________________ પ્રાપ્તિસ્થાન) એડજસ્ટ એવરીવ્હેર દાદાનું અજાયબ વિજ્ઞાત !! પ્રશ્નકર્તા: ‘એડજસ્ટમેન્ટની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં સુધી એડજસ્ટમેન્ટમાં આવવું ? દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. “દાદા'નું ‘એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ અને જ્યાં “એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ?! આ ‘ડિએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. “એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે એનાથી ચઢાવીએ. છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !! અત્યાર સુધી એકુંય માણસ અમને ડિસૂએડજસ્ટ થયો નથી. અને આ લોકોને ઘરનાં ચાર માણસો ય એડજસ્ટ થતાં નથી. આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શીખવવાપણું રહેતું નથી. કયું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય. - અહીં ઘેર “એડજસ્ટ’ થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલને પૂળો અહીંથી. પહેલું ‘આ’ શીખને. ઘરમાં ‘એડજસ્ટ’ થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી. પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ. એટલે કામ કાઢી લેવા જેવું છે. મુંબઈ : ડૉ. નીરુબહેન અમીન 904, બી, નવીનશા એપાર્ટમેન્ટ, દાદાસાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616, Pager : 9602-117283 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO. ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 E-Mail : dimple @ad1.vsnl.net.in Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel.: (13) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel.: (909) 734-4715. Fax : (909) 734-44111 U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HHU.K. Tel: 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309