________________
એડજસ્ટ એવરીવ્હેર !
પચાવો એક જ શબ્દ ! પ્રશ્નકર્તા : હવે તો જીવનમાં શાંતિનો સરળ માર્ગ જોઈએ છે.
દાદાશ્રી : એક જ શબ્દ જીવનમાં ઉતારશો ? ઉતારશો, બરોબર એક્ઝક્ટ ?
પ્રશ્નકર્તા : એક્ઝક્ટ, હા.
દાદાશ્રી : “એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે “એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગનાં આવાં ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ, તો ખલાસ થઈ જશો !
સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં તો આવડવું જ જોઈએ. સામો ‘
ડિએડજસ્ટ’ થયા કરે, ને આપણે એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુ:ખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર.” દરેક જોડે “એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ?
એડજસ્ટ એવરીવ્હેર ડખો તહીં, “એડજસ્ટ' થાઓ ! સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘેડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખાઈને મરી જઈશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને ‘તું ખોટો છે” એવું ના કહીએ. કારણ કે એનો એ “વ્ય પોઈન્ટ’ છે. ત્યારે લોક એને ‘નાલાયક’ કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? “સાવ જુકો કેસ જિતાડી આપીશ” એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઈને ય અમે ખોટો ના કહીએ. એ એના ‘વ્યું પોઈન્ટથી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે.
આ વૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, “આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?” એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો વૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી, આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, જમાના પ્રમાણે એડજસ્ટ થાવ ! છોકરો નવી જ ટોપી