________________
જામ
આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૫ :
પ્રાસ્તાવિકમ
- પૂર્વના ભાગમાં શ્રી આચારાંગ સૂત્ર અંગે પીઠિકા કર્યા બાદ ધર્મદેશના કોની પાસે સંભળાય? અને ધર્મદેશના સાંભળનારમાં કેટલા ગુણો હોવા જોઈએ ? એ સંબંધી વાતો રજૂ કરી સ્વજનાદિના મમત્વને લીધે જીવો કઈ રીતે ધર્મસાધનાથી વિમુખ રહે છે અને ધર્મ આરાધના માટેની દુર્લભ એવી તકોને ગુમાવી દે છે, એનું તાદશ વર્ણન શાસ્ત્ર પ્રસિદ્ધ કાચબાના દષ્ટાંતથી કરેલું.
એ જ શ્રેણીમાં આગળ વધતા આ પાંચમા ભાગનાં શરૂઆતનાં વ્યાખ્યાનોમાં અંબા વ સંનિવેશ નો વંતિ ?' સૂત્રાધાર વૃક્ષનું દૃષ્ટાંત ઉપનય સાથે રજૂ કરી જીવો છેદન-ભેદનાદિ અનેકવિધ દુઃખો સહન કરવા છતાં જ્યાં બેઠા છે, એ સ્થાન છોડી શકતા નથી. પરિણામે દારુણ દુઃખોના ભોગ બને છે, એ વાત સરસ સમજાવી છે. એના જ અનુસંધાનમાં ગૃહીધર્મ અને ગૃહવાસનો તફાવત, પ્રત્યક્ષ પ્રમાણ અને આપ્તવચનમાં વધુ વિશ્વસનીય પ્રમાણ આપ્ત જ, ભોગનાં કારમાં પરિણામો, સત્યની સાધના અને સુરક્ષાના માર્ગો, સ્વામી પદે સ્થાપવા યોગ્ય પાત્રો, પાપોદય કરતાં પણ પાપનો ભાવ ભૂંડો, આસ્તિક્ય અને અનુકંપાનું જોડાણ વગેરે વિષયો પર પ્રકાશ પાથર્યો છે.
આ પ્રવચનોમાં મૂળ અને ટીકાની વિચારણા પણ ઠીક ઠીક આગળ વધી છે. પ્રસંગોપાત દિવાળીની દેશના અને માંગણી રજૂ કરી જૈન શાસનનું ગુરુતત્ત્વ ઉપદેશ આપે તો ‘નિર્વેદનો જ આપે'એ વાત પણ સુંદર રીતે સ્પષ્ટ કરી છે.
આગળ વધી શાસન રક્ષા માટે જાતને કઈ રીતે હોમવી ? સંસારનું ચાર ગતિમય સ્વરૂપ કેવું ? દુર્ગતિનાં દુઃખો અને તેના હેતુઓ કયા ? નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ : આ ચારે ચાર ગતિઓમાં કેવાં કેવાં દુઃખો છે ? વગેરે પ્રશ્નશ્રેણીનાં સમાધાન વિસ્તારથી આપી ભાવાંધકારમાં સબડતા જીવોને બચાવી લેવા ધર્મોપદેશકે કેવો ઉપદેશ આપવો ? અવિવેકજન્ય જીવો દ્વારા થતી ધર્મક્રિયાદિની ઉપેક્ષાથી નુકસાન કોને ? એ પ્રશ્નો પણ સુંદર રીતે ચર્ચા આ ભાગ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે.
આ ભાગમાં સળંગ પ્રવચન-૭૧ થી ૯૪ એમ કુલ-૨૪ પ્રવચનો સંગૃહીત કરાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org