________________
એડજસ્ટ એવરીવ્હેર!
એડજસ્ટ ઓવરીવ્હેર
- દાદા ભગવાન પ્રરૂપિતા
સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ ‘એડજસ્ટ' થતાં તો આવડવું જોઈએ. સામો ‘
ડિએડજસ્ટ' થયા કરે ને આપણને અનુકૂળ થતાં આવડે, તો કોઈ દુ:ખ જ ન હોય. માટે “એડજસ્ટ એવરીવ્હેર'. દરેક જોડે
એડજસ્ટમેન્ટ' થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે?
અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ! વ્યવહારમાં કેમ કરીને રહેવું, તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય, તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.
| - દાદાશ્રી
GEET RETH
'IBE Uવાળી