮૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org