________________
ચોવીશી-એટલે ચોવીશ ચાર અધિક વીશ એટલે ચોવીશ સંસ્કૃતમાં ચોવીશની સંખ્યા માટે “વતુર્વરાતિ શબ્દ યોજયો છે પ્રાકૃતમા “વર-વીસ” શબ્દ છે. અને આ પ્રાકૃત શબ્દને જ અપભ્રશ થઈને “ચોવીશ' શબ્દ બન્યો છે અને ચોવીશ તીર્થંકરોનો એ વાચક છે. ૨. ચોવીશીની રચનાનો વિષય શું?
જૈન સાહિત્યમાં “ચતુર્વિશતિકા' (–દે ચોવીશી) એ નામને કાવ્યને એક રચના પ્રકાર છે. આમ તો સ્તુતિના અનેક પ્રકારો છે પણ અહિયા તો ચાર ચાર શ્લોકની જ સ્તુતિ જે દેવવદનની ક્રિયામાં બોલાય છે તે જ લેવાની છે ચાર લોકોવાલી સ્તુતિઓ બહુધા ચોવીશે તીર્થકરોને ઉદ્દેશીને કરેલી હોય છે એમ છતા
ચારેય સ્તુતિઓમા તીર્થંકરોનુ જ વર્ણન નથી હોતું આ ચાર સ્તુતિઓ માટે અમુક નિયમન કરવામાં આવ્યું છે. ચારમાં પ્રથમ સ્તુતિલોક એ અધિકૃત તીર્થંકરને (કોઈપણ એકને) લક્ષીને હોય છે અને બાકીની ત્રણમાં અનુક્રમે, એકથી અધિક તીર્થરાદિકની, પછીની તે શ્રુતજ્ઞાનની, અને તે પછીની અધિકૃત તીર્થંકરના વૈયાવૃત્યકર દેવ-દેવી અથવા અભીષ્ટ વિદ્યાદેવી અથવા તે કર્તાને ઈષ્ટ એવા દેવ-દેવીની હોય છે ૩. પેન્દ્રસ્તુતિ” એવું નામકરણ કેમ કર્યું અને એનો અર્થ શું?
વાસ્તવિક રીતે જોઈએ તો આ કૃતિનું નામ ચન્દ્રસ્તુતિ નથી અન્ય સ્તુતિઓની જેમ આનુ પણ સર્વ સામાન્ય “જિનસ્તુતિ” કે “અહંતસ્તુતિ' નામ છે અને એ વાતની પ્રતીતિ આ સ્તુતિમાં ઉપાધ્યાયે રચેલું મૂલની પ્રશસ્તિ અને ટીકાનું મગલાચરણ અને અન્તિમ પ્રશસ્તિના શ્લોકો વગેરે કરાવે છે.
એમ છતાં “એન્દ્રસ્તુતિ” એ નામ કેમ પ્રસિદ્ધિમા આવ્યું ? એ સવાલના જવાબમાં એવું સમજાય છે કે, આ સ્તુતિના પ્રથમ શ્લોકના પહેલા વાક્યનું આદ્યપદ કેન્દ્ર હોવાથી આ કૃતિને ઐન્દ્રસ્તુતિ” એવું નામ આપ્યું છે અને એથી એ લાભ પણ થયો કે ઉપાધ્યાયજીની સ્તુતિને ઓળખવાનું કામ સરલ બન્યું
યદ્યપિ ઉપાધ્યાયજીની મોટાભાગની કૃતિઓના મગલાચરણમા આદ્યપદ હેન્દ્ર પદથી વિભૂષિત જ હોય છે. છતા કૃતિ તરીકે આ એકને જ “ઐન્દ્ર શબ્દ જોડીને કેમ પ્રસિદ્ધિ આપવામા આવી એવો તર્ક પણ સહેજે થાય!
પણ એને સ્પષ્ટ જવાબ આપવા માટે કોઈ ચોક્કસ આધાર આપણુ પાસે નથી. પણ નીચે મુજબ અનુમાન તારવી શકાય,
એક વાત સુવિદિત છે કે ખુદ ઉપાધ્યાયજી ભગવાન “શું એવા સરસ્વતીના મૂલમત્ર બીજની ઉપાસના કરીને, સરસ્વતીનું વરદાન મેળવી ગ્રન્થસર્જનમાં અદ્દભુત પ્રતિભા અને ચમત્કૃતિ દાખવી શક્યા એ ઉપકારનું ઋણ અદા કરવા, તેઓશ્રીએ પોતાના મોટા ભાગના મૂલગ્રન્થો અથવા તેની ટીકાના મગલાચરણમાં શ્લોકની આદિમા હાર બીજથી યુક્ત શબ્દપ્રયોગો કરીને પ્રસ્તુત બીજની ચિરસ્થાઈ પ્રતિષ્ઠા કરી અને એના પ્રત્યે તેઓશ્રીને કેવું બહુમાન અને સમાદર હતો તે પણ ધ્વનિત કર્યું
૨- અહિયનિખ પહમ ગુરું, વિમા સવ્વાણ તમ નાસ્ત 1
વેરાવાળ, વગોવત્વે વડ શુ il (રેવના ) ૨–જેને ઉદ્દેશીને રચી હોય તે તીર્થંકર
તીકરો ચોવીશ છે પણ ત્યારે ઉપાસનાને તીવ્ર બનાવવી હોય ત્યારે કોઈ પણ એકને જ લક્ષ્ય બનાવવા જોઈએ, તો જ એકાગ્રતા આવે અને એક સસ્કાર દઢ થાય એટલે તો જિનમંદિરમાં કોઈ પણ એક તીર્થકર મૂલનાયક તરીકે બિરાજમાન હોય છે એ કારણે પહેલી સ્તુતિ કોઈ પણ એક તીર્થંકરની કરવાનું ધોરણ રવીકારેલ છે બીજી સ્તુતિમાં એકથી અધિક તીર્થકરોની સ્તુતિ થાય છે તેનું કારણ એ છે કે તીર્થકરો દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી ભિન્ન છે છતાં ગુણથી સમાન છે તમામની શક્તિ અને પ્રભાવ સરખો જ હોય છે કારણ કે ઈશ્વરપદ પ્રાપ્તિ માટેની પ્રક્રિયા સરખી હોવાથી તેના ફળમાં પણ સમાનતા જ હોય છે અને વળી આપણે એક જ પ્રભુના પૂજારી છીએ એમ નહિં, પણ યથોચિત ગુણોવાળા સઘળાએ તીર્થંકરોના પૂજારી છીએ એવો ભાવ પણ એથી વ્યક્ત થાય છે
- ત્રીજી સ્તુતિ થતજ્ઞાનની કરવાનું કારણ થતજ્ઞાનરૂપ સિદ્ધાન્તો પ્રસ્તુત અરિહતો એજ પ્રરૂપેલા છે વ્યક્તિને માનીએ અને તે જ વ્યક્તિના વિચાર, વાણી, આદેશો કે ઉપદેશોને જે ન માનીએ તો તેનો કોઈ અર્થ ન સરે, અને એ વાત પણ સાવ બેહૂદીજ ગણાય. એટલે કલ્યાણના સારો રાહ બતાવનારા શ્રુત-શાસ્ત્રજ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે.