Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation
Catalog link: https://jainqq.org/explore/008820/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર! એડજસ્ટ ઓવરીવ્હેર - દાદા ભગવાન પ્રરૂપિતા સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ ‘એડજસ્ટ' થતાં તો આવડવું જોઈએ. સામો ‘ ડિએડજસ્ટ' થયા કરે ને આપણને અનુકૂળ થતાં આવડે, તો કોઈ દુ:ખ જ ન હોય. માટે “એડજસ્ટ એવરીવ્હેર'. દરેક જોડે એડજસ્ટમેન્ટ' થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે? અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ! વ્યવહારમાં કેમ કરીને રહેવું, તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય, તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. | - દાદાશ્રી GEET RETH 'IBE Uવાળી Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : દાદા ભગવાન ફાઉન્ડેશન (મદ્રાસ) વતી ‘દાદા દર્શન’ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન - ૦૭૯) ૭૫૪૦૪૦૮, ૭૫૪૩૯૭૯ E-Mail: dimple@ad1.vsnl.net.in દાદા ભગવાન કથિત ઘણ ભગવાત કથિત એડજસ્ટ એવરીવ્હેર : સંપાદકને સ્વાધીન સંકલન : ડૉ. નીરુબહેન અમીત સાતમી આવૃતિ :૫૦,000, સપ્ટેમ્બર, ૧૯૯૯ સુધી આઠમી આવૃતિ :૧૦,000, મે, ૨000 ભાવે મૂલ્ય : ‘પરમ વિનય’ અને ‘હું કંઈ જ જાણતો નથી', એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૨.૫૦ રૂપિયા (રાહત દરે) લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન મુદ્રક : મહાવિદેહ ફાઉન્ડેશન, ઉસ્માનપુરા, અમદાવાદ. ) Page #3 -------------------------------------------------------------------------- ________________ (દાદા ભગવાન ફાઉન્ડેશતતા અન્ય પ્રકાશતો) ત્રિમંત્ર ૧) દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન ૨૨) ભોગવે એની ભૂલ ૨) આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧ ૨૩) બન્યું તે જ ન્યાય 3) બાતવાળી (રાવાશ્રીવલી સ્વમુહૂ વાળË) ૨૪) એડજસ્ટ એવરીવ્હેર ૪) આપ્તસૂત્ર ૨૫) અથડામણ ટાળો ૫) પ્રતિક્રમણ ૨૬) “Who Am I ૬) પ્રતિક્રમણ (સંક્ષિપ્ત) ૨૭) ભૂતતા હૈ ઉસકી મૂત ૭) તીજદોષ દર્શનથી... નિર્દોષ ૨૮) દુઆ સૌ ચાય ૮) પૈસાતો વ્યવહાર ૨૯) પનર વરીભેર ૯) પૈસાતો વ્યવહાર (સંક્ષિપ્ત) 30) ટીવ ટાનો ૧૦) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર 34) Fault is of the sufferer ૧૧) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર( સંક્ષિપ્ત) ૩૨) Whatever happens is justice ૧૨) મા-બાપ છોકરાંતો વ્યવહાર 33) Adjust Everywhere ૧૩) મા-બાપ છોકરાંતો વ્યવહાર સંક્ષિપ્ત) ૩૪) Avoid Clashes ૧૪) વર્તમાત તીર્થકર શ્રી સીમંધર સ્વામી ૩૫) પરમ સત્ • સત્ય, અસત્ય ! ૧૫) મૃત્યુ સમયે, પહેલાં અને પછી..... 36) અહિંસા ૧૬) વાણીતો સિદ્ધાંત ૩૭) પ્રેમ ૧૭) વાણીતો સિદ્ધાંત (સંક્ષિપ્ત) ૩૮) પાપ-પુણ્ય ૧૮) વાણી, વ્યવહામાં.... ૩૯) ગુરુ-શિષ્ય ૧૯) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૪૦) ચમત્કાર (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) ૪૧) ક્રોધ ૨૦) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત) ૪૨) ચિંતા ૨૧) કર્મનું વિજ્ઞાત ૪૩) લક્ષ્મીજીના કાયદા Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ‘દાદા ભગવાન' કોણ ? જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મુળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કિંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાગ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિદ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે કમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?” નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ન ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” | ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે” એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊભું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! - પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરુપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂ. ડૉ. નીરુબહેન અમીનને સ્વરુપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રી દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરુપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે. - જય સચ્ચિદાનંદ.. જીવનમાં સમજીને દરેક પ્રસંગે આપણે જાતે જ સામાને એડજસ્ટ નહિ થઈ જઈએ તો ભયંકર અથડામણ થયા જ કરશે. જીવન વિષમય જશે અને અંતે તો જગત મારી-ઠોકીને ય એડજસ્ટમેન્ટ આપણી પાસેથી લેવડાવશે જ ! મને-કમને એડજસ્ટ થવું જ પડવાનું છે જ્યાં-ત્યાં આપણે સામે ચાલીને, તો સમજીને કેમ ના એડજસ્ટ થવું કે જેથી કેટલીય અથડામણો ટાળી શકાશે ! ને સુખ-શાંતિ સ્થપાશે ! - Life is nothing but adjustments. (જીવન એડજસ્ટમેન્ટ સિવાય કશું જ નથી !) જન્મ્યા ત્યાંથી જ મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં પડે ! પછી રડીને લો કે હસીને ! ભણવાનું ગમે કે ના ગમે પણ એડજસ્ટ થઈને ભણવું જ પડે ! પરણતાં કદાચ ખુશ થઈને પરણીએ પણ પરણ્યા પછી આખી જીંદગી પતિ-પત્નીએ સામસામા એડજસ્ટમેન્ટ લેવાં જ પડે છે ! બે ભિન્ન પ્રકૃતિઓએ આખી જિંદગી ભેગા રહી, પડ્યું પાનું નિભાવવાનું હોય છે ! આમાં એકબીજાને બધી રીતે એડજસ્ટ થઈ જાય જિંદગીભર, એવાં કોણ ભાગ્યશાળી હશે આ કાળમાં ?! અરે, રામચંદ્રજી અને સીતાજીને પણ કેટલીય જગ્યાએ ડિસૂએડજસ્ટમેન્ટ નહોતાં થયાં ? સોનેરી હરણ અને અગ્નિપરીક્ષા ને ગર્ભવતી હોવાં છતાં જંગલમાં હકાલપટ્ટી ! એમણે કેવાં એડજસ્ટમેન્ટ લીધાં હશે ? મા-બાપ અને છોકરા સાથે તો ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ શું નથી લેવાં પડતાં ? જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે. કુટુંબમાં, ફ્રેન્ડસૂમાં, ધંધામાં, બધે જ, બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી-મંદીના વાયરાઓ જોડે આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલાં દુ:ખના ડુંગરો ખડકાય ? માટે ‘એડજસ્ટ એવરીવ્હેર'ની માસ્ટર કી લઈને જે જીવે, તેને જીવનમાં કોઈ તાળું ના ખૂલે એવું ના બને ! જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાશ્રીનું સોનેરી સૂત્ર જીવનમાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરી દઈએ તો સંસાર સુખમય જાય ! ડૉ. નીરૂબહેન અમીનના જય સચ્ચિદાનંદ. Page #5 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ! પચાવો એક જ શબ્દ ! પ્રશ્નકર્તા : હવે તો જીવનમાં શાંતિનો સરળ માર્ગ જોઈએ છે. દાદાશ્રી : એક જ શબ્દ જીવનમાં ઉતારશો ? ઉતારશો, બરોબર એક્ઝક્ટ ? પ્રશ્નકર્તા : એક્ઝક્ટ, હા. દાદાશ્રી : “એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે “એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગનાં આવાં ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ, તો ખલાસ થઈ જશો ! સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં તો આવડવું જ જોઈએ. સામો ‘ ડિએડજસ્ટ’ થયા કરે, ને આપણે એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુ:ખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર.” દરેક જોડે “એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ? એડજસ્ટ એવરીવ્હેર ડખો તહીં, “એડજસ્ટ' થાઓ ! સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘેડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખાઈને મરી જઈશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને ‘તું ખોટો છે” એવું ના કહીએ. કારણ કે એનો એ “વ્ય પોઈન્ટ’ છે. ત્યારે લોક એને ‘નાલાયક’ કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? “સાવ જુકો કેસ જિતાડી આપીશ” એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઈને ય અમે ખોટો ના કહીએ. એ એના ‘વ્યું પોઈન્ટથી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે. આ વૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, “આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?” એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો વૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી, આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, જમાના પ્રમાણે એડજસ્ટ થાવ ! છોકરો નવી જ ટોપી Page #6 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઈથી લઈ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઈએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઈ જઈએ. આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે “આ ચાદર મેલી છે” પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિયજ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો. ગંધાતા જોડે એડજસ્ટમેટ આ વાંદરાની ખાડી ગંધાય, તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે, તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, ‘તમે અમારી જોડે વીતરાગ રહો !” આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બન્નેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું ‘મિલ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. “એડજસ્ટ એવરીવ્હેરની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ય ને ખોટું કહેતો હોય તેની જોડે ય “એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, “તમારામાં અક્કલ નથી.” તો અમે તેને તરત એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, “એ તો પહેલેથી જ ન્હોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી. પણ હું તો નાનપણથી એ જાણું છું.” આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો આપણે ઘેર' ક્યારે પહોંચાય ? વાઈફ જોડે એડજસ્ટમેન્ટ ! પ્રશ્નકર્તા : એ એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો. એડજસ્ટ એવરીવ્હેર દાદાશ્રી : હવે વાઈફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, ‘આટલાં મોડાં આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ’, એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે “હા, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું.’ ત્યારે કહે, “ના પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના !” પણ પછી કહીએ, ‘તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં.' ત્યારે કહે, “ના, ખઈ લો.” એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફગાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે, તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે. ખાવ ખીચડી કે હોટલતા પીઝા ! એડજસ્ટ થતાં ના આવડે તો શું કરે ? વાઈફ જોડે વઢે ખરાં લોકો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ?! શું વહેંચવા સારું ? વાઈફની જોડે શું વહેંચવાનું? મિલકત તો સહિયારી છે. પ્રશ્નકર્તા : ધણીને ગુલાબજાંબુ ખાવા હોય અને બાયડી ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય. દાદાશ્રી : પછી છે તે શું ગુલાબજાંબુ આવે, ઝઘડા કર્યા પછી ?!. પછી ખીચડી જ ખાવી પડે ! પ્રશ્નકર્તા : પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે. દાદાશ્રી : એમ ?! એટલે પેલું ય રહ્યું ને પેલું ય રહ્યું. પીઝા આવી જાય, નહીં ?! પણ આપણું પેલું તો જતું રહ્યું. એનાં કરતાં આપણે વાઈફને કહ્યું હોય કે ‘તમને અનુકૂળ આવે તે બનાવો.” એને ય કો'ક દહાડો ભાવ તો થશે જ ને ! એ ખાવાનું નહીં ખાય ? તો આપણે કહીએ, ‘તમને અનુકૂળ આવે તે બનાવજો.” ત્યારે કહે, “ના, તમને Page #7 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર અનુકૂળ આવે તે બનાવવું છે.” તો આપણે કહીએ કે ‘ગલાબજાંબ બનાવો.” અને જો આપણે પહેલેથી ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે, “ના, હું ખીચડી બનાવવાની.” એ વાંકું બોલશે. પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો ? દાદાશ્રી : આ તો હું રસ્તો એ બતાવું કે “એડજસ્ટ એવરીવ્હેર' ! એ કહે કે, “ખીચડી બનાવી છે.' તો આપણે “એડજસ્ટ થઈ જવું. અને તમે કહો કે “ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે.” તો એમણે “એડજસ્ટ’ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું. પ્રશ્નકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે. દાદાશ્રી : હા, એમ કરજે. મારામારી કરજે. પણ “એડજસ્ટ’ એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી. એ સત્તા કોના હાથમાં છે, તે હું જાણું છું. એટલે આમાં “એડજસ્ટ’ થઈ જાય તો વાંધો છે ભઈ ? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. દાદાશ્રી : બેન, તને વાંધો છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખોને ! ‘એડજસ્ટ એવરીવ્હેર, વાંધો ખરો એમાં ? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. દાદાશ્રી : એ પહેલાં બોલે, કે આજે ડુંગળીના ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈ ભઈબંધને ત્યાં જવાનું હોય તો ય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે ભઈબંધ જોડે ભાંજગડ થશે, એ જોઈ લેવાશે. પણ આ પહેલી એડજસ્ટ એવરીવ્હેર અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં ભાંજગડ કરે, એવું ના હોવું જોઈએ. એટલે એ પહેલાં બોલે તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું. પ્રશ્નકર્તા : પણ એમને આઠ વાગે કંઈક જવાનું હોય, મીટિંગમાં અને બહેન કહે કે, હવે સૂઈ જાવ. તો પછી એમણે શું કરવું ? દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે ‘હેર ધેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.” (મન હોય તો માળવે જવાય). કલ્પના કરશો તો બગડશે. એ તો તે દહાડે એ જ કહેતી હતી કે, તમે જાવ જલ્દી. પોતે મૂકવા આવશે ગેરેજ સુધી. આ કલ્પના કરવાથી બધું બગડે છે. એટલા માટે એક પુસ્તકમાં લખેલું છે, ‘હેર ઘેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.” સમજ પડીને ? આટલી મારી આજ્ઞા પાળો તો બહુ થઈ ગયું. પળાશે ? એમ ?! પ્રશ્નકર્તા : હા, જી. દાદાશ્રી : લે પ્રોમિસ આપ. ખરાં ! ખરાં ! આનું નામ શૂરવીર કહેવાય. પ્રોમિસ આપી ! જમવામાં એડજસ્ટમેન્ટ ! વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે “એડજસ્ટ એવરીવ્હેર’ થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે અત્યારે લોકોને, ‘એડજસ્ટ એવરીવ્હેર' ! એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે, એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે મુશ્કેલીમાં, કોઈ જગ્યાએ મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તો ય સંસાર રૂપાળો લાગે. Page #8 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર થવાતું નથી. દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું ‘વ્યવસ્થિત છે, એવું કહ્યું છે ને ? પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે એડજસ્ટ એવરીવ્હેર ત ભાવે તો ય તભાવો ! એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિસૂએડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણીજેઠાણીને ડિએડજસ્ટમેન્ટ થતું હોય તો, જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય, તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાં ય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે, તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરા ય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથે ય એડજસ્ટ થઈ જવું જોઈએ. સુધારવી કે એડજસ્ટ થવું ? દરેક વાતમાં આપણે સામાને “એડજસ્ટ’ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય. આપણે જોડે શું લઈ જવાનું છે ? કોઈ કહેશે કે, ‘ભાઈ, એને સીધી કરો.” “અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ.’ માટે ‘વાઈફને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાટું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બન્નેના મરણકાળ જુદા, બન્નેનાં કરમ જુદાં ! કશું લેવા ય નહીં ને દેવા ય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે, તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતાં જન્મ જાય કો'કને ભાગે ! માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું ! પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરીવ્હેર” ! પત્ની તો છે “કાઉન્ટર વેઈટ' ! પ્રશ્નકર્તા : હું ‘વાઈફ’ જોડે બહુ “એડજસ્ટ’ થવા જાઉં છું, પણ દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી. વાઈફ એ શું વસ્તુ છે ? પ્રશ્નકર્તા: આપ કહો. દાદાશ્રી : વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેઈટ ઓફ મેન. એ જો કાઉન્ટર વેઈટ ના હોય તો ગબડી પડે માણસ. પ્રશ્નકર્તા : એ ના સમજાયું. દાદાશ્રી : આ ઈજીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઈટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણું ય હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે ?! પ્રશ્નકર્તા: ના આવે. દાદાશ્રી : એ કાઉન્ટર વેઈટ છે એનું. Page #9 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર અથડામણો અંતે એન્ડવાળી ! પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી ય જઈએ ને સાંજે પાછું નવું થાય. દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઈ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે, તેમાં કઈ શક્તિ કામ કરી રહી છે ? બોલીને પાછાં ‘એડજસ્ટ’ થઈએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ ‘એન્ડવાળી' હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને “હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે. નહીં તો પ્રાર્થના, “એડજસ્ટમેન્ટ' ! પ્રશ્નકર્તા સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ? દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, “દાદા ભગવાન ! આને સદ્ધિ આપજો.” આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્યું નથી. આ ‘દાદા'નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ “એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં “એડજસ્ટ’ નહીં થાય, ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ? આ ‘ડિસૂએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો પોઈઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દો ને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે !! માટે બીબી કહે છે કે, ‘તમે નાલાયક છો.’ તો કહેવું ‘બહુ સારું.’ એડજસ્ટ એવરીવ્હેર વાંકા જોડે એડજસ્ટ થાવ ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું છે, તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઈએને ? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે “એડજસ્ટ' થઈએ એટલે પડોશી ય કહે કે, “બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ “એડજસ્ટ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે ‘એડજસ્ટ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે ‘એડજસ્ટ’ થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ થાય નહીં, આપણે એને “ફીટ’ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને “ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. ડોન્ટ સી લૉ, સેટલ ! ‘જ્ઞાની' તો સામો વાંકો હોય તો ય તેની જોડે ‘એડજસ્ટ’ થાય, ‘જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી - નિઃસ્પૃહ થઈ ગયા હોય, તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તો ય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય ને એ આનાકાની કરતો હોય તો ય તેને ચાર આના ઓછા-વત્તા કરીને મનાવી લેવો પડે અને Page #10 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ના મનાવીએ તો એ બેગ આપણાં માથા પર જ નાખે ને ? ‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.’ સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું, ‘તમે આમ કરો, તેમ કરો.” એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સોમાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂગ્લ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ (કાયદો) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે !! ઘેર જાય તો વાઈફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએ ને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો, આને કેટલો બધો અકળાટ હશે, તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે. ફરિયાદ ? નહીં, “એડજસ્ટ' ! એવું છે ને, ઘરમાં ય “એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળા શું કહેશે ? “થોડુંઘણું ટાઈમસર તો સાચવવું જોઈએને ?” તે આપણે વહેલા ઘેર જઈએ એ શું ખોટું ? પેલો બળદીયો ચાલે નહીં, તો એને ઘોંચ મારે. એના કરતાં એ આગળ હંડતો હોય તો પેલો ઘોંચ ના મારે ! નહીં તો પેલો ઘોંચ મારે, ને આને ઠંડવું પડે. ઠંડવું તો છે જ ને ? તમે જોયેલું એવું ! પેલું પાછળ ખીલાવાળું હોય તે મારે. મૂંગું પ્રાણી શું કરે ? કોને ફરિયાદ કરે છે ? આ લોકોને જો ઘોંચ મારી હોય તો તેમને બીજા બચાવવા નીકળે. પેલું મૂંગું પ્રાણી કોને ફરિયાદ કરે ? હવે આમને કેમ આવું માર ખાવાનું થયું ? કારણ કે પહેલાં બહુ ફરિયાદો કરી હતી. તેનાં આ પરિણામ આવ્યા. તે દહાડે સત્તામાં આવ્યો ત્યારે ફરિયાદો કર કર કરી. હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું, એટલે હવે ‘પ્લસ-માઈનસ’ કરી નાખો. એના કરતાં ફરિયાદી જ ના થવું, એમાં શું ખોટું ? ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને ? આપણે તો આરોપી ય થવું નથી ને ૧૨ એડજસ્ટ એવરીવ્હેર ફરિયાદી ય થવું નથી. સામો ગાળ ભાંડી ગયો, એને જમા કરી દેવાનું. ફરિયાદી થવાનું જ નહીં ને ! તમને કેમ લાગે છે? ફરિયાદી થવું સારું ? પણ એના કરતાં પહેલેથી જ “એડજસ્ટ થઈ જઈએ, તે શું ખોટું ?! અવળું બોલાયાનો ઉપાય ! વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. હા, એડજસ્ટમેન્ટ લેવું. તૂટતું હોય એડજસ્ટમેન્ટ તો ય એડજસ્ટ કરી લેવું. આપણે એની જોડે ખરાબ બોલી ગયાં. હવે, બોલી જવું એ આપણા હાથની વાત નથી. તમારાથી બોલી જવાય કે ના બોલી જવાય, કોઈ ફેરો ? બોલી ગયા, પણ પછી તરત જ આપણને ખબર પડે ભૂલ થઈ. ખબર તો પડ્યા વગર ના રહે, પણ તે વખતે પાછાં આપણે એડજસ્ટ કરવા જતાં નથી એ, પછી એને તરત જ જઈને કહેવાનું કે, “ભઈ, મારાથી તો તે ઘડીએ ખરાબ આવું બોલી જવાયું, ભૂલ થઈ ગઈ. માટે માફ કરજે ! એટલે એડજસ્ટ થઈ ગયું. વાંધો ખરો એમાં ? પ્રશ્નકર્તા : ના, કશો વાંધો નહીં. બધે જ એડજસ્ટમેન્ટ લેવાય ! પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય, તો તે વખતે બધે શી રીતે પહોંચી વળાય ? દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તો ય લઈ શકાય. એક પૂછે, “મારું શું કર્યું ?” ત્યારે કહીએ, ‘હા, બા. તારા કહ્યા પ્રમાણે કરીશું.” બીજાને ય એમ કહીએ, ‘તમે કહેશો તેમ કરીશું.” ‘વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી. માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ “એડજસ્ટમેન્ટ’ છે. ‘હાથી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ “ના” કહ્યું તો મહા ઉપાધિ ! Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એડજસ્ટ એવરીવ્હેર ૧૩ - ઘરનાં ધણી-ધણીયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે ‘એડજસ્ટ” થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે “એડજસ્ટ” થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો હતો. પણ તે બીજાને નહોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી ‘એડજસ્ટ કર્યું ! એવું ‘એડજસ્ટ થઈએ તો ઉકેલ આવે. આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો, તેથી જ ગાંડા થયા. આ કુતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરુ રાખે પણ પછી તો બહુ છંછેડા છંછેડ કરીએ તો એ ય બચકું ભરી લે. એ ય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં, ‘એડજસ્ટ એવરીવ્હેર.' જેને “એડજસ્ટ’ થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ’ થયું, એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો, તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ એડજસ્ટમેન્ટ’ આવડે, એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ ડિએડજસ્ટ' થઈએ તો એ મારે. એનાં કરતાં આપણે નક્કી કરીએ કે એને “એડજસ્ટ થઈને કામ લેવું છે. પછી એને પૂછીએ કે, “ભઈ, તારી શી ઈચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.” તેને એડજસ્ટ થઈ જઈએ. આ વાઈફે જમવાનું બનાવ્યું હોય, તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ ના કઢાય એવું. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે ! હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કેમ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ. ઘર એક બગીચો ! એક ભાઈ મને કહે કે, “દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને એડજસ્ટ એવરીવ્હેર તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે ? કે મારો ધણી આવો છે, અક્કલ વગરનો છે.” હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે “મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે.’ કહ્યું, ‘બગડી નથી ગયું કશું.” તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતાં આવડવી જોઈએ. એવું છે ને, ઘરમાં એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય, તે બધાની જોડે મેળ પડતો નથી. દહીંનો ડખો થઈ જાય પછી ! તે શાથી ? આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેનો સ્વભાવ થઈ જાય છે. સયુગમાં બધા એક મેળ રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય તો ય દાદાજી કહે, તે પ્રમાણે બધા ય અનુસરે. ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો તેમને આવડી આવડી ચોડે (ગાળો ભાંડે). બાપ કશું કહે, તો બાપને ય આવડી આવડી ચપડે. હવે માનવ તો માનવ જ છે, પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસ હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવાં તો જોઈએ ને ! ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરાં કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાંકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાંકને વહેલું સૂઈ જવાની ટેવ હોય, તે બન્નેને મેળ શી રીતે પડે ? અને એક કુટુંબમાં બધા ભેગાં રહે, તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે. એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે Page #12 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ૧૫ અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? હું એ સાયન્સ કહેવા માંગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી, આત્મા એ જુદી વસ્તુ છે. જુદાં, બાગનાં ફૂલોનાં રંગ-સુગંધ ! તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતા. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ, કોઈ ખેતરમાં નર્યા ચંપા. અત્યારે બગીચા જેવું થઈ ગયું છે. તે આપણે આ મોગરો છે કે ગુલાબ એવી તપાસ ના કરવી જોઈએ ? સત્યુગમાં શું હતું કે એક ઘેર ગુલાબ હોય તો બધા ગુલાબ અને બીજે ઘેર મોગરો તો ઘરના બધા મોગરો, એવું હતું. એક કુટુંબમાં બધા ય ગુલાબના છોડ, એક ખેતર જેવું એટલે વાંધો ના આવે અને અત્યારે તો બગીચા થયાં છે. એક ઘરમાં એક ગુલાબ જેવું, એક મોગરા જેવો, એટલે પેલો ગુલાબ બૂમો પાડે કે તું કેમ મારા જેવું નથી ? તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે ? ત્યારે મોગરો કહેશે કે તારે તો નર્યા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે. ગુલાબનું ફૂલ ગુલાબી હશે, લાલ હશે. અત્યારે કળિયુગમાં એક જ ઘરે જુદાં જુદાં છોડવા હોય. એટલે ઘર બગીચારૂપે થયું છે. પણ આ તો જોતાં નથી આવડતું. એનું શું થાય ? તેનું દુઃખ જ થાય ને, ને જગતની આ જોવાની દ્રષ્ટિ નથી. બાકી, કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકારને લઈને છે. જેને જોતાં નથી આવડતું, તેનો અહંકાર છે ! મને અહંકાર નથી, તો મને આખી દુનિયા જોડે મતભેદ જ નથી પડતો. મને જોતાં આવડે છે કે આ ગુલાબ છે, આ મોગરો છે, આ ધતૂરો છે, આ કડવી ગીલોડીનું ફૂલ છે. એવું બધું હું ઓળખું પાછો. એટલે બગીચા જેવું થઈ ગયું છે. એ તો વખાણવા જેવું થયું ને ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એવું છે ને પ્રકૃતિમાં ફેર ના પડે. અને એ તો એનો એડજસ્ટ એવરીવ્હેર એ જ માલ, એમાં ફેર ના પડે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જઈએ, એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ. આ સૂર્ય જોડે આપણે બપોરે બાર વાગે મિત્રાચારી કરીએ, તો શું થાય ? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે, આ શિયાળાનો સૂર્ય છે એમ બધું સમજીએ તો પછી વાંધો આવે ? અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતાં હોય તો ય હું અથડાવા દઉં નહીં, હું ખસી જઉં. નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય અને બન્નેનાં સ્પેરપાર્ટસ્ તૂટી જાય. પેલાનું બમ્પર તૂટી જાય. તેની સાથે તો મહીં બેઠેલાંની શી દશા થઈ જાય ? બેસનારાની દશા બરાબર બેસી જાય ને ! એટલે પ્રકૃતિ ઓળખો. ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની. પ્રકૃતિ આ કળિયુગમાં ખેતરરૂપે નથી, બગીચારૂપે છે. એક ચંપો, એક ગુલાબ, મોગરો, ચમેલી એમ બધું છે. તે ફૂલાં બધાં લઢે છે. પેલાં કહેશે કે મારું આવું છે ને પેલો કહેશે, મારું આવું છે. ત્યારે એક કહેશે, તારા કાંટા. જા, તારી જોડે કોણ ઊભું રહે ? આમ ઝઘડા ચાલ્યા કરે છે. કાઉન્ટરપલીની કરામત ! આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુ:ખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને “જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. તારા ‘રિવોલ્યુશનો’ અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે, તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે. પ્રશ્નકર્તા: ‘રિવોલ્યુશન’ એટલે શું ? Page #13 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ૧૭ દાદાશ્રી : આ વિચારની જે પીડ છે, તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલું ય દેખાડી દે, એના બધા પર્યાયો ‘એટ એ ટાઈમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો ‘રિવોલ્યુશન’ ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા ! આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઈફને સો ‘રિવોલ્યુશન' હોય ને તમારા પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો એન્જિન હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન” સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં ‘રિવોલ્યુશન” પચાસ હોય ને તમારા પાંચસો હોય. કોઈને હજાર હોય, કોઈને બારસો હોય. જેવું જેનું ડેવલપમેન્ટ’ હોય, તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે “કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપલી” એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં, એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈના આટલાં જ ‘રિવોલ્યુશન” છે. એટલે તે પ્રમાણે હું કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઈએ, એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા: કોઈ પણ, સામાના લેવલ ઉપર આવે તો જ વાત થાય ? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન” પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન” ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! “કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે, તેમાં ઓછાં ‘રિવોલ્યુશન’વાળા એન્જિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે “કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી ! એડજસ્ટ એવરીવ્હેર શીખો ફ્યુઝ નાખવાનું ! આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી’ કેવી છે, એનો ‘ફયુઝ' ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ” બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ” થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો ‘ફયુઝ” ઊડી જાય તો ય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું “એડજસ્ટમેન્ટ' તૂટે તો શું થાય ? ‘ફયુઝ' ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પડે નહીં તો ત્યાં સુધી એ ગૂંચાય. આયુ ટૂંકુ ને લાંબી ધાંધલ ! મોટામાં મોટું દુઃખ શેનું છે ? ‘ડિસૂએડજસ્ટમેન્ટ'નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરે તો શું વાંધો છે ? પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ. દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદાએ કહ્યું છે કે “એડજસ્ટ એવરીવ્હેર.” તો “એડજસ્ટ થયા કરે. બીબી કહે કે. ‘તમે ચોર છો.' તો કહેવું કે ‘યુ આર કરેક્ટ.’ સ્ત્રી સાડી લાવવાનું કહે, દોઢસો રૂપિયાની, તો આપણે પચ્ચીસ રૂપિયા વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે ! એવું છે બ્રહ્માનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે “ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ ?’ દાવો માંડ’ કહીએ. પણ આ તો જલ્દી પતાવવું હોય, તેને શું કરવું પડે ? “એડજસ્ટ’ થઈએ કે પછી ‘દાવો માંડો’ કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલ્દી પતાવવાનું છે. જે કામ જલ્દી પતાવવું હોય, તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ Page #14 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : તમને સમજણ પડીને આમાં ? ભૂલ તો આપણી જ છે ને ! કળા નથી તેની ને ?! કળા શીખવાની જરૂર છે, તમે બોલ્યા નહીં ?! એડજસ્ટ એવરીવ્હેર આવે ખરી ? અને સવારે નાસ્તો ય સારો ના મળે. અપનાવો જ્ઞાતીતી જ્ઞાતકળા ! તે કોઈક દહાડો રાતે વાઈફ કહે, ‘પેલી સાડી મને નહીં લઈ આપો ? મને પેલી સાડી લઈ આપવી પડશે.” ત્યારે પેલો કહે કે “કેટલી કિંમતની તે જોઈ હતી ?” ત્યારે કહે, ‘બાવીસસો રૂપિયાની છે, વધારે નથી !' તો આ કહે, ‘તમે બાવીસસોની જ છે, કહો છો. પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે ? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસોત્રણસોની હોય તો લઈ આપું, તું બાવીસસોની કહું છું !' એ રીસાઈને બેસી રહ્યાં. હવે શી દશા થાય તે ! મનમાં એમે ય થાય કે બળ્યું, આથી ના પૈણ્યો હોય તો સારું ! પૈણ્યા પછી પસ્તાય એટલે શું કામમાં લાગે ! એટલે આ દુ:ખો છે. પ્રશ્નકર્તા : આપ એમ કહેવા માંગો છો કે બાઈને સાડી બાવીસસો રૂપિયાની લઈ આપવાની ? દાદાશ્રી : લઈ આપવી કે ના લઈ આપવી એ તમારી ઉપર આધાર રાખે છે. રીસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરું” કહેશે. ત્યારે શું કરીએ આપણે ? ક્યાંથી રસોઈયા લઈ આવીએ. એટલે પછી દેવું કરીને પણ લઈ આપવી પડે ને ? એવું બનાવી દો આપણે કે સાડી એની મેળે લાવે જ નહીં. જો આપણને મહિનાના આઠસો પાઉન્ડ મળતા હોય. એટલે આપણે સો પાઉન્ડ આપણા ખર્ચ માટે રાખી અને સાતસો એમને આપી દઈએ પછી આપણને કહે, સાડી લઈ આપો ? અને કો'ક દહાડો ઊલટી આપણે મશ્કરી કરવી, ‘પેલી સાડી આ સરસ છે, કેમ લાવતા નથી ?” એનો વંત એણે કરવાનો હોય ! આ તો આપણે વંત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતાં પહેલાં શીખેલો. પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો આ કળા નથી, તેથી જ આ દુ:ખ છે ને ! તમને કેમ લાગે છે ? ક્લેશનું મૂળ કારણ અજ્ઞાતતા ! પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભાં થવાનું કારણ શું ? સ્વભાવ ના મળે તેથી ? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી, સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ “જ્ઞાન” મળે તેનો એક જ રસ્તો છે, “એડજસ્ટ એવરીવ્હેર'! કોઈ તને મારે તો ય તારે તેને “એડજસ્ટ થઈ જવાનું. અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય તેટલાં પૂરતું આપણે “એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો, ઝઘડો થયા પછી વાઈફને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ. જગતની કોઈ વસ્તુ આપણને ફીટ થાય નહીં. આપણે એને ફીટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવ્હેર. આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. દાદા, પૂર્ણ એડજસ્ટેબલ ! એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું. એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયા ત્યારે હોરું મેં પાણી રેડી દીધું જરા. તે એમણે જોઈ લીધું. એ કહે છે, “આ શું કર્યું ?” મેં કહ્યું, ‘તમે પાણી સ્ટવ ઉપર રાખીને રેડો અને હું પાણી અહીં નીચે રેડું.’ ત્યારે Page #15 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ૨૧ કહે, ‘પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ.' મેં કહ્યું, “મારે માટે બધું ઉકાળેલું જ છે.' મારે કામ સાથે કામ છે ને ! અગિયાર વાગે મને તમે કહો કે, ‘તમારે જમી લેવું પડશે.' હું કહું કે, ‘થોડી વાર પછી જમું તો ના ચાલે ?’ ત્યારે તમે કહો, ‘ના, જમી લો. પાર આવી જાય.' તો હું તરત જ જમવા બેસી જઉં. હું તમને ‘એડજસ્ટ' થઈ જઉં, જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો, જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું, ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.’ હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો ના ભાવતું આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેને તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણાં ફેર ના ભાવતું શાક હોય તો ખઈ લઉં ને પાછો કહું કે આજનું શાક તો બહુ સરસ છે. અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોય ને, તો ય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે, ‘આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે, ‘તમે કાલે જોજો ને !' તે પછી બીજે દહાડે કહે કે, ‘કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ?” મેં કહ્યું કે, ‘મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશે ને ! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર ૨૨ પડે. તમે પીવો છો ને, પછી મારે કહેવાની જરૂર શી ?’ એડજસ્ટ એવરીવ્હેર પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે, ક્ષણે ક્ષણે ! દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસે ય કલાક જાગૃતિ, ત્યાર પછી આ ‘જ્ઞાન’ શરુ થયું હતું. આ ‘જ્ઞાન’ એમ ને એમ થયું નથી ! એટલે બધું આવી રીતે ‘એડજસ્ટમેન્ટ' લીધેલા પહેલેથી. બને એટલો કકળાટ ન થાય. એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, ‘આજે દાદાને નહાતાં બહુ વાર લાગી.’ તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈને ય ‘આ લાવો ને તે લાવો' એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણને ય જો કોઈ ગાંડપણ કહે, તો અમે કહીએ, ‘હા, બરાબર છે.’ તે માઈનસ તુર્ત કરી નાખીએ. એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય, એ ઘરમાં કશું ય ભાંજગડ ના થાય. અમે ય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભે ય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા એ આવ્યો નથી. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય. પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે તો દુ:ખ મળે એટલે પછી વેર બાંધે ? Page #16 -------------------------------------------------------------------------- ________________ એડજસ્ટ એવરીવ્હેર ૨૩ દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી. આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય. દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિદ્ધાંત) હોવાં જ જોઈએ. છતાં ય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે. આ દાદા ય ઝીણા છે, કરકસરિયા ય છે અને લાફા ય છે. પાકાં લાફા છે. છતાં ય ‘કમ્પ્લીટ એડજસ્ટેબલ' છે. પારકાં માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણા; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઈકોનોમી ‘એડજસ્ટેબલ’ હોય, ‘ટોપમોસ્ટ’ હોય. અમે તો પાણી વાપરીએ તે ય કરકસરથી વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે હોય. તહીં તો વ્યવહારતી ગૂંચ આંતરે ! પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે. પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ’ની વાત છે. દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર છોડનાર છેને ?! એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવો ને ? આ ભાઈને કહ્યું હોય કે, “જા, દુકાનેથી આઈસક્રીમ લઈ આવ.’ પણ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ, ‘કેમ ?” તો એ કહે કે, ૨૪ એડજસ્ટ એવરીવ્હેર ‘રસ્તામાં ગધેડું મળ્યું તેથી ! અપશુકન થયાં !!' હવે આને આવું ઊંધું જ્ઞાન થયું છે, તે આપણે કાઢી નાખવું જોઈએ ને ? એને સમજાવવું જોઈએ કે ‘ભઈ, ગધેડામાં ભગવાન રહેલા છે માટે અપશુકન કશું હોતું નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો, તે તેમાં રહેલાં ભગવાનને પહોંચે છે. તેથી તને ભયંકર દોષ બેસે છે. ફરી આવું ના થાય.' એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે. તેના આધારે ‘એડજસ્ટ' નથી થઈ શકતા. ઊલટાંતે સુલટાવે એ સમકિતી ! સમકિતીની નિશાની શું ? ત્યારે કહે કે ઘરનાં બધાં ઊંધું કરી આપે તો ય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. આપણી વાત સામાને ‘એડજસ્ટ’ થવી જ જોઈએ. આપણી વાત સામાને ‘એડજસ્ટ’ ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો ‘એડજસ્ટ' થાય. વીતરાગોની વાત ‘એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે. પ્રશ્નકર્તા : દાદા, આ ‘એડજસ્ટ એવરીવ્હેર' એ જે આપે કહ્યું, એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય ! દાદાશ્રી : બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે, તે બધા નિકાલ જલ્દી લાવનારા, એ મોક્ષે લઈ જાય ઠેઠ. ‘એડજસ્ટ એવરીવ્હેર !' પ્રશ્નકર્તા : અત્યાર સુધી જ્યાં ગમતું'તું, ત્યાં બધા એડજસ્ટ થતા હતા અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તું વહેલો એડજસ્ટ થા. દાદાશ્રી : ‘એવરીવ્હેર એડજસ્ટ’ થવાનું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન) એડજસ્ટ એવરીવ્હેર દાદાનું અજાયબ વિજ્ઞાત !! પ્રશ્નકર્તા: ‘એડજસ્ટમેન્ટની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં સુધી એડજસ્ટમેન્ટમાં આવવું ? દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. “દાદા'નું ‘એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ અને જ્યાં “એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ?! આ ‘ડિએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. “એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે એનાથી ચઢાવીએ. છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !! અત્યાર સુધી એકુંય માણસ અમને ડિસૂએડજસ્ટ થયો નથી. અને આ લોકોને ઘરનાં ચાર માણસો ય એડજસ્ટ થતાં નથી. આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શીખવવાપણું રહેતું નથી. કયું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય. - અહીં ઘેર “એડજસ્ટ’ થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલને પૂળો અહીંથી. પહેલું ‘આ’ શીખને. ઘરમાં ‘એડજસ્ટ’ થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી. પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ. એટલે કામ કાઢી લેવા જેવું છે. મુંબઈ : ડૉ. નીરુબહેન અમીન 904, બી, નવીનશા એપાર્ટમેન્ટ, દાદાસાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616, Pager : 9602-117283 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO. ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 E-Mail : dimple @ad1.vsnl.net.in Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel.: (13) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel.: (909) 734-4715. Fax : (909) 734-44111 U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HHU.K. Tel: 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309