________________
એડજસ્ટ એવરીવ્હેર પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઈથી લઈ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઈએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઈ જઈએ.
આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે “આ ચાદર મેલી છે” પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિયજ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.
ગંધાતા જોડે એડજસ્ટમેટ આ વાંદરાની ખાડી ગંધાય, તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે, તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, ‘તમે અમારી જોડે વીતરાગ રહો !”
આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બન્નેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું ‘મિલ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. “એડજસ્ટ એવરીવ્હેરની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ય ને ખોટું કહેતો હોય તેની જોડે ય “એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, “તમારામાં અક્કલ નથી.” તો અમે તેને તરત એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, “એ તો પહેલેથી જ ન્હોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી. પણ હું તો નાનપણથી એ જાણું છું.” આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો આપણે ઘેર' ક્યારે પહોંચાય ?
વાઈફ જોડે એડજસ્ટમેન્ટ ! પ્રશ્નકર્તા : એ એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો.
એડજસ્ટ એવરીવ્હેર દાદાશ્રી : હવે વાઈફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, ‘આટલાં મોડાં આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ’, એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે “હા, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું.’ ત્યારે કહે, “ના પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના !” પણ પછી કહીએ, ‘તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં.' ત્યારે કહે, “ના, ખઈ લો.” એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફગાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે, તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે.
ખાવ ખીચડી કે હોટલતા પીઝા ! એડજસ્ટ થતાં ના આવડે તો શું કરે ? વાઈફ જોડે વઢે ખરાં લોકો ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એમ ?! શું વહેંચવા સારું ? વાઈફની જોડે શું વહેંચવાનું? મિલકત તો સહિયારી છે.
પ્રશ્નકર્તા : ધણીને ગુલાબજાંબુ ખાવા હોય અને બાયડી ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય.
દાદાશ્રી : પછી છે તે શું ગુલાબજાંબુ આવે, ઝઘડા કર્યા પછી ?!. પછી ખીચડી જ ખાવી પડે !
પ્રશ્નકર્તા : પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે.
દાદાશ્રી : એમ ?! એટલે પેલું ય રહ્યું ને પેલું ય રહ્યું. પીઝા આવી જાય, નહીં ?! પણ આપણું પેલું તો જતું રહ્યું. એનાં કરતાં આપણે વાઈફને કહ્યું હોય કે ‘તમને અનુકૂળ આવે તે બનાવો.” એને ય કો'ક દહાડો ભાવ તો થશે જ ને ! એ ખાવાનું નહીં ખાય ? તો આપણે કહીએ, ‘તમને અનુકૂળ આવે તે બનાવજો.” ત્યારે કહે, “ના, તમને