Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય ‘દાદા ભગવાન' કોણ ? જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મુળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કિંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાગ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિદ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે કમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?” નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ન ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” | ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે” એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊભું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! - પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરુપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂ. ડૉ. નીરુબહેન અમીનને સ્વરુપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રી દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરુપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે. - જય સચ્ચિદાનંદ.. જીવનમાં સમજીને દરેક પ્રસંગે આપણે જાતે જ સામાને એડજસ્ટ નહિ થઈ જઈએ તો ભયંકર અથડામણ થયા જ કરશે. જીવન વિષમય જશે અને અંતે તો જગત મારી-ઠોકીને ય એડજસ્ટમેન્ટ આપણી પાસેથી લેવડાવશે જ ! મને-કમને એડજસ્ટ થવું જ પડવાનું છે જ્યાં-ત્યાં આપણે સામે ચાલીને, તો સમજીને કેમ ના એડજસ્ટ થવું કે જેથી કેટલીય અથડામણો ટાળી શકાશે ! ને સુખ-શાંતિ સ્થપાશે ! - Life is nothing but adjustments. (જીવન એડજસ્ટમેન્ટ સિવાય કશું જ નથી !) જન્મ્યા ત્યાંથી જ મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં પડે ! પછી રડીને લો કે હસીને ! ભણવાનું ગમે કે ના ગમે પણ એડજસ્ટ થઈને ભણવું જ પડે ! પરણતાં કદાચ ખુશ થઈને પરણીએ પણ પરણ્યા પછી આખી જીંદગી પતિ-પત્નીએ સામસામા એડજસ્ટમેન્ટ લેવાં જ પડે છે ! બે ભિન્ન પ્રકૃતિઓએ આખી જિંદગી ભેગા રહી, પડ્યું પાનું નિભાવવાનું હોય છે ! આમાં એકબીજાને બધી રીતે એડજસ્ટ થઈ જાય જિંદગીભર, એવાં કોણ ભાગ્યશાળી હશે આ કાળમાં ?! અરે, રામચંદ્રજી અને સીતાજીને પણ કેટલીય જગ્યાએ ડિસૂએડજસ્ટમેન્ટ નહોતાં થયાં ? સોનેરી હરણ અને અગ્નિપરીક્ષા ને ગર્ભવતી હોવાં છતાં જંગલમાં હકાલપટ્ટી ! એમણે કેવાં એડજસ્ટમેન્ટ લીધાં હશે ? મા-બાપ અને છોકરા સાથે તો ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ શું નથી લેવાં પડતાં ? જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે. કુટુંબમાં, ફ્રેન્ડસૂમાં, ધંધામાં, બધે જ, બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી-મંદીના વાયરાઓ જોડે આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલાં દુ:ખના ડુંગરો ખડકાય ? માટે ‘એડજસ્ટ એવરીવ્હેર'ની માસ્ટર કી લઈને જે જીવે, તેને જીવનમાં કોઈ તાળું ના ખૂલે એવું ના બને ! જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાશ્રીનું સોનેરી સૂત્ર જીવનમાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરી દઈએ તો સંસાર સુખમય જાય ! ડૉ. નીરૂબહેન અમીનના જય સચ્ચિદાનંદ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17