________________
એડજસ્ટ એવરીવ્હેર
૨૧
કહે, ‘પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ.' મેં કહ્યું, “મારે માટે બધું ઉકાળેલું જ છે.' મારે કામ સાથે કામ છે ને !
અગિયાર વાગે મને તમે કહો કે, ‘તમારે જમી લેવું પડશે.' હું કહું કે, ‘થોડી વાર પછી જમું તો ના ચાલે ?’ ત્યારે તમે કહો, ‘ના, જમી લો. પાર આવી જાય.' તો હું તરત જ જમવા બેસી જઉં. હું તમને ‘એડજસ્ટ' થઈ જઉં,
જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો, જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું, ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.’ હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો ના ભાવતું આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેને તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?
જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણાં ફેર ના ભાવતું શાક હોય તો ખઈ લઉં ને પાછો કહું કે આજનું શાક તો બહુ સરસ છે.
અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોય ને, તો ય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે, ‘આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે, ‘તમે કાલે જોજો ને !' તે પછી બીજે દહાડે કહે કે, ‘કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ?” મેં કહ્યું કે, ‘મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશે ને ! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર
૨૨
પડે. તમે પીવો છો ને, પછી મારે કહેવાની જરૂર શી ?’
એડજસ્ટ એવરીવ્હેર
પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે, ક્ષણે ક્ષણે ! દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસે ય કલાક જાગૃતિ, ત્યાર પછી આ ‘જ્ઞાન’ શરુ થયું હતું. આ ‘જ્ઞાન’ એમ ને એમ થયું નથી ! એટલે બધું આવી રીતે ‘એડજસ્ટમેન્ટ' લીધેલા પહેલેથી. બને એટલો કકળાટ ન
થાય.
એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, ‘આજે દાદાને નહાતાં બહુ વાર લાગી.’ તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈને ય ‘આ લાવો ને તે લાવો' એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણને ય જો કોઈ ગાંડપણ કહે, તો અમે કહીએ, ‘હા, બરાબર છે.’ તે માઈનસ તુર્ત કરી નાખીએ.
એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય, એ ઘરમાં કશું ય ભાંજગડ ના થાય. અમે ય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભે ય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા એ આવ્યો નથી. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય.
પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે તો દુ:ખ મળે એટલે પછી વેર
બાંધે ?