Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ એડજસ્ટ એવરીવ્હેર ૧૭ દાદાશ્રી : આ વિચારની જે પીડ છે, તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલું ય દેખાડી દે, એના બધા પર્યાયો ‘એટ એ ટાઈમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો ‘રિવોલ્યુશન’ ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા ! આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઈફને સો ‘રિવોલ્યુશન' હોય ને તમારા પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો એન્જિન હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન” સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં ‘રિવોલ્યુશન” પચાસ હોય ને તમારા પાંચસો હોય. કોઈને હજાર હોય, કોઈને બારસો હોય. જેવું જેનું ડેવલપમેન્ટ’ હોય, તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે “કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપલી” એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં, એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈના આટલાં જ ‘રિવોલ્યુશન” છે. એટલે તે પ્રમાણે હું કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઈએ, એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા: કોઈ પણ, સામાના લેવલ ઉપર આવે તો જ વાત થાય ? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન” પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન” ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! “કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે, તેમાં ઓછાં ‘રિવોલ્યુશન’વાળા એન્જિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે “કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી ! એડજસ્ટ એવરીવ્હેર શીખો ફ્યુઝ નાખવાનું ! આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી’ કેવી છે, એનો ‘ફયુઝ' ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ” બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ” થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો ‘ફયુઝ” ઊડી જાય તો ય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું “એડજસ્ટમેન્ટ' તૂટે તો શું થાય ? ‘ફયુઝ' ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પડે નહીં તો ત્યાં સુધી એ ગૂંચાય. આયુ ટૂંકુ ને લાંબી ધાંધલ ! મોટામાં મોટું દુઃખ શેનું છે ? ‘ડિસૂએડજસ્ટમેન્ટ'નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરે તો શું વાંધો છે ? પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ. દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદાએ કહ્યું છે કે “એડજસ્ટ એવરીવ્હેર.” તો “એડજસ્ટ થયા કરે. બીબી કહે કે. ‘તમે ચોર છો.' તો કહેવું કે ‘યુ આર કરેક્ટ.’ સ્ત્રી સાડી લાવવાનું કહે, દોઢસો રૂપિયાની, તો આપણે પચ્ચીસ રૂપિયા વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે ! એવું છે બ્રહ્માનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે “ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ ?’ દાવો માંડ’ કહીએ. પણ આ તો જલ્દી પતાવવું હોય, તેને શું કરવું પડે ? “એડજસ્ટ’ થઈએ કે પછી ‘દાવો માંડો’ કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલ્દી પતાવવાનું છે. જે કામ જલ્દી પતાવવું હોય, તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17