Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ એડજસ્ટ એવરીવ્હેર ૧૫ અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? હું એ સાયન્સ કહેવા માંગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી, આત્મા એ જુદી વસ્તુ છે. જુદાં, બાગનાં ફૂલોનાં રંગ-સુગંધ ! તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતા. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ, કોઈ ખેતરમાં નર્યા ચંપા. અત્યારે બગીચા જેવું થઈ ગયું છે. તે આપણે આ મોગરો છે કે ગુલાબ એવી તપાસ ના કરવી જોઈએ ? સત્યુગમાં શું હતું કે એક ઘેર ગુલાબ હોય તો બધા ગુલાબ અને બીજે ઘેર મોગરો તો ઘરના બધા મોગરો, એવું હતું. એક કુટુંબમાં બધા ય ગુલાબના છોડ, એક ખેતર જેવું એટલે વાંધો ના આવે અને અત્યારે તો બગીચા થયાં છે. એક ઘરમાં એક ગુલાબ જેવું, એક મોગરા જેવો, એટલે પેલો ગુલાબ બૂમો પાડે કે તું કેમ મારા જેવું નથી ? તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે ? ત્યારે મોગરો કહેશે કે તારે તો નર્યા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે. ગુલાબનું ફૂલ ગુલાબી હશે, લાલ હશે. અત્યારે કળિયુગમાં એક જ ઘરે જુદાં જુદાં છોડવા હોય. એટલે ઘર બગીચારૂપે થયું છે. પણ આ તો જોતાં નથી આવડતું. એનું શું થાય ? તેનું દુઃખ જ થાય ને, ને જગતની આ જોવાની દ્રષ્ટિ નથી. બાકી, કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકારને લઈને છે. જેને જોતાં નથી આવડતું, તેનો અહંકાર છે ! મને અહંકાર નથી, તો મને આખી દુનિયા જોડે મતભેદ જ નથી પડતો. મને જોતાં આવડે છે કે આ ગુલાબ છે, આ મોગરો છે, આ ધતૂરો છે, આ કડવી ગીલોડીનું ફૂલ છે. એવું બધું હું ઓળખું પાછો. એટલે બગીચા જેવું થઈ ગયું છે. એ તો વખાણવા જેવું થયું ને ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એવું છે ને પ્રકૃતિમાં ફેર ના પડે. અને એ તો એનો એડજસ્ટ એવરીવ્હેર એ જ માલ, એમાં ફેર ના પડે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જઈએ, એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ. આ સૂર્ય જોડે આપણે બપોરે બાર વાગે મિત્રાચારી કરીએ, તો શું થાય ? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે, આ શિયાળાનો સૂર્ય છે એમ બધું સમજીએ તો પછી વાંધો આવે ? અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતાં હોય તો ય હું અથડાવા દઉં નહીં, હું ખસી જઉં. નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય અને બન્નેનાં સ્પેરપાર્ટસ્ તૂટી જાય. પેલાનું બમ્પર તૂટી જાય. તેની સાથે તો મહીં બેઠેલાંની શી દશા થઈ જાય ? બેસનારાની દશા બરાબર બેસી જાય ને ! એટલે પ્રકૃતિ ઓળખો. ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની. પ્રકૃતિ આ કળિયુગમાં ખેતરરૂપે નથી, બગીચારૂપે છે. એક ચંપો, એક ગુલાબ, મોગરો, ચમેલી એમ બધું છે. તે ફૂલાં બધાં લઢે છે. પેલાં કહેશે કે મારું આવું છે ને પેલો કહેશે, મારું આવું છે. ત્યારે એક કહેશે, તારા કાંટા. જા, તારી જોડે કોણ ઊભું રહે ? આમ ઝઘડા ચાલ્યા કરે છે. કાઉન્ટરપલીની કરામત ! આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુ:ખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને “જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. તારા ‘રિવોલ્યુશનો’ અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે, તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે. પ્રશ્નકર્તા: ‘રિવોલ્યુશન’ એટલે શું ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17