________________
એડજસ્ટ એવરીવ્હેર
૨૩
દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી. આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય.
દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિદ્ધાંત) હોવાં જ જોઈએ. છતાં ય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.
આ દાદા ય ઝીણા છે, કરકસરિયા ય છે અને લાફા ય છે. પાકાં લાફા છે. છતાં ય ‘કમ્પ્લીટ એડજસ્ટેબલ' છે. પારકાં માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણા; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઈકોનોમી ‘એડજસ્ટેબલ’ હોય, ‘ટોપમોસ્ટ’ હોય. અમે તો પાણી વાપરીએ તે ય કરકસરથી વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે હોય.
તહીં તો વ્યવહારતી ગૂંચ આંતરે !
પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.
પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ’ની વાત છે.
દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર છોડનાર છેને ?! એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવો ને ?
આ ભાઈને કહ્યું હોય કે, “જા, દુકાનેથી આઈસક્રીમ લઈ આવ.’ પણ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ, ‘કેમ ?” તો એ કહે કે,
૨૪
એડજસ્ટ એવરીવ્હેર ‘રસ્તામાં ગધેડું મળ્યું તેથી ! અપશુકન થયાં !!' હવે આને આવું ઊંધું જ્ઞાન થયું છે, તે આપણે કાઢી નાખવું જોઈએ ને ? એને સમજાવવું જોઈએ કે ‘ભઈ, ગધેડામાં ભગવાન રહેલા છે માટે અપશુકન કશું હોતું નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો, તે તેમાં રહેલાં ભગવાનને પહોંચે છે. તેથી તને ભયંકર દોષ બેસે છે. ફરી આવું ના થાય.' એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે. તેના આધારે ‘એડજસ્ટ' નથી થઈ શકતા.
ઊલટાંતે સુલટાવે એ સમકિતી !
સમકિતીની નિશાની શું ? ત્યારે કહે કે ઘરનાં બધાં ઊંધું કરી આપે તો ય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.
આપણી વાત સામાને ‘એડજસ્ટ’ થવી જ જોઈએ. આપણી વાત સામાને ‘એડજસ્ટ’ ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો ‘એડજસ્ટ' થાય. વીતરાગોની વાત ‘એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે.
પ્રશ્નકર્તા : દાદા, આ ‘એડજસ્ટ એવરીવ્હેર' એ જે આપે કહ્યું,
એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય !
દાદાશ્રી : બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે, તે બધા નિકાલ જલ્દી લાવનારા, એ મોક્ષે લઈ જાય ઠેઠ. ‘એડજસ્ટ એવરીવ્હેર !'
પ્રશ્નકર્તા : અત્યાર સુધી જ્યાં ગમતું'તું, ત્યાં બધા એડજસ્ટ થતા હતા અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તું વહેલો એડજસ્ટ થા.
દાદાશ્રી : ‘એવરીવ્હેર એડજસ્ટ’ થવાનું છે.